Gujarat Exclusive > દેશ-વિદેશ > રામ મંદિર સંકલ્પ: 81 વર્ષનાં આ દાદીએ 28 વર્ષથી અન્નનો દાણો નથી લીધો

રામ મંદિર સંકલ્પ: 81 વર્ષનાં આ દાદીએ 28 વર્ષથી અન્નનો દાણો નથી લીધો

0
55
  • 53 વર્ષનાં હતાં ત્યારથી રામ મંદિરનાં નિર્માણનો સંકલ્પ કર્યો હતો
  • ભૂમિ પૂજનનાં દિવસે અયોધ્યા જઇ રામલલાનાં દર્શન કરવાની ઇચ્છા
  • સતત 28 વર્ષથી અન્નનો દાણો ન ખાતા 5 ઓગસ્ટે સંકલ્પ પૂર્ણ થશે


જબલપુરઃ
રામ મંદિર (Ram Temple) નિર્માણને લઇને મધ્યપ્રદેશનાં જબલપુરની એક મહિલાએ જે સંકલ્પ કર્યો હતો તે હવે પૂર્ણ થવા જઇ રહ્યો છે. જબલપુર રહેવાસી 81 વર્ષની દાદી ઉર્મિલા ચતુર્વેદીએ 28 વર્ષ પહેલાં વિવાદિત માળખું તૂટતા સંકલ્પ લીધો હતો કે જ્યાં સુધી રામ મંદિર (Ram Temple) નું નિર્માણ શરૂ નહીં થાય ત્યાં સુધી તે અન્ન ગ્રહણ નહીં કરે અને હવે જ્યારે 5 ઓગસ્ટનાં રોજ રામ મંદિરનાં નિર્માણ માટે ભૂમિપૂજન થવા જઇ રહ્યું છે તો ઉર્મિલાને પોતાનો સંકલ્પ પૂર્ણ થતો જોવા મળી રહ્યો છે.

1992માં જ્યારે તેનું નિર્માણ તૂટ્યું હતું ત્યારે ઉર્મિલા ચતુર્વેદી 53 વર્ષનાં હતાં. રામમંદિરનું નિર્માણ તૂટ્યા બાદ જ્યારે દેશમાં રમખાણો થયા તો તેનાંથી આઘાત થતા ઉર્મિલાએ સંકલ્પ લીધો હતો કે જે દિવસે સૌની સહમતિથી મંદિરનું નિર્માણ શરૂ થશે તે દિવસથી જ તેઓ અન્ન ગ્રહણ કરશે.

આ પણ વાંચોઃ અ’વાદનાં આ ગામમાં કોરોનાનાં 29 કેસ આવતા હાહાકાર, સુરતમાં ex કોર્પોરેટરનું નિધન

બાકીનું જીવન અયોધ્યામાં વિતાવવા ઇચ્છે છે

રામનાં નામનું ભજન કરતા છેલ્લાં 28 વર્ષથી વગર અન્ને જીવિત રહેનાર દાદી ઉર્મિલા ચતુર્વેદીનું કહેવું છે કે તેમની ક્યારનીય ઇચ્છા હતી કે ભૂમિપૂજનનાં દિવસે તેઓ અયોધ્યા જઇને રામલલાનાં દર્શન કરે પરંતુ સૌએ જણાવ્યું કે, “આ શક્ય નથી કેમ કે ત્યાં આમંત્રણ મળવા પર જ જઇ શકાય છે. ઉર્મિલા ચતુર્વેદીનું કહેવું છે કે તેમનો સંકલ્પ પૂર્ણ થઇ ગયો છે. ત્યારે હવે તેમની ઇચ્છા બસ એટલી જ છે કે અયોધ્યામાં રહેવાની થોડી જગ્યા મળી જાય તો તેઓ પોતાનું બાકી જીવન ત્યાં વિતાવી શકે.

કંઠસ્થ છે રામાયણની ચોપાઇઓ

ઉર્મિલા ચતુર્વેદીએ જ્યાં એક તરફ રામ મંદિરનું નિર્માણ શરૂ થવા સુધી અન્ન ગ્રહણ ના કરવાનો સંકલ્પ લીઘો હતો. ત્યારે હવે તેમનો વધારે સમય પૂજા-પાઠ અને રામાયણ વાંચવામાં જ વીતે છે. છેલ્લાં અનેક વર્ષોથી તેમની દિનચર્યામાં કોઇ જ ફેરફાર પણ નથી જોવા મળ્યો.

ઉર્મિલા ચતુર્વેદી સવારનાં વહેલા ઉઠીને પૂજા કર્યા બાદ ઘરનાં બાળકો સાથે સમય વિતાવે છે અને ત્યાર બાદ રામાયણ વાંચે છે. આમ તો દાદી એકલાં દિવસભર રામાયણ વાંચે છે પરંતુ સમય મળવા પર અનેક વાર ઘરનાં અન્ય સભ્ય પણ તેમની સાથે રામાયણ અથવા ગીતા વાંચે છે.

આ પણ વાંચોઃ ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર પર રામ મંદિરની એડવર્ટાઈઝની કિંમત કેટલી?