Gujarat Exclusive > IPL 2020 > CSKને વધુ એક ફટકો, રૈના પછી ભજ્જી પણ IPL-2020માંથી ખસ્યો

CSKને વધુ એક ફટકો, રૈના પછી ભજ્જી પણ IPL-2020માંથી ખસ્યો

0
104
  • સુરેશ રૈના પણ અંગત કારણસર IPL-2020માંથી ખસ્યો

  • CSKના બે ખેલાડી અને 11 સ્ટાફ મેમ્બર કોરોના પોઝિટિવ

  • 19 સપ્ટેમ્બરથી શરૂ થશે IPL-2020

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (Ipl Match latest News Update) શરૂ થતા પહેલા ચેન્નઈ સુપર કિંગ્સ (Ipl Match latest News Update) ની મુશ્કેલી વધી ગઇ છે. સુરેશ રૈના પછી હવે ઓફ સ્પિનર હરભજન સિંહ (Ipl Match latest News Update) પણ ટૂર્નામેન્ટમાંથી ખસી ગયો છે. હરભજન પણ અંગત કારણોથી IPLમાંથી ખસ્યો છે. સુરેશ રૈના દેશ પરત ફરી ચુક્યો છે. જ્યારે હરભજન તો ટીમ સાથે યુએઈ ગયો જ નહતો.

રિપોર્ટ મુજબ હરભજન સિંહે અંગત કારણોસર IPL 2020થી પોતાનું નામ પરત ખેંચ્યુ છે.

40 વર્ષના અનુભવી સ્પિનર હરભજન સિંહે (Ipl Match latest News Update) IPL કરિયરમાં કુલ 160 મેચ રમ્યો છે.

તેણે આ દરમિયાન 26.44 એવરેજ સાથે 150 વિકેટ ઝડપી છે. તેનો ઇકોનોમી રેટ 7.05 છે.

આ પણ વાંચો: CSKને વધુ એક ફટકો, સુરેશ રૈના IPL-2020 નહીં રમે

ચેન્નઈ સુપર કિંગ્સ પાસે હરભજન (Ipl Match latest News Update) સિવાય ત્રણ અન્ય મુખ્ય સ્પિનર છે.

તેમાં લેગ સ્પિનર ઇમરાન તાહિર, ડાબોડી સ્પિનર મિશેલ સેન્ટનર અને લેગ સ્પિનર પીયૂષ ચાવલા સામેલ છે.

હરભજન સિંહ (Ipl Match latest News Update) પહેલાં સુરેશ રૈના પણ પારિવારિક કારણોથી IPLમાંથી ખસી ગયો હતો.

તે પછી ફ્રેન્ચાઇઝી અને સુરેશ રૈનાના સંબંધોમાં તણાવના સમાચાર મળ્યા હતા.

હરભજન સિંહે (Ipl Match latest News Update) ગત વર્ષે IPLમાં 16 વિકેટ ઝડપી હતી. IPLના ઇતિહાસમાં સૌધી વધુ વિકેટ લેવાના મામલે હરભજન સિંહ ત્રીજા નંબરે છે.

IPLમાં લસિથ મલિંગાએ સૌથી વધુ 170 વિકેટ, અમિત મિશ્રાએ 157 વિકેટ અને હરભજને 150 વિકેટ લીધી છે.

આ પણ વાંચો: ચેન્નઈ સુપરકિંગ્સ ટીમમાં કોરોનાનો પગપેસારો, ધોની સહિત સમગ્ર ટીમ ક્વોરન્ટાઈન

CSKના બે ખેલાડી અને 11 સ્ટાફ સંક્રમિત

હાલમાં CSK ટીમના 2 ખેલાડી દિપક ચહર અને ઋતુરાજ ગાયકવાડ અને 11 સ્ટાફ મેમ્બરના કોરોના ટેસ્ટ પોઝિટિવ મળ્યા હતા. 14 દિવસના ક્વોરન્ટાઇન પીરિયડ પછી આવતા અઠવાડિયે તમામનો બે વખત કોરોના ટેસ્ટ થશે. બંને વખત રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી જ તેઓ ટીમના પ્રેક્ટિસ કેમ્પમાં સામેલ થઇ શકશે. જોકે આ 13 લોકોને બાદ કરી તમામ સભ્યોના ત્રીજો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. ટીમે દીપક અને ઋતુરાજ વિના શુક્રવારથી ટ્રેનિંગ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો: IPLના નવા સ્પૉન્સર Dream 11: શું છે આ કંપનીનું ચીન કનેક્શન?

19 સપ્ટેમ્બરથી શરૂ થશે IPL

આ વખતે IPL કોરોનાના કારણે યૂએઈમાં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી યોજાશે. તમામ 8 ટીમો વચ્ચે 60 મેચો ત્રણ સ્ટેડિયમ દુબઈ, શારજાહ અને અબુ ધાબીમાં રમાશે. ટૂર્નામેન્ટ બાયો-સિક્યોર સ્થિતિમાં રમાશે. દરેક પાંચમા દિવસે તમામ ખેલાડી અને સ્ટાફ મેમ્બરનો કોરોના ટેસ્ટ થશે.