Gujarat Exclusive > દેશ-વિદેશ > PM મોદીનું ટ્વીટર એકાઉન્ટ હૈક કરનારની થઈ ઓળખ, જાણો કોણ છે ‘જૉન વિક’?

PM મોદીનું ટ્વીટર એકાઉન્ટ હૈક કરનારની થઈ ઓળખ, જાણો કોણ છે ‘જૉન વિક’?

0
65

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ની પર્સનલ વેબસાઈટ (narendramodi.in) સાથે સંકળાયેલ પર્સનલ ટ્વીટર એકાઉન્ટ (Twitter Account)ને ગુરુવારે સવારે હૈક કરી લેવામાં આવ્યું હતું. હૈકરે ટ્વીટર એકાઉન્ટ પર કોરોના મહામારી (Corona Pandemic)નો સામનો કરવા માટે લોકોને PM મોદી રિલીફ ફંડમાં પૈસા જમા કરવાની માંગ કરી છે.

આ સંદર્ભે અંદાજે અડધો ડઝન જેટલા ટ્વીટ કરવામાં આવ્યા હતા. આ તમામ ટ્વીટમાં લગભગ એક જ જેવા મેસેજ કરવામાં આવ્યા હતા. આટલું જ નહીં, લોકો પાસેથી બિટકૉઈન મારફતે ડોનેટ કરવા માટે કહેવામાં આવ્યું હતું.

જો કે રાહતની વાત એ રહી કે, થોડી વાર બાદ એકાઉન્ટને રિકવર કરી લેવામાં આવ્યું અને હૈકર્સના તમામ ટ્વીટ ડિલીટ કરી દેવામાં આવ્યા હતા. હાલ ટ્વીટરે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.

PM મોદીના આ ટ્વીટર હેન્ડલ પર અંદાજે 25 લાખ ફૉલોવર્સ છે. આથી એકાઉન્ટ હૈક થવાની સાથે જ હૈકર્સના મેસેજ ચોતરફ વાયરલ થવા લાગ્યા હતા. હૈકર્સે એકાઉન્ટને હૈક કર્યા બાદ લખ્યું હતું કે, આ એકાઉન્ટને જૉન વિક ([email protected])એ હૈક કર્યું છે. આ સાથે જ દાવો કરવામાં આવ્યો કે, Paytm મૉલ એપને હૈક કરવામાં તેમનો કોઈ હાથ નથી.

આ પણ વાંચો: ખાનગીકરણ તરફ આગળ વધશે મોદી સરકાર, દેશમાં માત્ર 4 જ સરકારી બેંકો બચશે

કોણ છે જૉન વિક?
જૉન વિક હૉલિવૂડની એક જાણીતી ફિલ્મ છે. જેમાં જૉન વિકની ભૂમિકા કિયાનુ રિવ્સને ભજવી છે. આ ફિલ્મ એક કાલ્પનિક કેરેક્ટર પર આધારિત છે. આ ફિલ્મમાં જૉન વિક્સ પોતાના શ્વાનને મારનારા બદમાશોને શોધ કરે છે. એવા બદમાશ, જેમણે તેનું સર્વસ્વ છીનવી લીધુ છે.

આ ફિલ્મના ત્રણ અલગ-અલગ પાર્ટ અત્યાર સુધીમાં રિલીઝ થઈ ચૂક્યાં છે. વર્ષ 2014માં પ્રથમ ફિલ્મ આવી હતી. જે બાદ આ ફિલ્મની બે સિક્વલ બનાવવામાં આવી ચૂકી છે.

શું છે અન્ય બે સિક્વલમાં?
આ ફિલ્મના અન્ય પાર્ટમાં એ દર્શાવવામાં આવ્યું છે કે, કેવી રીતે એક અનાથ વિકને તરાસોવ રુસી માફિયા ઉઠાવીને લઈ ગયા અને તેમને હત્યારા બનાવી દીધા. તેમની નિર્દયતાએ તેમને બાબા યાગા અને બૂગીમેનનું નામ આપ્યું હતું. જ્યારે ત્રીજા ભાગમાં આપણને તેના અસલી નામ જરદાની જોવોનોવિચ વિશે જાણવા મળે છે.

હંમેશા માટે હૈકરોની ચાલ
આ હૈકરોની હંમેશા માટે એક ચાલ હોય છે. હૈકર્સ કોઈને કોઈ એવા સ્ટારનું નામ લખે છે, જે લોકપ્રિય હોય. અનેક હૈકર્સે મિસ્ટર રોબૉટથી “ઈલિયટ એલ્ડરસન”નું નામ લીધુ છે. જેને રામી માલેકે ભજવી છે. PM મોદીના ટ્વીટર એકાઉન્ટને હૈક કરીને જૉન વીક નામ આપવામાં આવ્યું છે. જો કે જૉન વિકને કોઈ પણ ફિલ્મમાં સાઈબર સિક્યોરિટી એક્સપર્ટ કે હૈકર તરીકે નથી દર્શાવવામાં આવ્યો.

ઉલ્લેખનીય છે કે, 2 સપ્ટેમ્બરે જ જૉન વિકની ભૂમિકા ભજવનારા કિયાનૂ રિવ્સનો જન્મદિવસ હતો. જુલાઈમાં અનેક જાણીતી હસ્તિઓના ટ્વીટર એકાઉન્ટ હૈક થયા બાદ આજે વડાપ્રધાન મોદીના ટ્વીટર એકાઉન્ટ હૈક થવાની ઘટના સામે આવી છે.