Gujarat Exclusive > દેશ-વિદેશ > ચીનમાં વધી રહેલો અસંતોષઃ જિનપિંગને હવે તખ્તા પલટનો લાગતો ડર

ચીનમાં વધી રહેલો અસંતોષઃ જિનપિંગને હવે તખ્તા પલટનો લાગતો ડર

0
48
  • 2022ની નેશનલ કોંગ્રેસની બેઠક પહેલા જિનપિંગ સુરક્ષાતંત્ર વધુ મજબત બનાવવા માંગે છે
  • જિનપિંગને પડકારી શકે તેવું એકમાત્ર તાકાતવર જૂથ જિયાંગ જેમિન જૂથ
  • જિયાંગ જેમિન જૂથ પહેલેથી જ જિનપિંગના કાયમી રાષ્ટ્રપતિ બનવાની વિરોધમાં

બૈજિંગઃ સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ જમાવી દેશને સુપર પાવર બનાવવાનું સ્વપ્ન જોઈ રહેલા શી જિનપિંગને હવે પોતાની ગાદી જવાનો ડર લાગી રહ્યો છે. જિનપિંગને ડર છે કે દેશમાં ક્યાંક રાજકીય તખ્તાપલટ ન થાય. તેથી તેમણે આ વાત સુનિશ્ચિત કરવા માટે આકરા પગલા ઉઠાવવાની શરૂાત કરી છે. તેમણે તે સુનિશ્ચિત કરવા માંડ્યુ છે કે પોલીસ અધિકારી, ન્યાયાધીશ અને સ્ટેટના સિક્યોરિટી એજન્ટની જવાબદારી ફક્ત તેમના પ્રત્યે જ હોય.

વોશિંગ્ટન ડીસીમાં ઉઇઘુર ટાઇમ્સના સંસ્થાપક તાહિર ઇમીને જણાવ્યું છે કે જિનપિંગ આ વિશ્વ પર એકમાત્ર એવા નેતા છે જે કોઈપણ કેન્દ્ર સરકારમાં બધી 11 પોઝિશન લઈ શકે છે. પૂર્વ સીસીપી પાર્ટી સ્કૂલ પ્રોફેસર ચાઇ શિયાએ એફઆરએ ચાઇનીઝને ગયા મહિને જ બતાવ્યું કે સીસીપીની અંદર શી માટે મોટો પડકાર છે. તેમણે તે અંગે ખબર છે કે જો અમેરિકા ચીનના અર્થતંત્ર પર દબાણ બનાવે છે તો સીસીપીની કેન્દ્રિય સમિતિ તેમને રિપ્લેસ કરી શકે છે.

શી પ્રત્યે વફાદારી સુનિશ્ચિત કરવા પ્રયત્ન

જિનપિંગને 2022માં થનારી નેશનલ કોંગ્રેસ પહેલા દેશના સુરક્ષા તંત્રને મજબૂત કરવા માંગે છે. આથી જે અધિકારીની વફાદારીથી જિનપિંગને સંતોષ થતો નથી તેને માઓ સ્ટાઇલમાં પદાર્થપાઠ આપવામાં આવે છે. દરેક એજન્સીમાં એક જ મંત્ર ફૂંકી દેવાયો છે કે જિનપિંગની દરેક વાતને માનવામાં આવે. જુલાઈમાં જિનપિંગના વફાદાર શેન યિશિને એક અભિયાન ચલાવ્યુ હતુ જેનો હેતુ એવા લોકોને શોધવાનો હતો જે પક્ષ પ્રત્યે વફાદાર અને પ્રામાણિક નથી. માનવામાં આવે છે કે આવું એમ કરવામાં આવ્યું કેમકે પક્ષનું આંતરિક જૂથ સ્થાનિક અને વિદેશી મામલામાં લશ્કરની દરમિયાનગીરીથી ખુશ નથી.

આ પણ વાંચોઃ LAC વિવાદઃ ભારત-ચીન કમાન્ડરોની બેઠક પર બધાની નજર

કેન્દ્રીય શાસન માટે મુશ્કેલી

એશિયા રિસર્ચ ઇન્સ્ટિટ્યુટના સિનિયર ફેલો એન્ડ્રિય ફુલ્ડાનું કહેવું છે કે શીને ચીનની બહારથી પણ ભય છે. બહારથી લાગે છે કે સીસીપી ઘણી સ્થિર છે, પરંતુ તેવું નથી. જિનપિંગના સત્તા પર આવ્યા પછી તાકાતનું કેન્દ્રીકરણ થતા સીસીપીમાં પણ ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. આવામાં અધિકારીઓ સામે થતી કાર્યવાહીથી તે સમજી શકાય છે કે તેની પાછળનું મુખ્ય રાજકીય કેન્દ્ર સ્થાનિક અધિકારીઓને અંકુશિત કરવા અને શીની વફાદારી સુનિશ્ચિત કરવી કેન્દ્ર માટે વધારે મુશ્કેલ બની ગઈ છે.

રાજકીય અસ્થિરતાનો તબક્કો

પક્ષના કાર્યકરોમાં તે વાતની નારાજગી છે કે તેમની તુલનાએ સીસીપીના અધિકારીઓને વધારે સંરક્ષણ મળે છે. હવે આ કારણોસર ચીનમાં રાજકીય અસ્થિરતા અને પતનનો તબક્કો શરૂ થતો દેખાય છે. 2018માં જિનપિંગે રાષ્ટ્રપતિ પદની મહત્તમ મર્યાદા દૂરકરીને પોતાને સુપ્રીમ લીડર જાહેર કર્યા હતા. માનવામાં આવે છે કે જિનપિંગે આ પગલુ તખ્તા પલટના પ્રયત્નને ટાળવા જ કર્યુ હતુ.

આ પણ વાંચોઃ હવે ચીન સાથે આરપારની લડાઇ, ભારતે LAC પર બોફોર્સ તોપ ખડકી

વિરોધી જૂથમાંથી મળતા પડકાર

જિનપિંગે પોતાના વિરોધી જૂથ સામે ભ્રષ્ટાચારને લઈને અભિયાન ચલાવ્યુ છે. સામ્યવાદી પક્ષમાં જિનપિંગના આવ્યાના બે દાયકા પહેલા સૌથી તાકાતવર જૂથ જિયાંગ જોડાણ હતુ. તેનું નામ ચીનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જિયાંગ જેમિનના નામ પર રાખવામાં આવ્યુ હતુ અને તેમા સીસીપીના એલિટ સભ્યો પણ છે. તેઓ જિનપિંગ કાયમ માટે રાષ્ટ્રપતિ રહે તેના વિરોધમાં રહ્યા છે. જિનપિંગ 2012માં સત્તા પર આવ્યા પછી આ જૂથ સાથેના સંઘર્ષમાં રહ્યા છે.