Gujarat Exclusive > દેશ-વિદેશ > ઈન્ડિયન મુજાહિદ્દીને બરેલી સ્ટેશનને બોમ્બથી ઉડાડવાની ધમકી આપી

ઈન્ડિયન મુજાહિદ્દીને બરેલી સ્ટેશનને બોમ્બથી ઉડાડવાની ધમકી આપી

0
303

આંતકવાદી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીનના એરિયા કમાન્ડર મુન્ના ખાન ઉર્ફે “મુલ્લા”એ બરેલી રેલવે સ્ટેશનના અધ્યક્ષ સત્યવીર સિંહને એક પત્ર મોકલ્યો હતો.જેમાં તેણે ધમકી આપી હતી કે, જો કાંવરિયાં મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાંથી પસાર થશે, તો રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાડી દેવામાં આવશે. આ ધમકી બાદ તરત જ રેલવે સ્ટેશન પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

એરિયા કમાન્ડરે પોતાના પત્રમાં જણાવ્યું કે, હું ઈન્ડિય મુજાહિદ્દીનનો એરિયા કમાન્ડર છું. સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટને જાણ કરી હતી કે, જો કાંવરિયા મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાંથી પસાર થશે, તો અમે રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દઈશું.

આ અંગે રેલવે પોલીસના બરેલી સ્ટેશન અધિકારી કૃષ્ણ અવતારે જણાવ્યું કે, સ્ટેશન પર આવનાર તમામ વ્યકિત પર અમે નજર રાખી રહ્યાં છીએ.

કચ્છ: ભચાઉના આંબલિયારા ગામે લોકોએ શાળાને તાળા માર્યા