Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > ઇન્ડિયન રેયોન દ્વારા ફેલાતા પ્રદૂષણ મુદ્દે તપાસ સમિતિ નીમવા NGTનો આદેશ

ઇન્ડિયન રેયોન દ્વારા ફેલાતા પ્રદૂષણ મુદ્દે તપાસ સમિતિ નીમવા NGTનો આદેશ

0
60
  • જોઈન્ટ કમિટી ઇન્ડિયન રેયોન કંપનીની તપાસ કરશે
  • વેરાવળ અને આસપાસ પ્રદુષણ ફેલાવવા મુદ્દે NGTમાં રિટ થઇ હતી
  • મહિનામાં તપાસ કર્યા બાદ ત્રણ મહિનામાં રિપોર્ટ રજૂ કરવા હુક્મ

અમદાવાદઃ જૂનાગઢ/વેરાવળ વચ્ચે આવેલી આદિત્ય બિરલા નુવો લીમિટેડ (Aditya Birla Nuvo Ltd.)ના યુનિટ દ્વારા પ્રદૂષણ ફેલાવવાના મુદ્દે NGTએ તપાસ માટે સંયુક્ત સમિતિ નીમવાનો આદેશ આપ્યો છે. ઇન્ડિયન રેયોન (Indian Rayon) કંપની દ્વારા ભયજનક કેમિકલ દરિયામાં છોડી હવા,પાણી અને પ્રદૂષણ ફેલાવવામાં આવતું હોવાની ફરિયાદ થઇ હતી. સમિતિ એક મહિનામાં તપાસ કરી ત્રણ મહિનામાં રિપોર્ટ આપશે.

પ્રોટેકશન ઓફ એન્વાર્યમેન્ટ એન્ડ પબ્લીક સર્વિસ કમિટીએ 2015માં કરેલી ફરિયાદની તાજેતરમાં  સુનાવણી કરાઇ હતી. ત્યાર બાદ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)એ આ આદેશ કર્યો  પ્રિન્સિપાલ બેંચના ચેરપર્સન જસ્ટિસ આદર્શકુમાર ગોએલ, જયુડીશિયલ મેમ્બર જસ્ટિસ એસ.પી વાંગડી તેમજ એક્ષ્પર્ટ મેમ્બર ડો.નગીન નંદાની બેંચે ચુકાદો આપ્યો છે.

આ પણ વાંચોઃ ફરી એક વાર VNSGUના કુલપતિના બોગસ નામે ઈમેલ કરાયા

સમિતિમાં અન્ય બોર્ડ નિગમોનો સમાવેશ

બેન્ચે સમિતિ નીમી વાસ્તવિક પરિસ્થિતિ જાણવી જરૂરી હોવાથી એક સંયુક્ત સમિતિની નિમણૂંક કરવાનો હુક્મ કર્યો છે. આ સમિતિમાં કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, ગુજરાત અને નેશનલ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરીટી, રાષ્ટ્રીય નામાંકિત સંસ્થા ઓશનોગ્રાફી, ગોવા અને ગીર સોમનાથના જીલ્લા કલેકટર જોડાશે. જેમાં નોડલ એજન્સી તરીકે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ રહેશે.

સમિતિ ત્રણ મહિનામાં ટ્રિબ્યુનલને રિપોર્ટ કરશે

આ સંયુક્ત સમિતિ પ્લાન્ટની તથા ઉદ્યોગ દ્વારા છોડાતા કચરાંના નિકાલને જોશે. આ મુલાકાત એક મહિનાની અંદર લેવાની રહેશે. સંબંધિત માપદંડોનું પાલન થુયં છે  કે કેમ તેનો અભ્યાસ કરીને ટ્રિબ્યુનલનને ત્રણ મહિનાની અંદર ઇમેઇલ દ્રારા રિપોર્ટ કરશે. આ દરમિયાન અરજદાર પોતાનું મંતવ્ય સમિતિ સમક્ષ રજૂ કરી શકશે. આ હુક્મના બે સપ્તાહમાં અરજદારે મંતવ્ય રજૂ કરી દેવાનું રહેશે.

પર્યાવરણ અને જાહેર સેવા સમિતિએ કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ઇન્ડિયન રેયોન દ્વારા ( Na2 SO3) સલ્ફર ડાયોકસાઈટડ (SO2) તથા કેપ્ટીવ પાવર પ્લાન્ટ 2૦ મેં.વો વિસ્તૃતીકરણ માટે4 ઓક્ટોબર 2014ની પર્યાવરણીય લોકસુનાવણી યોજી હતી.

લોકસુનાવણીમાં સ્થાનિક અસરગ્રસ્ત લોકો, જનપ્રતિનિધિઓ, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ,સામાજિક કાર્યકર જગમાલભાઈ વાળા, સામાજિક સસ્થાઓ, પર્યાવરણ સુરક્ષા માટે કામ કરતી સસ્થાનાં પ્રતિનિધિઓ ભગવાનભાઈ સોલંકી વગેરેનો 1૦૦% વિરોધ હતો.

વેરાવળ અને આસપાસની જીવસૃષ્ટિ માટે જોખમ

તેમજ રાસાયણિક એકમનું વિસ્તૃતીકરણ સમગ્ર વેરાવળ શહેર અને આસપાસનાં વિસ્તારની જીવસુર્ષ્ટિ માટે ભારે ખતરા સમાન છે. તેમ છતાં પર્યાવરણ મંત્રાલય દ્વારા આવા ખતરનાક રાસાયણિક એકમને મંજુરી આપવા સામે પર્યાવરણ સુરક્ષા અને જન કલ્યાણ સમિતિ દ્વારા પુણેની પર્યાવરણની ખાસ કોર્ટ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં દાદ માંગવામાં આવી હતી.

આ પણ વાંચોઃ સુરતમાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં ચાલતા દેહવેપારનો પર્દાફાશ

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં કરવામાં આવેલી એપ્લીકેશનમાં પ્રતિવાદીઓ તરીકે ઇન્ડીયન રેયોન કંપની વેરાવળ, વનપર્યાવરણ અને હવામાન ફેરફાર મંત્રાલય-દિલ્હી, રાજ્ય સરકાર, કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, ગિરસોમનાથ જીલ્લા કલેકટર, ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરીટી, તમામને પ્રતિવાદી તરીકે જોડવામાં આવેલા હતા.

પર્યાવરણ સુરક્ષા સમિતિ દ્વારા કોર્ટ સમક્ષ આરોપો રાખવામાં આવેલ કે કંપનીનો હયાત પ્લાન્ટ નિયમ કરતા બમણાથી વધુ માત્રામાં પ્રદુષણ ફેલાવે છે. હયાત પ્લાન્ટને માનવ વસાહતોથી દુર ખસેડવા દાદ માંગવામાં આવેલ સંસ્થા દ્વારા કરવામાં આવેલ આક્ષેપની સત્યતા સાબિત કરવા માટે સંસ્થાએ ખાનગી એજન્સી પાસે પ્રદુષણનું એનાલિસિસ કરાવ્યું હતું.

જેમાં કંપની દ્વારા છોડવામાં આવતું પાણી એનાલિસિસથી તદન વિપરીત કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડનાં નોમ્સની લીમિટથી બમણી માત્રામાં પ્રદુષણ નોધાયું હતું. આ રિપોર્ટને આધાર તરીકે કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હોવાનું પર્યાવરણ સુરક્ષા માટે કામ કરતી સસ્થાના પ્રતિનિધિ ભગવાનભાઈ સોલંકીએ જણાવ્યું છે. તેમણે સ્થાનિક રહીશોને અપીલ કરી છે કે કંપનીથી અસરગ્રસ્ત લોકોને સયુક્ત સમિતિની સ્થળ તપાસ દરમિયાન પોતાની રજૂઆત કરવા માટેના આ સુવર્ણ અવસરનો લાભ લેવો જોઈએ, હવે પછી આગલી સુનાવણી પાંચ ફેબ્રુઆરી ૨૦૨૧ ના દિવસે યોજાશે.

આ પણ વાંચોઃ ગુજરાત સરકારના વેસ્ટ વિયર આયોજનથી આદિવાસીઓ ખફા, ભાજપ સાંસદે મૂકી આ માંગ

આ ફરિયાદના પગલે ટ્રિબ્યુનલની પ્રિન્સિપાલ બેંચે પોતાના ચુકાદામાં નોંધ્યું છે કે, તમામ પક્ષકારોની દલીલો, દસ્તાવેજોની ચકારસણી બાદ અમારો મત છે કે, આ મેટર ઘણાં સમયથી પડતર છે. પક્ષકારોના વિરોધાભાસી નિવેદનો અને મંતવ્યો છે. જેથી સ્વતંત્ર સમિતિ નીમીને તપાસ કરાવવાનો હુક્મ કર્યો હતો.