Gujarat Exclusive > યુથ > મનોરંજન > ‘જજ મેન્ટ હૈ ક્યા’ પર વિવાદ, પોજ કોપી કરવાનો આરોપ

‘જજ મેન્ટ હૈ ક્યા’ પર વિવાદ, પોજ કોપી કરવાનો આરોપ

0
389

બોલીવૂડમાં કોપીરાઈટનો આરોપ લાગવો કોઈ નવી વાત નથી. લેટેસ્ટ મામલો કંગના રનોત અને રાજકુમાર રાવની ફિલ્મ ‘જજમેન્ટલ હૈ ક્યા’ને લઈને છે, જેના પર પોસ્ટર કોપી કરવાનો આરોપ લાગ્યો છે. એક યૂરોપિયન આર્ટિસ્ટે જજ મેન્ટલ હૈ ક્યા ફિલ્મના મેકર્સ પર આરોપ લગાવ્યો છે કે મેકર્સે તેમના કામની કોપી કરી છે. તેમને સોશિયલ મીડિયા પર કેટલાક પોસ્ટર શેર પણ કર્યા છે.

યૂરોપિયન આર્ટિસ્ટ ફ્લોરા બોરસીએ કંગના રનોત અને રાજકુમાર રાવની ફિલ્મ જજ મેન્ટ હૈ ક્યાંના મેકર્સ પર કોપીરાઈટનો આરોપ લગાવ્યો છે. ફેસબુક પર એક પોસ્ટમાં તેમને લખ્યું છે કે, તેમની પરવાનગી વગર આ ફિલ્મમાં તેમના એક પોજની કોપી કરવામાં આવી છે. પોતાની વાત સાબિત કરવા માટે આર્ટિસ્ટે કંગનાની તસવીર સાથે પોતાની સેમ પોજવાળી તસવીર શેર કરી છે. આશ્ચર્યજનક વાત તે છે કે, બંને તસવીરો એકદમ એક જેવી લાગી રહી છે.

પોસ્ટરને શેર કરતાં આર્ટિસ્ટ ફ્લોરા બોરસીએ લખ્યું- શું આમાં કોઈ સમાનતા છે? આ પોસ્ટર ફેમસ બોલીવૂડ મૂવી ‘જજ મેન્ટલ હે’ની છે. તેમને ના મારી પરવાનગી લીધઈ ના મને અપ્રોચ કર્યો. એક મોટી કંપની માટે આ શરમની વાત છે કે, એક ફ્રિલાન્સર આર્ટિસ્ટના કામની કોપી કરી રહ્યાં છે.

ફ્લોરાએ ફેસબુક સાથે-સાથે ટ્વિટર પર પણ જજમેંટલ હૈ ક્યાંના મેકર્સ સુધી પોતાની વાત પહોંચાડવાની કોશિષ છે. તેમને લખ્યું છે, ‘હાં, મને આ ફોટો કંઈક યાદ અપાવી રહ્યું છે… અરે યાદ આવ્યું.. આ તો બિલકૂલ મારા કામ જેવું છે.’

રાજકુમાર રાવના પોસ્ટરની પણ કોપી

ફ્લોરાએ રાજકુમારના પણ બે પોસ્ટર શેર કર્યા, જેમાં તેમના પોજ કોપી કર્યા હોય તેવું લાગી રહ્યું છે. ફ્લોરાએ લખ્યું, મને હાલ જ ખબર પડી કે, હું એકલી આર્ટિસ્ટ નથી. રાજકુમાર રાવના પોજ કઈ આર્ટિસ્ટના કામ પરથી કોપી કરવામાં આવ્યા છે, તે પણ સ્પષ્ટ થઈ શક્યું નહીં.

આર્ટિસ્ટને મળ્યો નેટિજન્સનો સાથ

સોશિયલ મીડિયા યૂઝર્સે આર્ટિસ્ટ માટે પોતાનો સપોર્ટ બતાવ્યો છે. કેટલાક લોકોએ ફ્લોરાએ કાનૂની કાર્યવાહી કરવાની સલાહ પણ આપી છે.

એક નેટિજને લખ્યું છે કે, ઈન્ડિયા હંમેશા ઓરિજનલ ક્રિએટરને કોઈ ક્રેડિટ આપ્યા વગર જ દરેક નાનામાં નામી ચીજની કોપી કરે છે.

જ્યારે એક યૂઝરે બોલીવૂડની આ આદતને ખરાબ ગણાવતા લખ્યું, બોલીવૂડ જેવી મોટી ઈન્ડસ્ટ્રીના લોકો કોપીનો સહારો લઈ રહ્યાં છે. આ કોશિષ ખુબ જ દયનિય છે. તમારે તેમને ટ્વિટર પર ટેગ કરવા જોઈએ અને તેમના પર કેસ ચલાવવા પર વિચાર કરવો જોઈએ. આ પ્રથમ વખત નથી જ્યારે તેમને બીજાના કામની નકલ કરી હોય.

મને સપોર્ટ કરવા માટે તમારા બધા લોકોનો આભાર, પરંતુ હું ઈચ્છતી નથી કે, કોઈ આવી રીતે કોઈ દેશ પ્રત્યે નફરત રાખે. આ બધુ મોટી ઈન્ડસ્ટ્રી અને આર્ટિસ્ટ વિશે નથી. જો કોઈ વ્યક્તિ કંઈ ખોટું કરે છે તો અમે તે દેશનો ખોટો સાબિત ઠેરવી શકીએ નહીં જ્યાં તે જન્મ્યો છે.

ફ્લોરાનું માનવું છે કે, આ વાતથી બોલીવૂડને કંઈ જ લેવા-દેવા નથી, પરંતુ ક્રિએટિવ રાઈટરને તેની જવાબદારી લેવી જોઈએ.

ફ્લોરા બોરસી હંગરીની એક ડિજિટલ આર્ટિસ્ટ છે, જે ડિજિટલ આર્ટ અને ફોટોગ્રાફીની ક્ષમતા રાખે છે. તેઓ યૂરોપ, એશિયા અને નોર્થ અમેરિકામાં એગ્જીબિશન પણ કરે છે.

પંજાબી ગાયક ગુરૂ રંધાવા પર કેનેડામાં જીવલેણ હુમલો