Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > ભારતીય ટીમને મળશે નવો કોચ, BCCIએ 15 દિવસમાં અરજી કરવા કહ્યું

ભારતીય ટીમને મળશે નવો કોચ, BCCIએ 15 દિવસમાં અરજી કરવા કહ્યું

0
478

વર્લ્ડકપ 2019માં ભારતીય ટીમના પરાજય બાદ હેડ કોચ રવિ શાસ્ત્રીની હકાલપટ્ટી થઇ શકે છે. BCCIએ સપોર્ટ સ્ટાફને લઇને એક જાહેરાત આપી છે જેમાં 30 જુલાઇ સાંજે 5 વાગ્યા સુધી એપ્લાય કરવા જણાવ્યુ છે. રવિ શાસ્ત્રી પર વર્લ્ડકપમાં ભારતની હારનો ઠીકરો ફુટી શકે છે.બીસીસીઆઇ ભારતના હેડ કોચ અને સપોર્ટ સ્ટાફ માટે અરજી આપી છે.

રવિ શાસ્ત્રીનો કાર્યકાળ વર્લ્ડકપ બાદ સમાપ્ત થઇ ચુક્યો છે પરંતુ વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસને જોતા તેને 45 દિવસ માટે વધારી દેવામાં આવ્યો છે. ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ ફરી કોચ બનવા માટે અરજી કરવી પડશે. હવે જોવુ રસપ્રદ રહેશે કે વર્લ્ડકપ જીતવાની તક ગુમાવ્યા બાદ શું શાસ્ત્રીને ફરી એક વખત તક મળશે?

સપોર્ટ સ્ટાફમાં સામેલ બોલિંગ કોચ ભરત અરૂણ, બેટિંગ કોચ સંજય બાંગર અને ફિલ્ડિંગ કોચ આર.શ્રીધર સામેલ છે, આ પણ ફરી અરજી કરી શકે છે.

ટીમ ઇન્ડિયાના ટ્રેનર શંકર બસુ અને ફિઝિયો પેટ્રિક ફરહાર્ટ વર્લ્ડકપ બાદ રાજીનામું આપી ચુક્યો છે, તેમની જગ્યાએ નવા ટ્રેનર અને ફિઝિયોની પણ પસંદગી થવાની છે. ભારતીય ટીમનો વેસ્ટ ઇન્ડીઝનો પ્રવાસ 3 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધીનો છે. ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ બાદ ઘરેલુ સિરીઝમાં 15 સપ્ટેમ્બરથી દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ રમશે. આ પહેલા નવા કોચ અને સહયોગી સ્ટાફની પસંદગી થવાની આશા છે.

રવિ શાસ્ત્રી 2017માં અનિલ કુંબલેની જગ્યાએ કોચ બન્યા હતા, તેમની કોચિંગમાં ભારતીય ટીમ આઇસીસીની કોઇ મોટી ટૂર્નામેન્ટ જીતી શકી નથી જેમાં વર્લ્ડકપ પણ સામેલ છે.જોકે, ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વખત ટેસ્ટ સિરીઝ જીતવામાં સફળ રહી હતી.

ધોનીને સંન્યાસ લેવા મજબૂર કરી રહ્યાં છે સિલેક્ટર, ટીમની બહાર કરવાની તૈયારી