Gujarat Exclusive > દેશ-વિદેશ > ભારતનો નવો અબજપતિ, એક સમયે ક્લાસમાં ભણાવતા હતા આજે 40 હજાર કરોડનો માલિક

ભારતનો નવો અબજપતિ, એક સમયે ક્લાસમાં ભણાવતા હતા આજે 40 હજાર કરોડનો માલિક

0
668

લર્નિંગ એપ બાયજૂના ફાઉંડરે નવું ઈતિહાસ લખી દીધુ છે. તેઓ નવા ભારતીય અરબપતિ બની ગયા છે. એક સમયે બે લાખની મૂડી લગાવીને ક્લાસ શરૂ કરનાર કન્નૂરના અઢીકોડ ગામના રવિંદ્રન હવે અબજપતિ બની ગયા છે. બાયજૂ કંપનીની વેલ્યુ હવે 5.7 અબજ ડોલર એટલે 39330 કરોડ રૂપિયા થઈ ગઈ છે. 37 વર્ષે રવિંદ્રન દેશના નવા અબજપતિ બની ગયા છે.

રવિંદ્રને શિક્ષા વિરાસતમાં મળી તેમના માતા-પિતા ટીચર છે. રવિન્દ્રનો મન સ્કૂલમાં લાગતો ન હતો. તેઓ ફૂટબોલ અને હોકી રમવા જતા હતા અને ઘરમાં જ ભણતર કરતા હતા. પછી તેમણે પોતાનું ભણતર પૂરુ કરી એન્જિનિયર બન્યા હતા. તેઓ પોતાના મિત્રોને મોટા કોલેજોની પ્રવેશ પરીક્ષા પાસ કરવામાં મદદ કરતા હતા. રવિન્દ્ર જણાવે છે કે, કોચિંગ માટે એટલી ભીડ થઈ જાય છે કે ક્લાસમાં ભીડ થવાના કારણે તેઓ સ્ટેડિયમમાં ભણાવતા હતા. તેમણે વર્ષ 2011માં થિંક એંડ લર્ન એપ લોન્ચ કર્યુ જેમાં ઓનલાઈન ભણતર અને સીખવાનો વિકલ્પ છે.

તે પછી વર્ષ 2015માં તેમણે મુખ્ય એપ લોન્ચ કરી. આ એપમાં 3.5 કરોડ યૂઝર, 24 લાખ પેડ સબ્સક્રાઈબર છે. રવિન્દ્રનો કહેવુ છે કે, ઓનલાઈન લર્નિંગમાં બાયજૂ ઝડપથી આગળ વધી રહ્યુ છે. એપનું રેવન્યુ ડબલથી વધારે થવાની આશા છે. માર્ચ 2020 સુધી એપનુ રેવન્યુ 3000 કરોડ ($435 મિલિયન) પહોંચવાની આશા છે.

કંપનીને લઈને એક મોટી ખબર છે કે, કંપની અમેરિકાની વોલ્ટ ડીઝ્ની સાથે જોડાઈ ગઈ છે. કંપની 2020 સુધી અમેરિકામાં પણ તેમનો બિઝનેસ શરૂ કરશે. બાયજૂ એપ જ્યારે માર્કેટમાં આવી તો ફેસબુક જેવી કંપનીનો ધ્યાન પણ પોતાની તરફ ખેચ્યો હતો. વર્ષ 2016માં માર્ક ઝુકરબર્ગ ફાઉંડેશન અને અન્ય ચાર કેપિટલ વેંચરને બાયજૂને 50 મિલિયન ડોલર (333 કરોજ રૂપિયા)નો ફંડ આપ્યો હતો.

શું મોદીએ પુલવામા એટેક દરમિયાન કર્યુ હતું ડિસ્કવરીનું શૂટિંગ? સરકાર નથી આપતી જાણકારી