Gujarat Exclusive > યુથ > મનોરંજન > Kanganaનો ઑવરડોઝઃ ફિલ્મ ઉદ્યોગ પર આરોપ, ‘હીરો કે સાથે સોને કે બાદ..’

Kanganaનો ઑવરડોઝઃ ફિલ્મ ઉદ્યોગ પર આરોપ, ‘હીરો કે સાથે સોને કે બાદ..’

0
332
  • અભિનેત્રી Kangnaનું મનાલી (હિમાચલ)થી ટ્વીટર યુદ્ધ ચાલુ
  • ફિલ્મ ઉદ્યોગને નારીવાદના પાઠ મેં ભણાવ્યાઃ Kanganaનો દાવો

મુંબઇઃ સુશાંત સિંહના કમોત બાદ અભિનેત્રી કંગના રણૌત (Kangana Ranout) અને મહારાષ્ટ્રની શિવસેના સરકાર વચ્ચેનો શરુ થયેલો વિવાદ અટકવાનું નામ લેતો નથી. દરરોજ આ પ્રકરણમાં નવા નવા પાત્રોનો ઉમેરો થઇ રહ્યો છે. અભિનેત્રી અને સાંસદ જ્યા બચ્ચને સંસદમાં મુદ્દો ઊઠાવતા કંગના રણૌતે તેમના પર પણ પ્રહારો શરુ કરી દીધા. હવે તો તેણે આખા ફિલ્મ ઉદ્યોગ પર આરોપ લગાવ્યો છે કે હીરો સાથે પથારી ગરમ કર્યા પછી કામ મળે છે.

આ પણ વાંચોઃ ‘મને કોઈએ થાળી નથી પીરસી…! જયાના જવાબ પર રવિ કિશનનો પલટવાર

Latest news Kangana જયા બચ્ચને સંસદમાં મુંબઇ અને આખા ફિલ્મ ઉદ્યોગને ડ્રગ્સ મામલે સંડોવવા બદલ ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે,

” બહુ શરમની વાત છે કે જે થાળીમાં ખાઓ છો, તેમાં જ કાણું પાડો છો. કેટલાક લોકોએ મુંબઇમાં પૈસો અને નામ કમાવ્યા હવે તેઓ તેને ગટર કહી રહ્યા છે. તે વાતથી હું સંમત નથી.”

હવે કંગના (Kangana)એ જયા બચ્ચનને જવાબ આપતા ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર ગંભીર આરોપ મૂકી દીધા અને ઘમંડના સૂરમાં જણાવ્યું કે ફિલ્મ ઉદ્યોગને તેણે નારીવાદનો પાઠ ભણાવ્યો છે.

આ મારી પોતાની થાળી છે. જ્યાજી તમારી નથીઃ Kangana

Kanganaએ રાબેતા મુજબની ટ્વીટમાં લખ્યું કે,

” કઇ થાળી આપી છે જયાજી તેમની ઇન્ડસ્ટ્રીએ? એક થાળી મળી હતી, જેમાં બે મિનિટનો રોલ આઇટમ નંબર્સ અને એક રોમાન્ટિક સીન મળે છે, તે પણ હીરો સાથે સૂઇ ગયા પછી.”

” મેં આ ઇન્ડસ્ટ્રીને ફેમિનિઝમ (નારીવાદ)નો પાઠ ભણાવ્યો, દેશભક્તિ, નારીપ્રધાન ફિલ્મોથી સજાવ્યુ. આ મારી પોતાની થાળી છે. જ્યાજી તમારી નથી.”

આ પણ વાંચોઃ કંગનાએ હવે જયા બચ્ચન પર કર્યો પ્રહારઃ અભિષેકને સુશાંતની ફાંસી સાથે જોડ્યો

અગાઉ પણ કંગના (Kangana)એ ટ્વીટ કરી જયા બચ્ચન પર હુમલો કર્યો હતો. તેણે લખ્યું હતું કે, જ્યાજી તમે ત્યારે પણ આ જ કહેત જો મારી જગ્યાએ તમારી પુત્રી શ્વેતાને કિશોરાવસ્થામાં મારપીટનો સામનો કરવો પડ્યો હોત. ડ્રગ્સ આપવામાં આવ્યું હોત, શોષણ થયું હોત.”

“શું તમે ત્યારે પણ આવું કહેત જો અભિષેક સતત ધમકીઓ અને શોષણની વાત કરતા અને એક દિવસ ફાંસીએ લટકી ગયા હોત? થોડી સહાનુભૂતિ અમારી સાથે પણ રોખો”

સામનામાં જયા બચ્ચનના વખાણ

નોંધનીય છે કે આ મામલે બોલીવૂડ આમ તો મોન છે. પરંતુ અનુપમ ખેર રવિકિશન, સોનમ કપૂર જેવા કલાકારો પોતાનો મત વ્યક્ત કરી ચૂક્યા છે. જ્યારે શિવસેનાના મુખપત્ર સામનામાં જયા બચ્ચનના વખાણ કરાયા છે. જેમાં કહેવાયું છેે કે મુંબઇનું કંગનાએ કરેલા અપમાન સામે કોઇએ તો કંઇક દીધું.

ઉર્મિલાએ કહ્યું- મુંબઇએ બધાને શરણ આપી

કંગના વિવાદમાં અભિનેત્રી ઉર્મિલા માંતોડકરે કહ્યું કે આ મુંબઇમાં બધા ધર્મના લોકોને શરણ મળી છે. ફિલ્મ ઉદ્યોગે ઘણુ આપ્યું છે. માત્ર મુંબઇને દોષ દેવું યોગ્ય નથી.

 આ પણ વાંચોઃ કંગનાએ ચંડીગઢ પહોંચતા મુંબઇને ભાંડ્યુઃ કહ્યું- શિવસેનાથી સોનિયા થતાં જ મુંબઇમાં આતંક વધ્યુ