Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > ભારતીય દોડવીર હિમા દાસે પાછલા 15 દિવસોમાં જીત્યા ચાર ગોલ્ડ મેડલ

ભારતીય દોડવીર હિમા દાસે પાછલા 15 દિવસોમાં જીત્યા ચાર ગોલ્ડ મેડલ

0
282

ભારતીય દોડવીર હિમા દાસનું શાનદાર પ્રદર્શન ચાલું છે. પાછલી 17 જૂલાઈએ ચેક રિપબ્લિકમાં થઈ રહેલ ટબોર એથલેટિક્સ મીટમાં પોતાના શાનદાર પ્રદર્શનને યથાવત રાખતા તેમને વધુ એક ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધા છે.

200 મીટરની આ રેસને હિમાએ માત્ર 23.25 સેકેન્ડમાં પૂરી કરી લીધી. આવી રીતે પાછલા 15 દિવસોમાં હિમા ચાર ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહી છે.

આ દોડમાં મોટાભાગના દોડવીર રિપબ્લિકના વિભિન્ન ક્બલોથી હતી. આ દોડમાં ભારતીય ધાવક વીકે વિસ્મય બીજા સ્થાન પર રહ્યાં. દોડ પૂરી કરવામાં તેમને 23.43 સેકન્ડનો સમય લીધો હતો.

બીજી તરફ પુરૂષ વર્ગમાં રાષ્ટ્રીય રેકોર્ડધારી દોડવીર મોહમ્મદ અનસે 400 મીટરની સ્પર્ધામાં 45.40 સેકેન્ડનો સમય નિકાળીને ગોલ્ડ મેડલ જીત્યો. આનાથી પહેલા અનસે 13 જૂલાઈએ આ સ્પર્ધામાં 45.21 સેકેન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.

યૂરોપની પોતાની પ્રથમ સ્પર્ધામાં બે જૂલાઈએ જીત નોંધાવ્યા બાદ 19 વર્ષિય હિમા દાસનો આ ચોથો ગોલ્ડ મેડલ હતો.

બે જૂલાઈએ અસમની એથલિટ હિમા દાસે પોલેન્ડમાં થયેલ પોજનાન એતલેક્ટિક્સ ગ્રાન્ડ પ્રિક્સમાં મહિલાઓની 200 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ રેસને પૂરી કરવામાં તેમને 23.65 સેકન્ડનો સમય લીધો હતો.

ICCનો મોટો નિર્ણય- સ્લો ઓવર રેટ માટે હવે કેપ્ટન સસ્પેન્ડ નહી થાય