Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > જામનગર મનપામાં વિપક્ષી મહિલા કોર્પોરેટર લોકપ્રશ્ને બન્યા રણચંડી

જામનગર મનપામાં વિપક્ષી મહિલા કોર્પોરેટર લોકપ્રશ્ને બન્યા રણચંડી

0
256

જામનગર: મહાનગરપાલિકામાં થોડા દિવસો પૂર્વે જ શાશક પક્ષ કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ અધિકારીની ચેમ્બરમાં હાથમાં ધોકો લઈને રજૂઆત કરવા માટે ગયા હતા અને ફાઈલો છૂટા ઘા કર્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. આજે ફરી વખત વિપક્ષના મહિલા કોર્પોરેટર જૈનમબેન ખફીએ અધિકારીની ચેમ્બરમાં ફાઈલો ઉડાડવાના દ્રશ્યો સામે આવ્યા છે.

જામનગર મહાનગરપાલિકામાં થોડા દિવસો પૂર્વે સત્તાપક્ષ અને કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ રેકડીના પ્રશ્ને અધિકારીની ચેમ્બરમાં ધોકાવાળી કર્યાં બાદ જામનગર મહાનગરપાલિકામાં વિપક્ષી કોર્પોરેટર જૈનમબેન ખફીને સાઈન બોર્ડને રીન્યૂ કરવા બાબતના પ્રશ્ને છેલ્લા ઘણા મહિનાથી હેરાનગતી કરવામાં આવે છે.


આ બાબતે અનેક વખત રજૂઆત કરવા છત્તાં કોઈ નિરાકરણ નથી આવ્યું. આ મુદ્દે જામનગર મહાનગર પાલિકાના વોટર વકર્સ શાખા અને એસ્ટેટ વિભાગ એકબીજા પર ચલક ચલાણું રમી રહ્યા હોઈ તેમ જણાવી રહ્યું છે. એક તરફ આ બિલ્ડિંગનો પાણી વેરો બાકી હોય પરમિશન આપવામાં આવશે નહી, જયારે બીજી તરફ આ બિલ્ડિંગમાં નળ કનેક્શન જ નથી. જેનું રોજ કામ પણ કરાવવામાં આવ્યું છે. આમ છતાં પણ આ અધિકારીઓ એકબીજા ટોપી પધરાવી માલ ખાવા માટે પરમિશન નથી આપી રહ્યા હોવાનો આક્ષેપ પણ જૈનમબેને દ્વારા કરાયો છે.

ગુજ. યૂનિ. કુલપતિ હિમાંશુ પંડ્યા PM મોદીને પણ નથી ગાંઠતા, આપે છે બોગસ સંસ્થાઓને માન્યતા