Gujarat Exclusive > દેશ-વિદેશ > યાસીન મલિકે ISI પાસેથી લીધા પૈસા, ખુદ બનાવી 15 કરોડની સંપત્તિ:NIA

યાસીન મલિકે ISI પાસેથી લીધા પૈસા, ખુદ બનાવી 15 કરોડની સંપત્તિ:NIA

0
192

જમ્મુ કાશ્મીરના લિબ્રેશન ફ્રંટના પ્રમુખ યાસીન મલિક પાકિસ્તાન સાથે સંપર્કમાં હતો. યાસીનને ઘાટીમાં અશાંતિ ફેલાવવા માટે ઇસ્લામાબાદથી પૈસા પણ મળ્યા હતા. આટલુ જ નહી યાસીને 15 કરોડ રૂપિયાની સંપત્તિ પણ બનાવી છે. આ વાતો રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ પોતાના રિપોર્ટમાં કહી છે.

એનઆઇએ મલિક સહિત અન્ય કાશ્મીરી અલગાવવાદીઓ વિરૂદ્ધ ટેરર ફંડિગ મામલે તપાસ કરી રહ્યું છે. મલિકના વકીલ રજા તુફૈલે આ તમામ આરોપોને નકારી દીધા છે. તુફૈલે કહ્યું, આ બધુ મલિકની છબી ખરાબ કરવાની કવાયત છે.

તુફૈલે કહ્યું, ‘તેમણે દરેક પુરાવા શોધ્યા અને કેટલીક સંપત્તિઓને તેની સાથે જોડી પરંતુ તે નિષ્ફળ રહ્યાં, તમે તેમના ઘરે જશો ત્યારે તમને ખબર પડી જશે’. તુફૈલે કહ્યું કે જે વ્યક્તિ પાસે આટલી સંપત્તિ હશે તેની પાસે ઓછામાં ઓછા કાશ્મીરમાં એક સારો 2 બીએચકે હોવો જોઇએ.

એનઆઇએએ ટેરર ફંડિગ મામલે કાશ્મીરી બિઝનેસમેન જહૂર અહમદ શાહ વટાલી અને અન્ય લોકો વિરૂદ્ધ આરોપપત્ર દાખલ કર્યો હતો. આ લોકો પર હવાલા દ્વારા પાકિસ્તાનમાંથી પૈસા લેવાનો આરોપ છે, જેમાં લશ્કર-એ-તૈયબા જેવા આતંકી સંગઠન પણ સામેલ છે.

પોતાના રિપોર્ટમાં એનઆઇએએ દાવો કર્યો છે કે એકાઉન્ટ બુકથી ખબર પડે છે કે વટાલીએ પાકિસ્તાન ઉચ્ચાયોગ, હાફિઝ સઇદ અને અન્ય પાસેથી પૈસા લીધા છે. રિપોર્ટમાં આરોપ છે કે જપ્ત કરવામાં આવેલા અન્ય દસ્તાવેજમાં સામે આવ્યુ છે કે જમ્મુ અને કાશ્મીરમાં અલગાવવાદીઓને પૈસા વેચવામાં આવ્યા હતા. પૈસા મેળવનારાઓમાં યાસીન મલિક પણ સામેલ છે.

એનઆઇએનું કહેવુ છે કે યાસીન મલિકને 7 એપ્રિલ 2015માં વટાલીથી 15 લાખ રૂપિયા મળ્યા હતા. આ પૈસામાં કેટલાકનો પ્રયોગ વર્ષ 2016માં હિજબુલ મુજાહિદ્દીનના કમાંડર બુરહાન વાનીના મોત બાદ ઘાટીમાં અશાંતિ ફેલાવવા માટે કરવામાં આવ્યો હતો. આ આરોપો પર વકીલ તુફૈલે કહ્યું, ‘આ પુરી લેનદેનમાં યાસીન મલિક માત્ર સાક્ષી હતો.’

વટાલીએ આ પૈસા કોઇ અન્યને આપ્યા હતા અને મલિક તેનો એક સાક્ષી હતો, આ લેનદેન મલિકની હાજરીમાં થઇ હતી. આ વાત મલિકે એનઆઇએને જણાવી હતી. એનઆઇએએ એવો પણ આરોપ લગાવ્યો છે મલિક અને તેના સહયોગીઓએ નિયંત્રણ રેખા વ્યાપાર દ્વારા પૈસા ભેગા કર્યા હતા. આ વાતના ચાર સાક્ષી પણ છે. એજન્સીએ શ્રીનગરમાં મલિકના સ્વામિત્વ ધરાવતી 12 સંપત્તિઓની લિસ્ટ કરી છે.

ઝારખંડમાં ફરી મોબ લિંચિંગ, બે મહિલા સહિત 4 લોકોની હત્યા