Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > કડી પાલિકા દ્વારા સોમવારથી ત્રણ દિવસ દબાણ હટાઓ ઝુંબેશ

કડી પાલિકા દ્વારા સોમવારથી ત્રણ દિવસ દબાણ હટાઓ ઝુંબેશ

0
523

કડી નગરપાલિકા દ્વારા અગિયાર મહિના પહેલા જાહેરમાર્ગો ઉપર નું દબાણ હટાવવાની કામગીરી થયી હતી પરંતુ રાજકીય દબાણવશ દબાણ હટાવવાની કામગીરી બંધ કરી દેવામાં આવી હતી હવે ફરીથી અગિયાર મહિના બાદ નગરપાલિકા દબાણ દૂર કરવાની ઝુંબેશ સોમવાર થી ચાલુ કરી રહી છે ત્યારે પાલિકા સોમવાર થી શરૂ થયી રહેલી ત્રણ દિવસીય દબાણ હટાવો ઝુંબેશ કેવી અસરકારક રહે છે તે ચર્ચાનો વિષય બન્યો છે.

કડી શહેરના ગાંધીચોક, ગંજબજાર,સ્ટેશન રોડ, દેત્રોજ રોડ, કલાલ દરવાજા , સહારા ગેસ્ટહાઉસ સહિત વિસ્તારના વેપારીઓ દ્વારા જાહેર માર્ગો ઉપર બાંધેલ ગેરકાયદેસર બાંધકામ જેમાં પગથિયાં,ઓટલા દૂર કરવામાં આવશે.જાહેર માર્ગો પર ગેરકાયદેસર બાંધેલ બાંધકામ ટ્રાંફિકને અડચણ રૂપ થાય છે તેથી ટ્રાંફિક ની સમસ્યાએ ગંભીર રૂપ ધારણ કરી લીધું છે.

કડીમાં ટ્રાંફિક સમસ્યા ગંભીર બનતા પાલિકા દ્વારા અગિયાર માસ પછી ફરીથી દબાણ હટાવો ઝુંબેશ સોમવાર થી ત્રણ દિવસ પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવશે.પાલિકાએ શહેરના મુખ્ય જાહેર માર્ગ પરની 400 થી વધુની મિલકતોને પટ્ટા દોરી માર્કિંગ કરી હદ નક્કી કરી દેવામાં આવી હોવાનું કડી નગરપાલિકાદ્વારા જણાવ્યું હતું.

AMCના ફાયરસેફ્ટી સર્વેયરના ઘરમાં જ આગ, તો શહેરનું શું થશે?