Gujarat Exclusive > દેશ-વિદેશ > જાપાનના એનિમેશન સ્ટૂડિયોમાં ભીષણ આગ, 24ના મોત

જાપાનના એનિમેશન સ્ટૂડિયોમાં ભીષણ આગ, 24ના મોત

0
271

જાપાનના ક્યોટો શહેરમાં આવેલા એક એનિમેશન સ્ટૂડિયોમાં (Animation Studio) ગુરૂવારે અચાનક આગ લાગી જતા 24 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્સમાં (Media Reports) આ ઘટનાની જાણકારી મળી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગુરૂવારે સવારે અંદાજે 10:30 કલાકે લોકપ્રિય ટીવી એનીમેશન શ્રેણી અને કલાકૃતિઓના નિર્માણ માટે પ્રસિદ્ધ ક્યોટો એનિમેશન કંપનીના ત્રીજા માળે અચાનક આગ ફાટી નીકળી હતી.

આ ઘટનાની પોલીસને જાણ કરનાર એક વ્યક્તિ અને સહિત એક શંકાસ્પદ શખ્સને પોલીસે અટકાયતમાં લીધા છે. એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આગ લગાવવા માટે પેટ્રોલનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

દિલ્હીની ગેરકાયદે કૉલોનીમાં રહેનારા 50 લાખ લોકોના સપના પૂરા કરશે AAP સરકાર