Gujarat Exclusive > યુથ > મનોરંજન > વિદેશી ‘છોરી’નો બિકીનીમાં બોલ્ડ ‘દેશી’ અંદાજ

વિદેશી ‘છોરી’નો બિકીનીમાં બોલ્ડ ‘દેશી’ અંદાજ

0
1415

ઈરાનની એક્ટ્રેસ અને હોટ મૉડલ મંદાના કરીમી (Mandana Karimi) ફરી એક વખત ચર્ચામાં છે. આ ચર્ચાનું કરણ તેની સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટ છે. જેમાં તે બિકીની પહેરીને પોતાના ફોટો સાથે કવિતા શેર કરી છે.

મંદાનાએ પોતાની આ પોસ્ટમાં જે કવિતા શેર કરી છે તેનું શિર્ષક છે The Sin..એટલે કે પાપ. આ કવિતા Forough Farrokhzadએ લખી છે.

આ પ્રથમ વખત નથી, જ્યારે મંદાના કરીમીએ સોશિયલ મીડિયા પર એવી ફોટો શેર કરી હોય. અગાઉ પણ તે બિકીની આવા જ પ્રકારના કપડ પહેરેલા ફોટોમાં જોવા મળી હતી. જેના કારણે તેની આકરી આલોચના પણ થઈ હતી.

જણાવી દઈએ કે, મંદાના દેખાવમાં સુંદર હોવા ઉપરાંત સોશિયલ મીડિયામાં ખુબ સક્રિય રહે છે. તે અવારનવાર પોતાના એવા ફોટો શેર કરે છે, જેના કારણે ટ્રોલર્સના નિશાના પર આવી જાય છે.

મંદાના કરીમીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, સોશિયલ મીડિયામાં તેને ટ્રોલ કરનારા લોકોને રોકવા સરળ નથી. આથે તે લોકોની વાતો પર કોઈ ધ્યાન નથી આપતી.

 

મંદાના છેલ્લે ત્યારે વિવાદોમાં ઘેરાઈ હતી, જ્યારે તેણે પોતાની શ્રીલંકા ટૂરના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આ તસવીરોને લઈને યુઝર્સે ભદ્દી કોમેન્ટો કરી હતી.

સોશિયલ મીડિયા યુઝર્સે બિકીની અને મોનોકિનીમાં શેર કરેલ ફોટોને લઈને મંદાનાની ટીકા કરી હતી. જેને લઈને મંદાનાએ જણાવ્યું કે, તમે શું પહેરો છો, તે તમારી મરજી છે, જેના પર અન્ય કોઈને વાંધો ના હોવો જોઈએ.

મંદાના કરીમીએ પોતાની બિકીની પહેરેલા ફોટોને લઈને જણાવ્યું હતું કે, હું બિકીની પહેરૂ છું. તે મારી પસંદ છે. કોઈને મારી પસંદ નક્કી કરવાનો કોઈ અધિ્કાર નથી. હું બિકીની પહેરૂ કે કંઈ બીજુ પહેરુ મારી ટિકા કરનારને હું રોકી ના શકું. તે લોકો મારી મજાક ઉડાવતા રહેશે,. આથી હું તેમની વાતો પર ધ્યાન નથી આપતી.

 


મંદાના કરીમીએ પોતાના કેરિયરની શરૂઆત એર હોસ્ટેસ તરીકે કરી હતી. જો કે બાદમાં મૉડલિંગમાં હાથ અજમાવવા માટે તેણે એરહોસ્ટેસની કારકિર્દી છોડી દીધી હતી. મંદાના કરિમી શાહરૂખ ખાન, સૈફ અલી ખાન, કરીના કપૂર સાથે ટીવી એડ્સ પણ કરી ચૂકી છે. મંદાનાએ ‘રૉય’, ‘ક્યા કૂલ હૈ હમ’ અને ‘મે ઔર ચાર્લ્સ’માં કામ કર્યું છે. મંદાનાએ માર્ચ 2017માં ભારતીય બિઝનેસમેન ગૌરવ ગુપ્તા સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 2017માં તેણે ગૌરવ વિરૂદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ દાખલ કર્યા હતા. મંદાના કરીમી 2015માં બિગબૉસ-9માં જોવા મળી હતી, મંદાનાએ હાલમાં જ એક ટીવી સિરિયલમાં કામ કર્યું હતું.

જણાવી દઈએ કે, બોલીવુડમાં #MeToo જ્યારે બહું જ ચગ્યું હતું, ત્યારે બોલીવુડ એક્ટર મંદાના કરીમી પણ #MeToo અભિયાનનો હિસ્સો બની ગઈ હતી અને તેણે ક્યા કૂલ હૈ હમના ડિરેક્ટર ઉમેશ ઘડગે વિરૂદ્ધ યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. આ સિવાયા મંદાના કરીમી ફિલ્મ નિર્દેશક સાજિદ ખાન પર પણ સંગીન આરોપ લગાવી ચૂકી છે. જો તે વિવાદો મારફતે ચર્ચામાં રહેવાનો આ ફંડા ગ્લેમર વર્લ્ડ માટે નવો નથી. હવે મંદાના કેટલી સફળ થાય છે, તે તો આગામી સમય બતાવશે.