Gujarat Exclusive > દેશ-વિદેશ > મંદીથી પરેશાન, જાણીતા ઉદ્યોગપતિએ PM મોદીને પૂછ્યું, ‘શું સ્વર્ગથી ઉતરશે વિકાસ?’

મંદીથી પરેશાન, જાણીતા ઉદ્યોગપતિએ PM મોદીને પૂછ્યું, ‘શું સ્વર્ગથી ઉતરશે વિકાસ?’

0
847

ઓટો સેક્ટરની (Auto Sector) ટોપની કંપનીઓમાં સામેલ બજાજ ઓટોના (Bajaj Auto) ચેરમેન રાહુલ બજાજે (Rahul Bajaj)કેન્દ્રની મોદી સરકારની (Modi Govt) આર્થિક નીતિઓની આકરી ટીકા કરી હતી. આ સાથે તેમણે ઓટો ઈન્ડસ્ટ્રીઝની કથળતી જતી હાલત અંગે ચિંતા વ્યક્ત કરી છે. બજાજ ઓટોની સામાન્ય વાર્ષિક બેઠક (AGM)માં શેર ધારકોને સંબોધિત કરતા રાહુલ બજાજે જણાવ્યું કે, ઓટો સેક્ટર ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. કાર, કોમર્શિયલ વ્હીકલ્સ અને ટૂ વ્હીલર્સ સેગ્મેન્ટની સ્થિતિ સારી નથી. કોઈ માંપ નથી અને કોઈ ખાનગી રોકાણ પણ નથી, તો આવા સ્થિતિમાં વિકાસ ક્યાંથી સ્વર્ગમાંથી ઉતરશે?

આ સાથે જ રાહુલ બજાજે મોદી સરકાર પર ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવતા જણાવ્યું કે, સરકાર સ્વીકારે કે ના સ્વીકારે પરંતુ IMF અને વર્લ્ડબેંકના આંકડા જણાવે છે કે, છેલ્લા 3-4 વર્ષોમાં વિકાસમાં ઘટાડો થયો છે. બીજી સરકારોની જેમ આ સરકાર પણ પોતાનો હસતો ચહેરો દેખાડવા માંગે છે અને આજ સચ્ચાઈ છે.

પુત્રના પણ સરકાર પર પ્રહાર
અગાઉ રાહુલ બજાજના પુત્ર અને કંપનીના MD રાજીવ બજાજે પણ ઈલેક્ટ્રિક વ્હિકલને લઈને મોદી સરકારની યોજનાઓ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. સામાન્ય બજેટ રજૂ થયા બાદ એક ઈન્ટરવ્યુમાં રાજીવ બજાજે જણાવ્યું કે, આ સરકાર રાતોરાત બધું બદલી દેવા માંગે છે. રાજીવ બજાજે સરકારને પ્રશ્ન પૂછ્યો હતો કે, જો ભવિષ્યમાં ગ્રાહક ઈલેક્ટ્રિક વ્હિકલના મૉડરનો સ્વીકાર ના કરે, તો ઓટો ઈન્ડસ્ટ્રીઝનું શું થશે? શું અમે દુકાન બંધ કરીને ઘેર બેસી જઈએ?

ઓટો ઈન્ડસ્ટ્રીઝ માટે કપરો સમય
જણાવી દઈએ કે, ઓટો ઈન્ડસ્ટ્રીઝ ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. ઓટો કંપનીઓના સંગઠન “સિયામ”ના આંકડા પ્રમાણે, જૂનમાં કારોનું વેચાણ 24.97 ટકા ઘટ્યું છે. જૂનમાં આ આંકડો 1,39,628 યુનિટ્સ રહ્યો, જે ગત વર્ષે જૂનમાં 1,83,885 યુનિટ્સ હતો. આ સતત 8મો મહિનો છે, જ્યારે વાહનોના વેચાણમાં ઘટાડો નોંધાયો હોય. આ આંકજા સામે આવ્યા બાદ ઓટો ઈન્ડસ્ટ્રીઝે સરકાર આ ઘટાડાને રોકવા તથા નોકરીઓને સુરક્ષિત રાખવા માટે યોગ્ય પગલા ભરવાનો આગ્રહ કર્યો છે.

‘છોકરીઓ છોડો દેશમાં હવે તમારા છોકરાઓ પણ સુરક્ષિત નથી’