Gujarat Exclusive > દેશ-વિદેશ > મોદી કેબિનેટનો મહત્વનો નિર્ણય : સરકારી અધિકારીઓ માટેની યોજના મંજૂર

મોદી કેબિનેટનો મહત્વનો નિર્ણય : સરકારી અધિકારીઓ માટેની યોજના મંજૂર

0
62
  • બુધવારના રોજ યોજાઇ કેન્દ્રીય કેબિનેટની બેઠક
  • કેબિનેટે કર્મયોગી યોજનાને મંજૂરી આપી
  • જમ્મુ-કાશ્મીર માટે રાજભાષા બિલ પાસ

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીની આગેવાનીમાં બુધવારના રોજ કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઇ. આ દરમ્યાન અનેક વિષયો પર મંથન કરવામાં આવ્યું. આ સાથે જ મોટા નિર્ણયો પણ લેવામાં આવ્યાં. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટના નિર્ણયોને વિશે જાણકારી આપી. સરકાર તરફથી જમ્મુ-કાશ્મીર માટે રાજભાષા બિલ લાવવામાં આવ્યું. કેન્દ્ર સરકારે બુધવારના રોજ કર્મયોગી યોજના (Karmyogi Yojana) ને મંજૂરી આપી છે. જે અંતર્ગત અધિકારીના કૌશલ્યને વધારવામાં આવશે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર માટે રાજભાષા બિલ પણ પાસ કરવામાં આવ્યું.

પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, “ગયા સપ્તાહે સરકારી નોકરીમાં ભરતી માટે અલગ-અલગ ટેસ્ટને હટાવી એક જ ટેસ્ટની વાત કરી હતી. હવે આજે કેબિનેટે કર્મયોગી યોજનાને મંજૂરી આપી દીધી છે. જે સરકારી અધિકારીઓના કામને કેવી રીતે ઉત્તમમાં ઉત્તમ કરવામાં આવી શકે તે અંતર્ગત કામ કરશે. આ યોજના સરકાર તરફથી અધિકારીઓના કૌશલ્યને વધારવાની સૌથી મોટી યોજના છે.”

આ પણ વાંચોઃ PM મોદીના 7 વર્ષ જૂના ટ્વિટને રિટ્વિટ કરી ચિદમ્બરમના પ્રહાર, ‘હું એ જ કહેવા માંગુ છું’

કર્મયોગી યોજના અંતર્ગત સિવિલ સર્વિસના લોકોને નવી ટેક્નિક, તેમની ક્ષમતા પર ધ્યાન આપવાની કોશિશ કરવામાં આવે. જે અંતર્ગત વ્યક્તિગતથી લઇને સંસ્થાગત રીતે વિકાસ કરવામાં આવે. આ યોજનાની જાણકારી આપતા DOPT સચિવે જણાવ્યું કે, “એ માટે વડાપ્રધાનની આગેવાનીમાં એક HR કાઉન્સિલ બનશે. જે આ પૂરા મિશન અંતર્ગત નિયુક્તિ પર નિર્ણય કરશે. આ સાથે જ એક મોટા સ્તર પર ઓનલાઇન પ્લેટફોર્મ પણ બનાવવામાં આવશે.”

 

જમ્મુ-કાશ્મીર પર રાજભાષા બિલને મંજૂરી

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, “જમ્મુ-કાશ્મીર માટે રાજભાષા બિલ (jammu kashmir official languages bill) લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હિંદી-ઉર્દુ-ડોગરી-કશ્મીરી-અંગ્રેજી ભાષાઓ સામેલ રહેશે.” કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીર રાજ્ય દ્વારા આ અંગેની ઘણા દિવસોથી માંગ થઇ રહી હતી, જેને હવે પૂર્ણ કરવામાં આવેલ છે. આ બિલને સંસદગૃહમાં રજૂ કરાશે. પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, “આ સાથે જ ત્રણ નવા MoUને પણ મંજૂરી આપવામાં આવી છે. જેમાં જાપાન-વસ્ત્ર મંત્રાલયની વચ્ચે થયેલી સમજૂતી પણ શામેલ છે.

આ પણ વાંચોઃ અતિવૃષ્ટિથી નુકસાની ભોગવી રહેલા ખેડૂતો માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત