Gujarat Exclusive > દેશ-વિદેશ > કમલનાથના ભાણા રતુલ પુરી પર એક્શન, જપ્ત થઇ 254 કરોડની બેનામી સંપત્તિ

કમલનાથના ભાણા રતુલ પુરી પર એક્શન, જપ્ત થઇ 254 કરોડની બેનામી સંપત્તિ

0
248

આયકર વિભાગે રતુલ પુરીના 254 કરોડ રૂપિયા મૂલ્યના ‘બેનામી શેર’ જપ્ત કરવામાં આવ્યા છે,તેના આ શેર ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલીકોપ્ટર ઘોટાળા મામલામાં એક નકલી કંપનીના માધ્યમથી કથિત રીતે એક શંકાસ્પદથી પ્રાપ્ત થયા છે. અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી હતી. પુરી મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના ભાણેજ છે. બેનામી સંપત્તિ લેવડ-દેવળ અધિનિયમ હેઠળ શેર ‘બિન-સંચયી અનિવાર્ય પરિવર્તનીય પ્રાથમિકતા શેર’(CCPS)એ જપ્ત કરવા અસ્થાયી આદેશ આપ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ રકમ ઓપ્ટિમાં ઈફ્રાસ્ટ્રાક્ચર પ્રાઈવેટ લિમિટેડમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ તરીકે સ્વીકારવામાં આવી છે. ઓપ્ટિમાં ઈફ્રાસ્ટ્રક્ચરનો સંબંધ રતુલ પુરીના પિતા દીપક પુરીની કંપની મોજર બેયર સાથે છે.

આયકર વિભાગે કમલનાથના ભાણેજ પર આરોપ લગાવ્યો કે, 254 કરોડ રૂપિયાના રોકાણ સમૂહની એક અન્ય કંપની એચઈપીસીએલ દ્વારા સૌર પેનલોના આયાતનું વધુ બિલ બતાવવામાં આવ્યા છે. તેના માટે દુબઈના રાજીવ સક્સેનાના એક નકલી કંપનીની મદદ લેવામાં આવી હતી.સક્સેના અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલીકોપ્ટર ઘોટાળાનો આરોપ છે.

પ્રવર્તન નિદેશાલય કૌભાંડ મામલામાં સક્સેનાની ધરપકડ થઈ ચુકી છે. જ્યારે રતુલ પુરીના મામલામાં પૂછપરછ ચાલી રહી છે. અધિકારિઓએ જણાવ્યું કે, રતુલ પુરીને આ બેનામી શેરનો લાભ પ્રાપ્ત થયો અને તેના પર ઉપયુક્ત કાયદા હેઠળ આરોપ લગાવ્યા હતા. આયકર વિભાગના રતુલ અને દીપક પુરીની કંપનીઓ અને પ્રતિષ્ઠા પર આ વર્ષે એપ્રિલમાં રેડ કરી હતી.

રાજ્યભરમાં ભારે વરસાદ, ધરમપુરમાં 11, રાજકોટમાં 10 ઇંચ વરસાદ, આજી ડેમ ઓવરફ્લો