Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > JEE Main પરીક્ષાનું પરિણામ જાહેર, ગુજરાતના નિસર્ગ ચડ્ઢાએ ટોપ કર્યું

JEE Main પરીક્ષાનું પરિણામ જાહેર, ગુજરાતના નિસર્ગ ચડ્ઢાએ ટોપ કર્યું

0
67
  • 24 વિદ્યાર્થીઓને મળ્યા 100% માર્ક્સ

  • 24માંથી 8 ટૉપર્સ તેલંગાણાથી, ગુજરાતમાંથી એક વિદ્યાર્થી ટૉપર્સ

નવી દિલ્હી: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) તરફથી JEE Main Exam-2020નું પરિણામ શુક્રવારે રાત્રે 11 વાગ્યે જાહેર કરી દેવામાં આવ્યું છે. NTAએ જૉઈન્ટ એન્ટ્રેન્સ એક્ઝામ (JEE)નું રિઝલ્ટ પરીક્ષા લેવાના એક અઠવાડિયા કરતાં પણ ઓછા સમયમાં જાહેર કરી દીધુ છે.

JEE મેઈન એક્ઝામના શુક્રવારે જાહેર કરવામાં આવેલા પરિણામોમાં 24 વિદ્યાર્થીઓને પૂરા 100 અંક પ્રાપ્ત થયા છે. ઉલ્લેખનીય છે કે, એન્જિનિયરિંગ કોર્સમાં એડમિશન માટે લેવાતી આ પરીક્ષા કોરોના મહામારીના કારણે અગાઉ 2 વખત ટાળવામાં આવી ચૂકી છે. આખરે ઉગ્ર વિરોધ વચ્ચે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં આ પરીક્ષા લેવામાં આવી હતી.

આ એક્ઝામમાં સૌથી વધુ તેલંગાણાના 8 વિદ્યાર્થીઓએ 100 ટકા પરસેન્ટાઈલ મળ્યાં છે. જ્યારે દિલ્હીના 5, રાજસ્થાનના 4, આંધ્ર પ્રદેશના 3, હરિયાણાના 2 અને ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી 1-1 વિદ્યાર્થીને 100 ટકા માર્ક્સ મળ્યા છે.

જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ (JEE)ની મુખ્ય પરીક્ષા 1 થી 6 સપ્ટેમ્બરની વચ્ચે લેવામાં આવી હતી. IIT, NIT અને કેન્દ્ર સરકારના આર્થિક સહાયથી ચાલતી એન્જિનિયરિંગ સંસ્થાઓમાં પ્રવેશ માટે લેવામાં આવતા આ પરીક્ષા માટે કુલ 8.58 લાખ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. જેમાંથી લગભગ 74 ટકા ઉમેદવારોએ પરીક્ષા પણ આપી હતી.

જેઈઈ-મેઈન પરીક્ષા એક અને બેના પરિણામના આધારે જ વિદ્યાર્થીઓ JEE-એડવાન્સની પરીક્ષામાં બેસી શકશે. JEE-Advanceની એક્ઝામ 27 સપ્ટેમ્બરે યોજાવાની છે. જેમાં પાસ થનારા વિદ્યાર્થીઓને જ IITમાં પ્રવેશ મળશે.

આ પણ વાંચો:  9/11ના એ ગુમનામ હીરો, જેમણે આતંકી હુમલાથી ‘વ્હાઇટ હાઉસ’ને બચાવ્યું

JEE મેઈન 2020ની પરીક્ષાનું આયોજન એન્જિનિયરિંગ કૉલેજોમાં સ્નાતક કોર્સમાં પ્રવેશ માટે 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી કરવામાં આવ્યું છે. આ પરીક્ષાનું પરિણામ જાહેર કરવાની સંભાવિત તારીખ JEE એડવાન્સની વેબસાઈટ પર આપવામાં આવી છે. જૉઈન્ટ સીટ એલોકેશન ઓથૉરિટી (JoSAA) દ્વારા સીટ ફાળવણી કરવા માટે કાઉન્સલિંગનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે.

JEEની સત્તાવાર માહિતી પ્રમાણે, આ પરીક્ષા માટે કુલ 8.58 લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જો કે કોરોના મહામારી અને પુરની સ્થિતિના પગલે અંદાજે 6.35 લાખ એટલે કે 75% વિદ્યાર્થીઓએ જ પરીક્ષામાં ભાગ લીધો હતો.
NTAની સત્તાવાર વેબસાઈટ jeemain.nta.nic.in / અને https://www.nta.ac.in/ પર તમે પરિણામ તપાસી શકો છો.

જણાવી દઈએ કે, JEE મેઈન એક્ઝામનું આયોજન વર્ષમાં બે વખત કરવામાં આવે છે. આ વર્ષે JEE મેઈનની પ્રથમ પરીક્ષા જાન્યુઆરી 2020માં યોજાઈ હતી. જે બાદ JEE-2020ની બીજી પરીક્ષા એપ્રિલમાં લેવાની હતી. જો કે કોરોના મહામારીની કારણે તેને સપ્ટેમ્બરમાં લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

JEE Mainનું પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓને કટ ઑફ માર્ક્સના આધારે JoSAA મારફતે કાઉન્સલિ માટે અરજી કરવાની રહેશે. કાઉન્સલિંગથી IIT, NIT અને GFTIમાં એડમિશનની તક મળશે. ટૉપ 2.5 લાખ વિદ્યાર્થીઓને IITમાં એડમિશન માટે JEE એડવાન્સમાં બેસવાની તક મળશે.

કેવી રીતે ડાઉનલૉડ કરશો JEE- Main રિઝલ્ટ-2020

→ સૌ પ્રથમ JEE મેઈનની સત્તાવાર વેબસાઈટ jeemain.nta.nic.in પર જાઓ
→ હોમ પેજ પર જોવા મળી રહેલા ‘JEE Mains 2020 Results’ની લિંક પર ક્લિક કરો
→ લોગ-ઈન ડિટેલ્સ અને રજિસ્ટ્રેશન નંબર વગેરે વિગતો ભરીને સબમિટ કરો
→ હવે તમારા મોબાઈલ સ્ક્રીન પર JEE-Main-2020 દેખાડશે. જેને ડાઉનલોડ કરો અને પછી તેની પ્રિન્ટ નીકાળો અથવા તો સ્ક્રીન શૉટ પણ લઈ શકો છો.