Gujarat Exclusive > રાજનીતિ > BJP નેતાની ચેતવણી- નંબર 1 અથવા નંબર 2નો આદેશ થશે તો 24 કલાક પણ નહીં ચાલે સરકાર

BJP નેતાની ચેતવણી- નંબર 1 અથવા નંબર 2નો આદેશ થશે તો 24 કલાક પણ નહીં ચાલે સરકાર

0
625

મધ્ય પ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતા અને બીજેપીના ધારાસભ્ય ગોપાલ ભાર્ગવે કોંગ્રેસની કમલનાથ સરકારને પાડી દેવાની ધમકી આપી છે. વિધાનસભામાં ભાર્ગવે કહ્યુ કે, “અમારા ઉપર વાળા નંબર એક અને નંબર બેનો આદેશ થાય તો 24 કલાક પણ તમારી સરકાર ચાલી શકશે નહીં.” આ ધમકી પર સીએમ કમલનાથે જવાબ આપ્યુ કે, “તમારા નંબર 1 અને નંબર 2 હોશિયાર છે તેથી આદેશ નથી આપી રહ્યાં. તમે ઈચ્છો તો અવિશ્વાસ પ્રસ્તાવ લઈ આવો.”

સીએમ કમલનાથે પણ ઉત્તેજિત થઈને કહી દીધુ કે વિપક્ષ પ્રતિદિવસ અલ્પમતની સરકાર હોવાની ઢોલકી બજાવે છે, તેથી આર યા પારની લડાઈ થઈ જાય. આ વચ્ચે બીએસપીના ધારાસભ્ય રમાબાઈએ કહ્યું કે, કમલનાથ સરકાર અંગદના પગની જેમ અડિગ છે. પૈસા આપશો તો ખાઈ પણ લઈશું અને સાથ પણ નથી આપે. જણાવી દઈએ કે એમપીમાં પણ બીએસપીએ કોંગ્રેસને સમર્થન આપ્યો છે.

કર્ણાટકમાં પણ બીએસપીએ જેડીએસ-કોંગ્રેસના ગઠબંધનની સરકારને સમર્થન આપ્યો હતો પરંતુ તેમના એકમાત્ર ધારાસભ્યએ ફલોર ટેસ્ટથી પોતાને અલગ કરી લીધો હતો, જોકે પાર્ટીએ આવુ ન કરવાની ચેતવણી આપી હતી. કર્ણાટકમાં પણ સરકાર પાડયા બાદ બીજેપીના નેતાના ચેહરાઓ ખીલી ઉઠ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે બીજેપી કર્ણાટક સરકાર બનાવ્યા બાદ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં પણ મિશન કમળ માટે લાગેલી છે.

UAPA બિલ સંસદમાં પસાર, હવે સરકાર શકના આધારે કરી દેશે આતંકી જાહેર