Gujarat Exclusive > દેશ-વિદેશ > મધ્યપ્રદેશમાં OBC અનામત 14થી વધારીને 27 ટકા કરવાનો સંશોધન બિલ સર્વસમ્મતિથી પ્રસાર

મધ્યપ્રદેશમાં OBC અનામત 14થી વધારીને 27 ટકા કરવાનો સંશોધન બિલ સર્વસમ્મતિથી પ્રસાર

0
234

મધ્ય પ્રદેશમાં સરકારી નોકરીઓ અને શિક્ષામાં અન્ય પછાત વર્ગ (ઓબીસી) માટે વર્તમાન 14 ટકા અનામતને વધારીને 27 ટકા કરવા માટે સંશોધન બિલ મંગળવારે વિધાનસભામાં સર્વસમ્મતિથી પ્રસાર કરી દેવામાં આવ્યો.

મધ્ય પ્રદેશની કમલનાથ સરકારે વિધાનસભામાં આને મધ્ય પ્રદેશ લોક સેવા (અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગો માટે અનામત) સંશોધન બિલ 2019ના રૂપમાં રજૂ કર્યો. નેતા પ્રતિપક્ષ અને ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય ગોપાલ ભાર્ગવે ઓબીસી વર્ગને 27 ટકા અનામત આપવાનો સમર્થન કરીને માંગણી કરી કે, ઓબીસી કોટાની અંદર ક્રિમીલેયરની શરૂઆત કરવી જોઈએ જેથી આનો લાભ ઓબીસીના તે ગરીબ વર્ગ સુધી પહોંચાડી શકાય જેને ક્યારેય અનામતનો લાભ મળી શક્યો નથી. તેમને કહ્યું કે, ઓબીસીના 27 ટકા અનામતની અંદર ‘અતિ પછાત વર્ગ’ માટે સાત ટકા કોટા નિર્ધારિત કરવામાં આવવો જોઈએ.

નેતા પ્રતિપક્ષે તે પણ પૂછ્યું કે, જ્યારે નોકરી નથી તો આ અનામત ઓબીસી માટે કેવી રીતે ફાયદાકારક સાબિત થશે. ઉત્તરમાં સામાન્ય પ્રશાસન વિભાગના મંત્રી ગોવિંદ સિંહે કહ્યું કે, સરકારી એકમો, નિગમો અને સ્થાનીક એકમોમાં લગભગ 2.50 લાખ નોકરીઓ ઉપલબ્ધ છે, જેમને ટૂંક સમયમાં જ ભરી દેવામાં આવશે.

મંત્રીએ કહ્યું કે, આ સંશોધનથી પ્રદેશમાં અનામત 73 ટકા થઈ જશે, જેમાં અનારક્ષિત વર્ગના આર્થિક રૂપથી નબળા વર્ગ માટે 10 તથા અનુસૂચિત જાતિ માટે 16 ટકા અને અનુસૂચિત જનજાતિ માટે 20 ટકા અનામત પણ સામેલ છે. ચર્ચા પછી સંસદે બિલને સર્વસમ્મતિથી પ્રસાર કરી દીધો હતો. આ વર્ષના માર્ચમાં લોકસભા ચૂંટણીથી પહેલા મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકાર અને ઓબીસી કોટાને વધારીને 27 ટકા કરવાનો વટહુકમ લાવી હતી.