Gujarat Exclusive > દેશ-વિદેશ > કન્હૈયા કુમાર પર દેશદ્રોહ કેસ વિરૂદ્ધ સરકારી વકીલ, કહ્યું- ચાર્જશીટમાં ગડબડ છે

કન્હૈયા કુમાર પર દેશદ્રોહ કેસ વિરૂદ્ધ સરકારી વકીલ, કહ્યું- ચાર્જશીટમાં ગડબડ છે

0
521

દિલ્હી સરકારના સરકારી વકીલ JNUના છાત્ર સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર સામે દેશદ્રોહનો આરોપ લગાવનારા વિરૂદ્ધ છે, તેમનું કહેવુ છે કે પોલીસ ચાર્જશીટમાં ગડબડ છે. દિલ્હી સરકારના ગૃહ વિભાગના સુત્રો દ્વારા માહિતી મળતા દિલ્હી સરકાર પોતાના સરકારી વકીલ રાહુલ મેહરાની સલાહ માંગી હતી કે શું કન્હેયા કુમાર અને તેમના સહયોગીઓ દ્વારા JNU કેમ્પસમાં આપવામાં આવેલુ ભાષણ દેશદ્રોહની શ્રેણીમાં આવે છે? એક રિપોર્ટ અનુસાર,આ કેસના જવાબમાં સરકારી વકીલ રાહુલ મેહરાએ કહ્યું કે, તેની અસલી ફરિયાદને વાંચી છે. જોકે, JNUની ઉચ્ચ સ્તરીય કમિટીને 9 ફેબ્રુઆરી 2016ની ઘટના વીશે આપી હતી. પરંતુ પોલીસે જે ચાર્જશીટ દાખલ કરી છે. તેમાં કેટલીક ભૂલો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સરકારી વકિલે પોતાના જવાબમાં કહ્યું કે, સરકારી નિતીઓનો વિરોધ કરવો દેશદ્રોહ ના કહી શકાય, સાથે જો વિરોધી અવાજોને દબાવી દેવામાં આવે તો તે લાંબા સમય માટે લોકતંત્ર માટે ખતરનાક સાબિત થઈ શકે છે. સરકારી વકીલ રાહુલ મેહરા અનુસાર પોલીસે આ મામલે ચાર્જશીટ વગર કોઇ પૂર્વ અનુમતિના દાખલ કરી છે અને પોલીસ તરફથી એવુ લાગે છે કે તે આ કેસને લઇને ચાલી રહેલી ચર્ચાઓનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહી છે.

રાહુલ મેહરા અનુસાર આરોપીઓ પર ખોટી કલમો લગાવવામાં આવી છે, જેને કારણે આરોપીઓનું જીવન પ્રભાવિત થઇ શકે છે, જે તમામ વિદ્યાર્થી છે.જે પણ થયુ, તે ભાવનાઓમાં વહીને થયુ અને જેમાં આરોપીઓની કોઇ રીતની હિંસા ભડકાવવા અથવા સાર્વજનિક અવગણનાનો કોઇ ઇરાદો નહતો.

મહત્વપૂર્ણ છે કે 9 ફેબ્રુઆરી, 2016માં જેએનયૂ કેમ્પસમાં વિદ્યાર્થી સંઘના તત્કાલીન અધ્યક્ષ કન્હૈયા કુમાર, ઉમર ખાલિજ, અનિર્બન ભટ્ટાચાર્ય સહિત કેટલાક વિદ્યાર્થીઓએ યૂનિવર્સિટી કેમ્પસમાં દેશ વિરોધી નારા લગાવ્યા હતા. આ નારા સંસદ હુમલાના આરોપી અફજલ ગુરૂને ફઆંસી આપવાના વિરોધમાં લગાવવામાં આવ્યા હતા. જેને લઇને આખા દેશમાં વિવાદ થયો હતો. પોલીસે આરોપીઓ પર આઇપીસીની કલમ 124એ (દેશદ્રોહ), 323, 465, 471, 143, 149, 147 અને 120બી હેઠળ કેસ દાખલ કર્યો હતો.

વડાપ્રધાન મોદીના ખોળામાં રમી રહેલુ આ બાળક કોણ છે? જાણો