Gujarat Exclusive > દેશ-વિદેશ > ચંદ્ર બાદ હવે ઈસરોની નજર સૂર્ય ઉપર

ચંદ્ર બાદ હવે ઈસરોની નજર સૂર્ય ઉપર

0
545

ચંદ્રની સપાટીના અધ્યયન માટે ચંદ્રયાન-2ને સફળતાપૂર્વક લોન્ચ કર્યા બાદ હવે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો)નો હવે પછીનો ટાર્ગેટ લક્ષ્ય સૂર્યનો છે. આ ટાર્ગેટ હેઠળ આવતા વર્ષે ‘આદિત્ય એલ-1’ સોલર મિશન લોન્ચ કરશે. આદિત્ય એલ-1 એક સેટેલાઈટ છે અને આ સોલર મિશન દ્વારા ઈસરો સૂર્યના કોરોનાનો અધ્યયન કરશે. સૂર્ય ગેસોના વાળદોથી ઘેરાયેલો છે અને આનો સૌથી બહારનો ભાગને કોરોન કહેવામાં આવે છે.

પીટીઆઈ અનુસાર આ મિશન પૃથ્વીના જળવાયુ પરિવરત્નનું અધ્યયન અને તેના પૂર્વાનુમાન લગાવવાની કોશિષ કરશે. આદિત્ય એલ-1ને 2020ના મધ્ય સુધી લોન્ચ કરવામાં આવશે. આ સેટેલાઈટને પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર સ્થિત એક વિશેષ કક્ષામાં (હાર્લો ઓર્બિટ)માં સ્થાપિત કરવામાં આવશે. અહીંથી આના દ્વારા પૃથ્વી અને કોરોના પર નજર રાખી શકાશે. ઈસરો અનુસાર કોરોનાનું તાપમાન દસ લાખ ડિગ્રી કેલ્વિન (શૂન્ય કેલ્વિન= -273.15 ડિગ્રી સેલ્સિયસ)થી વધારે છે. જ્યારે તેના પછી સૂર્યની નજીક તાપમાન આનાથી ઘણું ઓછું 6000 કેલ્વિન છે.

અત્યાર સુધી વૈજ્ઞાનિકો તે શોધી શક્યા નથી કે, કોરોનાનો તાપમાન આટલો બધો કેમ છે. આદિત્ય એલ-1થી આ પ્રશ્નનો જવાબ શોધવાની કોશિષ કરવામાં આવશે. ઈસરોના આ મિશનને સરકારની મંજૂરી મળી ચૂકી છે અને આને શ્રીહરિકોટાથી પીએસએલવી-એક્સએલ રોકેટમાં લોન્ચ કરવામાં આવશે. ઈસરોએ પોતાની વેબસાઈટમાં કહ્યું છે કે, આ સેટેલાઈટ સૂર્યમાંથી નિકળનાર કણોનું પણ અધ્યયન કરશે.

આ છે TOP-10 સેલિબ્રિટી, જે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને રળે છે કરોડો રૂપિયા