Gujarat Exclusive > દેશ-વિદેશ > જમ્મુ-કાશ્મીરમાં 30 જુલાઇએ ભાજપની કોર ગ્રુપની બેઠક, પીએમ મોદી અને શાહ રહેશે હાજર

જમ્મુ-કાશ્મીરમાં 30 જુલાઇએ ભાજપની કોર ગ્રુપની બેઠક, પીએમ મોદી અને શાહ રહેશે હાજર

0
533

ભારતીય જનતા પાર્ટી (બીજેપી)એ જમ્મુ કાશ્મીરની વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. જમ્મુ કાશ્મીરમાં 30 જુલાઇએ ભાજપની કોર ગ્રુપ (BJP Core group)ની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહેશે. આ બેઠકમાં જમ્મુ કાશ્મીર બીજેપીના કેટલાક નેતા હાજર રહેશે.

માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષના અંત સુધી જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજાઇ શકે છે. લોકસભાએ જમ્મુ કાશ્મીરમાં 3 જુલાઇથી છ મહિના માટે રાષ્ટ્રપતિ શાસન વધારવામાં આવ્યુ હતું. ગૃહમંત્રી અમિત શાહે પણ કહ્યું છે કે કેન્દ્ર તૈયાર છે, ચૂંટણી પંચ જ્યારે ઇચ્છે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી કરાવવાનો નિર્ણય લઇ શકે છે. જમ્મુ કાશ્મીરમાં ડિસેમ્બર 2019માં રાષ્ટ્રપતિ શાસન લાગૂ છે. આ પહેલા જૂન 2018થઈ અહી રાજ્યપાલ શાસન લાગુ હતું.

મહત્વપૂર્ણ છે કે મોદી સરકારે કાશ્મીર ઘાટીમાં આશરે 10 હજાર જવાનોને મોકલવાનો આદેશ આપ્યો છે. સરકારના આ નિર્ણયથી રાજ્યમાં હલચલ વધી ગઇ છે. મહબૂબા મુફ્તી સહિત કેટલાક નેતાઓએ કેન્દ્ર સરકારના આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે.

અજીત ડોભાલનો કાશ્મીર પ્રવાસ

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ કાશ્મીરનો ત્રણ દિવસનો પ્રવાસ પુરો કરી શુક્રવારે પરત ફર્યા છે. કેટલાક લોકો કાશ્મીરમાં 100 વધુ કંપનીઓ મોકલવાને કલમ 35એને ભંગ કર્યા પહેલા કેન્દ્રની તૈયારીના રૂપમાં જોઇ રહ્યાં છે તો કેટલાક કાશ્મીરમાં આતંક વિરોધી અભિયાનોમાં ઝડપ લાવવા માટે જોઇ રહ્યાં છે.

ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીર પ્રવાસ દરમિયાન રાજ્ય તંત્રને સુરક્ષાને ધ્યાનમાં રાખીને 100 વધુ કંપની મોકલવાની માંગ કરી હતી, જેને હવે મંજૂરી મળી છે.

આર્ટિકલ 35-Aને લઇને ભડક્યા મહબૂબા, કહ્યું- ‘છેડછાડ માટે જે હાથ ઉઠાવશે તે રાખ થઇ જશે’