Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સુરતઃ રત્નકલાકાર સંઘના પ્રમુખ ગજેરાની આર્થિક તંગીને કારણે આત્મહત્યા

સુરતઃ રત્નકલાકાર સંઘના પ્રમુખ ગજેરાની આર્થિક તંગીને કારણે આત્મહત્યા

0
66

જયસુખ ગજેરા રત્નકલાકારો માટે લડાઇ લડતા હતા

સુરત: આર્થિક રીતે પડી ભાંગેલા રત્નકલાકારો માટેની લડાઈ લડતા સુરત રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખ જયસુખ ગજેરા (Jaysukh Gajera)એ સુરત કામરેજ વિસ્તારમાંથી પસાર થતી તાપી નદીના પૂલ પરથી છલાંગ લગાવી આત્મહત્યા કરી છે. જયસુખ ગજેરાએ કૂદકો માર્યાની જાણ થતાં તંત્ર દોડતું થઈ ગયું હતું. ફાયરની ટીમે ગજેરા (Jaysukh Gajera)નો મૃતદેહ શોધી કાઢ્યો હતો. આર્થિક સંકડામણના કારણે જયસુખ ગજેરાએ આત્મહત્યા કરી હોવાનું ચર્ચાય રહ્યું છે.

સુરતમાં કામ કરતાં રત્નકલાકારોના હકની લડાઈ લડતાં રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખ જયસુખ ગજેરા (Jaysukh Gajera)એ કામરેજ ખાતેથી પસાર થતી તાપી નદીમાં કૂદકો લગાવી આત્મહત્યા કરી લીધી છે.

બુધવારે રાત્રે તેમનો પરિવારે ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સંપર્ક થઈ શક્યો ન હતો,

જેથી પરિવાર અને મિત્રોએ તેમની શોધખોળ શરૂ કરી હતી.

અનેક જગ્યાએ શોધખોળ કરતાં ગજેરા (Jaysukh Gajera)ની બાઈક અને ચપ્પલ કામરેજ હાઇવે પાસે આવેલા તાપી નદી પરના કઠોર બ્રિજ પાસે મળી હતી, બાદમાં તેમનો મૃતદેહ નદીમાંથી મળ્યો હતો.

ગજેરા (Jaysukh Gajera) છેલ્લા કેટલાક વર્ષોથી રત્નકલાકારોના પ્રશ્નોને તંત્ર અને સરકાર સામે ઉઠવતાં હતાં.

રત્નકલાકારોને નોકરીમાંથી છૂટા કરી દેવા, તેમને નોકરી પર રાખવા,

કોઈનું મોત થાય તો તેના પરિવારને આર્થિક સહાય, રત્નકલાકારોને વતન જવા બસ-ટ્રેન, મકાન,

આરોગ્ય સહિતના મુદ્દાઓના ઉકેલના પ્રયાસ તેઓ કરતાં હતાં.

હાલમાં જ કોરોના ફેલાવવા માટે રત્નકલાકારો જવાબદાર છે તેવી સરકારે હાઈકોર્ટમાં કરેલી એફિડેવિટ મુદ્દે પણ તેઓ હાઈકોર્ટમાં કેસ કરવાના હતાં.

આ પણ વાંચો: ખેલૈયાઓ માટે ખુશખબર! સરકાર નવરાત્રિ માટે પરમિશન આપી શકે છે

જયસુખ ગજેરા (Jaysukh Gajera) આમ તો હસમુખા સ્વભાવના હતાં, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેઓ આર્થિક સંકડામણમાં હતાં.

વરાછા મીની બજાર ખાતે આવેલી રત્નકલાકાર વિકાસ સંઘની ઓફિસનું ભાડુ પણ ઘણા મહિનાઓથી ભરાયું ન હતું.

ખાસ કરીને લોકડાઉનના કારણે આર્થિક સ્થિતિ વધુ નબળી થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ચેમ્બર્સ ઑફ કોમર્સના કાર્યકારી પ્રમુખ અને જીજેઈપીસીના રિજનલ ચેરમેન દિનેશ નાવડિયાને પ્રમુખ પદેથી રાજીનામું આપવાનું જયસુખ ગજેરાએ જણાવ્યું હતું. સાથે જ નવા હોદ્દેદારોની વરણી કરવાનું પણ કહ્યું હતું.