Gujarat Exclusive > દેશ-વિદેશ > ઈરાને બ્રિટિશ જહાજ પર કબ્જો કરી ધ્વજ ફરકાવ્યો, 18 ભારતીય પણ હતા સવાર

ઈરાને બ્રિટિશ જહાજ પર કબ્જો કરી ધ્વજ ફરકાવ્યો, 18 ભારતીય પણ હતા સવાર

0
336

બ્રિટિશનો તેલનો જહાજ પોતાના કબ્જામાં લીધા પછી ઈરાને પોતાનો ધ્વજ લહેરાવ્યો હતો જેનો વીડિયો પણ જાહેર કર્યો છે. વીડિયોમાં દેખાય છે કે કઇ રીતે ગાર્ડ્સ બ્રિટિશ શિપને ચારે બાજુથી ઘેરીને તેનો કબજો કરી લીધો છે.

શુક્રવારે ઈરાને બ્રિટિશમાં રજિસ્ટર્ડ અને સાઊદી અરબ જઈ રહેલા જહાજ સ્ટીના એમ્પોરોને ઝડપી પાડયા હતા.ઈરાનના એક અધિકારીએ જણાવ્યું હતું કે જહાજ પર હાજર 23 ક્રુ મેમ્બરો સુરક્ષિત છે અને તેમનુ સ્વાસ્થ સારુ છે જેમાં 18 ભારતીયો હતા.આ દરમિયાન હાઈજેક કરવાનાં થોડા સમય પહેલા એક ઓડિયો સામે આવ્યો હતો જેમા એક જવાન ઈરાનના વિશેષ સુરક્ષા દળોને સ્ટીના એમ્પોરો પર આવવાની ના પાડી રહ્યો હતો.

એ જ રેડિયો મેસેજમા સાંભળી શકાય છે કે હાઈજેક દરમિયાન એક ઈરાની બોટ સ્ટીના એમ્પોરોને પાછા જવા માટે કહી રહી હતી. સ્ટીનાને ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે જો તમે વાત માનશો તો સુરક્ષિત રહેશો.
ત્યારબાદ ઈરાનના વિશેષ સુરક્ષાદળના એક હેલિકોપ્ટર દ્વારા બ્રિટિશો જહાજ પર પહોંચી ગયા હતા અને આ જહાજને આંતરરાષ્ટ્રીય પાણી ક્ષેત્રથી ઇરાની પાણી વિસ્તાર સુધી લઈ ગયા હતા.

ખાસ વાત એ છે કે હાઈજેકના સમયે બ્રિટિશના યુદ્ધ જહાજ મોન્ટ્રોઝ માત્ર એક કલાક દૂર હતું.તે જ સમયે યુનાઈટેડ નેશન્સમાં ઈરાનને જાણ કરતી વખતે યુકેએ ગેરકાયદે પગલાં લેવાની ફરિયાદ કરી હતી.અગાઉ ઈરાનના એક જહાજને 4 જુલાઇએ ગિબરાલ્ટર યુકેમાં જપ્ત કરવામાં આવ્યું હતું .બ્રિટીશ વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે તે યુરોપિયન યુનિયનની પ્રતિબંધોનું ઉલ્લંઘન કરી રહ્યું છે.જણાવી દઈ એ કે યુનાઇટેડ નેશન્સ, યુરોપિયન યુનિયન અને યુએસ ભારે નિયંત્રણોનો સામનો કરી રહ્યા છે.જો કે, ઈરાની વિદેશ પ્રધાન મોહમ્મદ જાવાદ જરિફે કહ્યું છે કે બ્રિટીશ જહાજ ‘સમાન વિચારધારા’ ની ક્રિયામાં ફસાયેલ નથી.

ઇમરાન ખાને મેટ્રોમાં મુસાફરી કરી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રિઝવવા પ્રયાસ કર્યો