Gujarat Exclusive > દેશ-વિદેશ > ‘તેમને મારો જેમણે કાશ્મીરને લૂંટ્યો? વિવાદ થતા જમ્મુ- કાશ્મીરના રાજ્યપાલે માંગી માફી

‘તેમને મારો જેમણે કાશ્મીરને લૂંટ્યો? વિવાદ થતા જમ્મુ- કાશ્મીરના રાજ્યપાલે માંગી માફી

0
163

જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કાશ્મીરમાં ભ્રષ્ટાચાર અને આતંકવાદીઓને સુરક્ષા દળના સ્થાન પર રાજ્ય અને દેશને લૂંટનારાને મારવાના નિવેદન પર સ્પષ્ટતા કરી છે. સત્યપાલ મલિકે કહ્યું, મે જે કઇ પણ કહ્યું, તે ત્યાં સતત વધતા ભ્રષ્ટાચારને કારણે આવેલી હતાશા અને ગુસ્સામાં કહ્યું હતું. રાજ્યપાલના રૂપમાં મારે આવુ નિવેદન આપવુ નહતું જોઇતું, પરંતુ મારો અંગત વિચાર તે જ છે, જે મે કહ્યું કે ઘણા રાજનેતા અને મોટા અધિકારી ભ્રષ્ટાચારમાં ડુબેલા છે.’

લદ્દાખ સંભાગના કારગિલમાં એક પ્રવાસન કાર્યક્રમમાં મલિકે કહ્યું, ‘આ યુવકો જેમને હથિયાર ઉઠાવ્યા છે તે પોતાના જ લોકોની હત્યા કરી રહ્યાં છે, તે પીએસઓ (અંગત સુરક્ષા અધિકારી) અને એસપીઓ (વિશેષ પોલીસ અધિકારી)ની હત્યા કરી રહ્યાં છે, તેમની હત્યા કેમ કરી રહ્યાં છો? તેમની હત્યા કરો જેમણે કાશ્મીરની સંપત્તિ લૂંટી છે, શું તમે તેમાંથી કોઇને માર્યા છે?

રાજ્યપાલની આ ટિપ્પણી પર પૂર્વ મુખ્યમંત્રી અને જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફ્રેસના નેતા ઉમર અબ્દુલ્લાએ પ્રતિક્રિયા આપી હતી. ઉમર અબ્દુલ્લાએ કહ્યું, ‘મલિકે દિલ્હીમાં પોતાની પ્રતિષ્ઠાની તપાસ કરવી જોઇએ.’ અબ્દુલ્લાએ ટ્વીટ કર્યુ, ‘આ વ્યક્તિ જે એક જવાબદાર બંધારણીય પદ પર છે અને તે આતંકવાદીઓને ભ્રષ્ટ ગણાતા નેતાઓની હત્યા માટે કહી રહ્યો છે, બાદમાં ઉમર અબ્દુલ્લાએ કહ્યું, ‘આ ટ્વીટને સાચવી રાખો- આજ પછી જમ્મુ-કાશ્મીરમાં માર્યા ગયેલા કોઇ પણ નેતા અથવા સેવા નિવૃત અધિકારીની જો હત્યા થાય છે તો સમજવામાં આવશે કે આ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકના આદેશ પર કરવામાં આવી છે.’

ભારતે વર્લ્ડ બેન્ક પાસેથી દેવુ લેવાનો કેમ ઇનકાર કર્યો? અમરાવતી પર સંકટના વાદળ