Gujarat Exclusive > દેશ-વિદેશ > ભારતીય રેલવે 3 લાખ કર્મચારીઓ ઘટાડશે, આવા લોકોની નોકરી પર ખતરો

ભારતીય રેલવે 3 લાખ કર્મચારીઓ ઘટાડશે, આવા લોકોની નોકરી પર ખતરો

0
260

ભારતીય રેલવે (Indian Railway) કામચોરી કરનારા કર્મચારીઓને છટણી કરવાની તૈયારીમાં છે. રેલવેએ તમામ ઝોનલ ઓફિસને એવા કર્મચારીઓની યાદી તૈયાર કરવા જણાવ્યું છે. રેલ મંત્રાલયના સુત્ર અનુસાર, એક આદેશ આપવામાં આવ્યા છે, જેમાં એવા લોકોની યાદી તૈયાર કરવા જણાવાયું છે કે, જે 55 વર્ષની ઉંમર વીતાવી ચૂક્યા છે અથવા 2020ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં તેમની નોકરીના 30 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય.

રેલવે બોર્ડે ઝોનલ ઓફિસોને પત્ર મોકલ્યો છે તે પ્રમાણે, ઝોનલ રેલવેઝને આગ્રહ કરવામાં આવ્યું છે કે, તે પોતાના સ્ટાફનો એક સર્વિસ રેકોર્ડ તૈયાર કરે. આ રેકોર્ડમાં એવા કર્મચારીઓને સામેલ કરવામાં આવ્યા છે, જેમની ઉંમર 55 વર્ષની પાર થઈ ચૂકી હોય અથવા 2020ની પ્રથમ ત્રિમાસિક સુધીમાં રેલવેમાં 30 વર્ષ નોકરી પૂર્ણ કરીને પેન્શન મેળવવા પાત્ર થઈ ચૂક્યા હોય. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, આ બન્ને ક્રાઈટેરિયામાં આવનારા લોકોની એક યાદી તૈયાર કરવામાં આવે.

9 ઓગસ્ટ સુધી ઝોનલ ઓફિસો મોકલશે યાદી
રેલવેએ આ પત્ર 27 જુલાઈના રોજ રજૂ કર્યો છે, કારણ કે તેમાં આ તારીખ જ જોવા મળી રહી છે. આ સાથે તેમા રેલવે બોર્ડે ઝોનલ ઓફિસો માટે લિસ્ટ મોકલવાની અંતિમ તારીખ 9 ઓગસ્ટ નક્કી કરી છે.

લોકસભામાં તાજેતરમાં જાણકારી આપવામાં આવી હતી કે, અલગ-અલગ સરકારી વિભાગોમાં કામ કરનાર ગ્રુપ-A અને ગ્રુપ-B ના 1.19 લાખ કરતા પણ વધુ ઓફિસરોના પરફોમન્સની તપાસ કરવામાં આવી છે. જે સમય કરતા પહેલા નિવૃતિના નિયમ અંતર્ગત કરવામાં આવ્યું હતું.

રેલવે સાથે સંકળાયેલ સુત્રના જણાવ્યા પ્રમાણે, હાલ રેલવેમાં 13 લાખ કર્મચારીઓ છે અને મંત્રાલય તેની સંખ્યા ઘટાડીને 2020 સુધીમાં 10 લાખ કરવા ઈચ્છે છે.

કર્મચારીઓની જાણકારી મોકલશે ઝોનલ ઓફિસ
ઝોનલ રેલવે ઓફિસરો પાસેથી કર્મચારીઓને માનસિક અને શારીરિક ફિટનેશ અને તેમની હાજરી અને શિસ્તના વિશે જાણકારી માંગવામાં આવી છે.

આ ઉપરાંત એક સેક્શન છે, જેમાં પૂછવામાં આવ્યું છે કે, કર્મચારીઓ પત્ર વ્યવહાર મેઈલ વગેરે કરી શકે છે કે કેમ? અને તેમના વ્યવહારનું મુલ્યાંકન કરવામાં આવવાનું છે.

જામકંડોરણા: વિઠ્ઠલ રાદડીયાના અંતિમ દર્શન માટે લોકો ઉમટ્યા