Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > જાધવ પર જીત: 1 રૂપિયાની ફી લેનાર હરીશ સાલ્વેએ પાકિસ્તાનના 20 કરોડના વકીલને આપી માત

જાધવ પર જીત: 1 રૂપિયાની ફી લેનાર હરીશ સાલ્વેએ પાકિસ્તાનના 20 કરોડના વકીલને આપી માત

0
923

ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)માં કુલભૂષણ જાધવ મામલે (Kulbhushan Jadhav) પાકિસ્તાનને મળેલ કારમા પરાજય બાદ સોશિયલ મીડિયા (Social Media) પર ભારતીય વકીલ હરીશ સાલ્વેની (Harish Salve) ભરપૂર પ્રસંશા થઈ રહી છે. પાકિસ્તાને (Pakistan) ICJમાં બે વકીલો બદલ્યા, જ્યારે ભારતના (India) સાલ્વે એકમાત્ર તે બન્નેને ભારે પડ્યા અને જાધવની ફાંસી રોકવામાં સફળતા મળી. સૌથી ખાસ વાત એ છે કે, દેશના જાણીતા વકીલ હરીશ સાલ્વેએ પાકિસ્તાનની જેલમાં બંધ જાધવનો કેસ આંતરરાષ્ટ્રીય અદાલતમાં લડવા માટે ફી તરીકે માત્ર એક રૂપિયો જ લીધી. જ્યારે પાકિસ્તાને જાધવવે જાસૂસ સાબિત કરવા માટે પોતાના વકીલને 20 કરોડ રૂપિયાથી વધૂ ચૂકવ્યા છે.

સાલ્વેના તર્કોથી પાકિસ્તાનનો પર્દાફાશ
સાલ્વેએ ICJમાં પાકિસ્તાનને પછાડવા માટે જાધવ કેસના પાયામાં વિયના સંધિના ઉલ્લંઘનનો ઉલ્લેખ કર્યો. સાલ્વેએ પોતાના તર્કોથી સાબિત કર્યું કે, પાકિસ્તાને જાધવને કાઉન્સિલર એક્સેસ ના આપીને વિયેના સંધિનું ઉલ્લંઘન કર્યું છે. આ ઉપરાંત ભારતીય નાગરિકની સજા સ્થગિત કરવામાં સફળ રહ્યા. સાલ્વેએ પોતાના તર્કો દ્વારા જાધવને ભારતીય નાગરિક સાબિત કરવામાં સફળ રહ્યા હતા. સાલ્વેના તર્કો આગળ પાકિસ્તાની વકીલ ખાવર કુરૈશી (Khawar Qureshi) બિનઅસરકારક જોવા મળ્યા. સાલ્વેની દલીલોના કરાણે જ ICJએ 15-1થી ભારતના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો છે. તેમણે પાકિસ્તાનના જૂઠનો પર્દાફાશ કરવા માટે એવા તર્કો રજૂ કર્યા અને જણાવ્યું કે, પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય કાયદાના ધજાગરા ઉડાવ્યા છે.

સાલ્વેના પ્રસંશામાં સોશિયલ મીડિયા પર ટ્વીટ
જાધવની જીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર સાલ્વેની સોશિયલ મીડિયા પર ભરપુર પ્રસંશા થઈ રહી છે.

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી, મધ્યસ્થતા પેનલના રિપોર્ટ પર રહેશે નજર

સાલ્વે દેશના સૌથી મોંઘા વકીલ
ઉલ્લેખનીય છે કે, નેધરલેન્ડની હેગ સ્થિત ICJમાં ભારત તરફથી હરીશ સાલ્વેએ દલીલો રજૂ કરી. તેમણે પાકિસ્તાનના જૂઠ્ઠાણાનો પર્દાફાશ કરવા માટે અનેક તર્કો રજૂ કર્યા હતા. સાલ્વે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ છે અને તેમની ગણના દેશના સૌથી મોંઘા વકીલોમાં થાય છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, તેમની એક દિવસની ફી 30 લાખ રૂપિયા છે, પરંતુ જાધવનો કેસ તેમણે માત્ર 1 રૂપિયામાં લડ્યો. તેઓ 1999 થી 2002 સુધી દેશના સોલિસિટર જનરલ રહી ચૂક્યા છે. તેમના પિતા એનકેપી સાલ્વે પૂર્વ કોંગ્રેસ સાંસદ હતા. એપ્રિલ 2012માં જ તેમનું નિધન થઈ ગયું હતું.

જાધવના કેસ માટે માત્ર ₹ 1ની ફી
તત્કાલિન વિદેશ મંત્રી (Foreign Minister) સુષ્મા સ્વરાજે (Sushma Swaraj) 15 મેં 2017ના રોજ એક ટ્વીટમાં જાણકારી આપી હતી કે, હરીશ સાલ્વેએ જાધવનો કેસ લડવા માટે માત્ર એક રૂપિયો જ લીધો છે. જ્યારે પાકિસ્તાન સરકારે ગત વર્ષે દેશની સંસદમાં બજેટ રજૂ કર્યું હતું. જેમાં જણાવાયું હતું કે, ધ હેગમાં આંતરરાષ્ટ્રીય અદાલતમાં જાધવને કેસ લડનારા વકીલ ખાવર કુરૈશીને 20 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

 પાકિસ્તાની સરકારે ટીકાનો સામનો કર્યો
કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી કાનૂનમાં સ્નાતક ખાવર કુરૈશી ICJમાં કેસ લડનારા સૌથી ઓછી ઉંમરના વકીલ પણ છે. ખરાબ આર્થિક વ્યવસ્થાનો સામનો કરી રહેલા પાકિસ્તાને જાધવ કેસ પર આટલી મોટી રકમ કર્ચ કરવા પર સરકારને ભારે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. .

હરીશ સાલ્વે વિશે જાણો

નામ: હરીશ સાલ્વે
ઉંમર: 64 વર્ષ
જન્મ: 22 જૂન,1955 (ધૂલે, મહારાષ્ટ્ર)
શિક્ષા: બી.કૉમ, LLB
અનુભવ: 31 વર્ષ
પુરસ્કાર: પદ્મ ભૂષણ
હૉબી: સંગીત, પિયાનો વગાડવો

જાણીતા કેસો

કુલભૂષણ જાધવ કેસ
હિટ એન્ડ રન કેસમાં સલમાન ખાનની પૈરવી
ટેક્સ વિવાદમાં વોડાફોનની પૈરવી

ક્યાં-ક્યાં લડે છે કેસ

સુપ્રીમ કોર્ટ
દેશની તમામ હાઈકોર્ટ
ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ
કોર્ટની ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ

કર્ણાટક સંકટ: કુમારસ્વામી સરકારનું ભવિષ્ય આજે નક્કી થશે, વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ