Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > જામનગર: દીકરીને દેહ વ્યાપારના ધંધામાં ધકેલવાના કેસમાં 6 આરોપીને આજીવન કેદ

જામનગર: દીકરીને દેહ વ્યાપારના ધંધામાં ધકેલવાના કેસમાં 6 આરોપીને આજીવન કેદ

0
292

જામનગરમાં દીકરીને દેહ વ્યાપારના ધંધામાં ધકેલવાના કેસમાં કોર્ટે 6 આરોપીને આજીવન કેદની સજા સંભળાવી છે. જ્યારે માતા અને બહેનને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ ઘટનામાં એક ઉદ્યોગપતિ પણ સંકળાયેલો છે જેની શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

જામનગરમા ચકચાર જગાવનાર કેસની વિગત એવી છે કે, શહેરના સીટી સી ડિવિઝન પોલીસ મથક હેઠળના એક વિસ્તારમાં રહેતા રૂકસાનાબેન નામની મહિલાએ પોતાની જ ૧૫ વર્ષની સગીરવયની પુત્રીને ધાકધમકી આપી વેશ્યા વૃતિમાં ધકેલી હતી.જેમાં રૂકસાનાબેનની મોટી પુત્રી મુસ્કાને પણ પોતાની બહેનને ધમકી આપી માતાની મદદ કરી ગ્રાહકો પાસે દેહવ્યાપાર માટે જવા માટે મજબૂર કરી હતી.અંતે સગીરાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તેણીની માતા, બહેન સહીત રણજીતસિંહ જાડેજા,બસીર હસન સાજણ, વિનોદ ઉર્ફે ભુરા હીરાભાઈ, કિરણભાઈ, જેરામભાઈ બોરીચા, અકબરગુલામ બદરમીયા સામે દુષ્કર્મ,પોકસો સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધી અદાલતમાં ચાર્જશીટ કર્યું હતું.

આ કેસ અદાલતમાં ચાલી જતાં ભોગ બનનાર સગીરાએ તેણીની માતા જ અંગત લાભ માટે ભોગ બનનાર સગીરાને તેમના ઘેર અને ગ્રાહકો સાથે અન્ય સ્થળે દેહવ્યાપાર માટે મોકલતી હોવાનું નિવેદન આપ્યું હતું. આ ચકચારી કેસમાં સરકારી વકીલ કોમલબેન ભટ્ટની ખુબજ ધારદાર રજૂઆત, તપાસનીશ અધિકારી, તબીબની જુબાની, દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઇ કોર્ટે આઠ આરોપીઓમાંથી માતા અને બહેનને સાત વર્ષની કેદ જયારે અન્ય છ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવાનો હુકમ કર્યો છે. આ સમગ્ર કેસમાં ઉદ્યોગપતિ આરોપી ભાવેશ સાયાણી હજુ ફરાર હોઈ કોર્ટે દ્વ્રારા ઉદ્યોગપતિ સામે ધરપકડ વોરન્ટ ઇસ્યુ કરવામાં આવશે.

દાંતીવાડાના 12 ગામના ઠાકોર સમાજનું બંધારણ પડકારે છે ભારતીય બંધારણને