Gujarat Exclusive > IPL 2020 > IPL 2020: રાજસ્થાનના રોયલ્સનો મુકાબલો ચેન્નઈના કિંગ્સ સામે, જાણો કોનું પલડું ભારે

IPL 2020: રાજસ્થાનના રોયલ્સનો મુકાબલો ચેન્નઈના કિંગ્સ સામે, જાણો કોનું પલડું ભારે

0
124

નવી દિલ્હી: ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ટીમ વર્તમાન IPL 2020 સીઝન 13માં તેની બીજી મેચ મંગળવારે રાજસ્થાન રોયલ્સ (RR) સામે રમશે. આ મેચ સાથે રોયલ્સની ટીમ તેના આઈપીએલ (IPL 2020) અભિયાનની શરૂઆત કરશે. પરંતુ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે મેચ જીતવી સરળ નહીં હોય. આ મેચ શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે, જે ભારતીય સમયાનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.

RR પ્લેઇન્ગ ઇલેવનમાં નહીં હોય બેન સ્ટોક્સ

રાજસ્થાન રોયલ્સને શરૂઆતની મેચોમાં સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સની ગેરહાજરી ચલાવવી પડશે., પરંતુ ‘કનકશન’ ઇજાથી કેપ્ટન સ્ટીવ સ્મિથ સાજા થઇ ગયો છે જેના કારણે મંગળવારે થનારી આઈપીએલ (IPL 2020)માં ટીમનો જુસ્સો વધ્યો છે. સ્ટોક્સની ગેરહાજરીના કારણે RRને શરૂઆતની મેચોમાં તેની કમી વર્તાશે. પરંતુ પ્લેઇન્ગ ઇલેવનમાં સ્મિથની ઉપસ્થિતિનું મતલબ છે કે ટીમ સહેલાઇથી ઘુંટણ નહીં ટેકે. સ્મિથને ઇન્ગ્લેન્ડના પ્રવાસ પર નેટ પ્રેક્ટિસ દરમિયાન માથામાં ઇજા થઇ હતી, જેના કારણે તે વનડે સીરીઝમાંથી બહાર થઇ ગયો હતો. હવે નિયમો હેઠળ તેણે ‘કનકશન’ (માથામાં થયેલી ઇજાના કારણે બેભાન જેવી સ્થિતિ) પરીક્ષણ પાસ કરી લીધું છે અને રમવા માટે તૈયાર છે.

આ પણ વાંચો: IPL 2020: RCBએ જીત સાથે કરી શરૂઆત, SRHને 10 રને હરાવી

જોસ બટલર પણ પહેલી મેચમાંથી બહાર રહેશે

કોચ એન્ડ્રયૂ મેક્ડોનાલ્ડે પણ કેપ્ટનની ઉપલબ્ધતા પર ખુશી વ્યક્ત કરી. જોસ બટલર પણ પ્રથમ મેચમાંથી બહાર રહેશે કારણ કે તે તેના પરિવાર સાથે અલગથી આવ્યો છે તેથી તેને દુબઈમાં 36 કલાક અનિવાર્ય ક્વારેન્ટાઇન રહેવું પડશે.

CSK vs RR: આંકડા શું કહે છે?

આઈપીએલ (IPL 2020) રેકોર્ડની વાત કરીએ તો (CSK અને RR) બંને વચ્ચે કુલ 21 મેચ (2008-2019) થઇ ચુકી છે, જેમાંથી 14મા ચેન્નઈએ વિજય મેળવ્યું છે, જ્યારે 7 મેચમાં રાજસ્થાનને સફળતા મળી છે.

ગત વખતની રનર્સઅપ ચેન્નઈએ પ્રથમ મેચમાં ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સને 5 વિકેટથી મ્હાત આપી હતી. ત્રણ વખતની ચેમ્પિયન CSKનું પલડું રાજસ્થાન રોયલ્સ સામે ભારે હશે, કારણ કે રોયલ્સ પાસે સ્ટોક્સ નથી અને ઓપનિંગ બેટ્સમેન બટલર પણ પ્રથમ મેચમાંથી બહાર છે.

આ પણ વાંચો: IPL: Kumbleની ભૂલને કારણે દિલ્હી સામે પંજાબ હાર્યું, ક્રિકેટ જગતમાં ચર્ચા

રાજસ્થાન વિદેશી ખેલાડીઓ પર વધારે નિર્ભર છે. બોલિંગમાં ઇન્ગ્લેન્ડના જોફ્રા આર્ચર અને ઓસ્ટ્રેલિયાના એન્ડ્રયૂ ટાઈ પર જવાબદારી હશે તો બેટિંગની જવાબદારી દક્ષિણ આફ્રિકાના ડેવિડ મિલર અને કેપ્ટન સ્મિથ પર રહેશે.

રોયલ્સના ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન સતત ખરાબ રહ્યું છે. સંજૂ સેમસન, રોબિન ઉથપ્પા, જયદેવ ઉનાડકટ, વરુણ એરોન અપેક્ષા મુજબ પ્રદર્શન કરવામાં સફળ રહ્યા નથી.

સતત બીજી જીત માટે ઉતરશે સુપર કિંગ્સ

બીજી તરફ પહેલી મેચમાં શાનદાર પ્રદર્શનથી ચેન્નઈ કોન્ફિડેન્ટ છે. સેમ કરને શાનદાર પ્રદર્શન કરી ડ્વેન બ્રાવોની કમી વર્તાવવા ના દીધી. ડ્વેન બ્રાવો ઇજાના કારણે બહાર છે. અંબાતિ રાયડૂ અને ફાફ ડુ પ્લેસીસએ અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યું. આઈપીએલ (IPL 2020)નો સફળ સ્પિનર પીયૂષ ચાવલાએ પણ ટીમના માપદંડ પર ખરો ઉતર્યો. આ મેચમાં દીપક ચહર નહીં રમે તો શાર્દુલ ઠાકુર તેનો વિકલ્પ હશે.

આ પણ વાંચો: ચેન્નાઈ સુપરકિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સને 5 વિકેટે હરાવ્યું, રાયુડુ અને ડુ પ્લેસીસે ફટકારી ફિફટી

રાજસ્થાન ટીમ:

સ્ટીવ સ્મિથ (કેપ્ટન), જોસ બટલર, રોબિન ઉથપ્પા, સંજૂ સેમસન, જોફ્રા આર્ચર, યશસ્વી જાયસવાલ, મનન વોહરા, કાર્તિક ત્યાગી, આકાશ સિંહ, ઓશેન થૉમસ, એન્ડ્રયૂ ટાઈ, ડેવિડ મિલર, ટૉમ કરન, અનિરુદ્ધ જોશી, શ્રેયસ ગોપાલ, રિયાન પરાગ, વરુણ આરોન, શશાંક સિંહ, અનુજ રાવત, મહિપાલ લોમરોર, મયંક માર્કંડેય.

ચેન્નઈ સુપર કિંગ્રસ ટીમ:

મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), મુરલી વિજય, અંબાતિ રાયડૂ, ફાફ ડુ પ્લેસી, શેન વૉટસન, કેદાર જાધવ, ડ્વેન બ્રાવો, રવીન્દ્ર જાડેજા, લુંગી નગિદી, દીપક ચાહર, પીયૂષ ચાવલા, ઇમરાન તાહિર, મિશેલ સેન્ટનર, જોશ હેઝલવુડ, શાર્દુલ ઠાકુર, સેમ કરન, એન જગદીશન, કે એમ આસિફ, મોનુ કુમાર, આર સાઇ કિશોર, ઋતુરાજ ગાયકવાડ઼, કર્ણ શર્મા.