Gujarat Exclusive > દેશ-વિદેશ > હવે 22 જુલાઇએ બપોરે લોન્ચ થશે ચંદ્રયાન-2, ઇસરોએ કરી જાહેરાત

હવે 22 જુલાઇએ બપોરે લોન્ચ થશે ચંદ્રયાન-2, ઇસરોએ કરી જાહેરાત

0
337

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો) હવે 22 જુલાઇએ બપોરે 2.43 વાગ્યે ચંદ્રયાન-2 મિશનને લોન્ચ કરશે. ભારતનું બીજુ ચંદ્રમા મિશન 15 જુલાઇએ જીએસએલવી-એમકે-3ના ક્રાયોજેનિક એન્જિનની હીલિયમ બૉટલમાં લીકને કારણે રોકવુ પડ્યુ હતું. યાનના પ્રક્ષેપણથી માત્ર 56 મિનિટ પહેલા તેને રોકવો પડ્યો હતો.ઇસરોએ ઓફિશિયલ રીતે જીએસએલવી-એમકે-3માં આવેલી ટેકનિકલ ખામીની પૃષ્ટી કરી હતી.

એક વરિષ્ઠ વૈજ્ઞાનિકે કહ્યું હતું કે એન્જિનમાં લિક્વિડ ઓક્સીજન (ઓક્સીડાઇજર) અને લિક્વિડ હાઇડ્રોજન (ઇંધન) ભર્યા બાદ હીલિયમને ભરવાનું કામ થઇ રહ્યું હતું. પ્રક્રિયા 350 વખત સુધી હીલિયમની બોટલ પર દબાણ નાખવાનું હતું અને આઉટપુટને 50 વખત સેટ કરવાનું હતું. હીલિયમ ભર્યા બાદ અમે જોયુ તે દબાણ ઝડપથી ઓછુ થઇ રહ્યું હતું, જેનાથી લીકના સંકેત મળ્યા હતા. ટીમે ગેસ બોટલમાં અસલ લીકનું સ્થાન શોધ્યુ અને તેની ખામીને દૂર કરી હતી.

શ્રીહરિકોટામાં સોમવારે દેશભરના 5,000 લોકો પ્રથમ વખત રોકેટ લોન્ચને પોતાની આંખથી જોવા માટે ભેગા થયા હાત, તેમણે આ રીતની નિરાશાની આશા નહતી. મિશન કંટ્રોલ સેન્ટરની વીઆઇપી ગેલેરીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ હાજર હતા. મિશન રોકાવાથી બધા નિરાશ થયા હતા.

978 કરોડ રૂપિયાના ચંદ્રયાન મિશનમાં જીએસએલવી-એમકે-3 લોન્ચ વ્હીકલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં થ્રી-સ્ટેજ ક્રાયોજેનિક ટેકનિકથી લેન્સ સીઇ-20 એન્જિન લાગેલુ છે. ક્રાયોજેનિક સ્ટેજમાં ઇંધન તરીકે લિક્વિડ હાઇડ્રોજન અને ઓક્સીડાઇજરના રૂપમાં લિક્વિડ ઓક્સીજનનો ઉપયોગ કરે છે.

સરકારી જમીનનો વર્ષોથી ઉપયોગ કરનારા લોકો માટે સારા સમાચાર