Gujarat Exclusive > દેશ-વિદેશ > ચીન સાથે તનાવ વચ્ચે ચુશુલમાં સ્થિતિ મજબૂત બનાવતું ભારતીય લશ્કર

ચીન સાથે તનાવ વચ્ચે ચુશુલમાં સ્થિતિ મજબૂત બનાવતું ભારતીય લશ્કર

0
49
  • ભારતે વ્યૂહાત્મક સ્થળે સ્થિતિ મજબૂત બનાવતા ચીન ઘાંઘુ થયુ
  • ભારતની ચીનને ચેતવણીઃ ગલવાન જેવો પ્રયત્ન કર્યો તો લશ્કર ચૂપ નહી રહે
  • ચીન દ્વારા ભારતે એલએસી વટાવી હોવાના આરોપને નકારી કઢાયા

નવી દિલ્હીઃ પૂર્વી લડાખ (Eastern Ladakh)માં પેંગોગ સો સરોવરની નજીક ભારતીય લશ્કર અને ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએએ) (PLA) વચ્ચેના સંઘર્ષના અહેવાલ વચ્ચે ભારતીય લશ્કરે ચુશુલ વિસ્તારના વ્યૂહાત્મક સ્થળો પર પોતાની સ્થિતિ વધારે મજબૂત બનાવી છે.

ભારતીય લશ્કરે આ વ્યૂહાત્મક સ્થળો પર વાયરો બિછાવ્યા છે, જેથી ચીનના લશ્કરને ત્યાં પ્રવેશતું અટકાવી શકાય. આ ઉપરાંત ચાઇનીઝ સત્તાવાળાઓ સાથે થયેલી છેલ્લી બેઠકમાં ભારતીય પક્ષે તેમને યાદ અપાવ્યું છે કે ચીને જો ગલવાન ખીણ જેવો પ્રયત્ન ફરીથી કર્યો તો ભારતીય લશ્કર ચૂપ નહી રહે.

અહેવાલો મુજબ લશ્કર સોમવારે રાત્રે એલએસી નજીક સળિયા અને ધારદાર શસ્ત્રો સાથે હાજર હતુ. એલએસી (LAC)પર આ જ પોસ્ટ પર ચીનના સશસ્ત્ર સૈનિકો હતા. ભારતના સાવધ લશ્કર દ્વારા લેવાયેલા પગલાથી આંચકો પામેલા અને અસ્વસ્થ થઈ ગયેલા ચીને ભારતીય પ્રાંતમાં ઘૂસણખોરીના નિષ્ફળ પ્રયત્ન જારી રાખ્યા છે.

આ પણ વાંચોઃ ગુજરાત સાક્ષરતા મામલે દેશમાં 9મા સ્થાનેઃ જાણો શું છે કારણ?

અગાઉ દિવસના પ્રારંભમાં ભારતીય લશ્કરે જણાવ્યું હતું કે ચીનના લશ્કરે હવામાં ગોળીબાર કર્યો હતો અને પૂર્વી લડાખમાં ભારતીય પોઝિશનની નજીક આવવાનો પ્રયાસ કર્યો હતો. તેના દિવસ અગાઉ તેણે ચીનના પીએલએ દ્વારા એલએસીને ઓળંગી હોવાના આરોપો નકારી કાઢ્યા હતા.

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ અને તેમના ચાઇનીઝ સહયોગી જનરલ વેઇ ફેંગ વચ્ચે મોસ્કોમાં સરહદ પર તનાવ ઘટાડવા થયેલી મંત્રણા પછી બંને દેશ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ મૂકી રહ્યા છે. તેઓ શુક્રવારે શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ) મીટ વખતે મળ્યા હતા.

ગલવાન ખીણમાં 15 જૂનના થયેલા સંઘર્ષ પછી બંને દેશ વચ્ચે પૂર્વી લડાખમાં તનાવ વધતો ગયો છે. તેમા 20 ભારતીય સૈનિકો માર્યા ગયા હતા. ચીનના પક્ષે પણ જાનહાનિ થઈ હતી, પરંતુ તેણે તેની વિગત આપી નથી. અમેરિકાના ઇન્ટેલિજન્સ રિપોર્ટ મુજબ ચીનના પક્ષે થયેલી જાનહાનિ 35થી વધારે હતી. તેના પછી ચીને 29 અને 30મી ઓગસ્ટના રોજ પેગોંગ સરોવરના દક્ષિણ કિનારે ભારતીય પ્રાંતમાં ઘૂસવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યા પછી સરહદે સ્થિતિ વણસી હતી.

આ પણ વાંચોઃ યુવકને જમીન પર સૂવડાવી માર મારતો પોલીસનો VIDEO વાયરલ, કરી સ્પષ્ટતા

તેના પછી બંને દેશ વચ્ચે આરોપ-પ્રતિઆરોપનો દોર વધારે તીવ્ર બન્યો છે. આ ઉપરાંત ભારતીય લશ્કરે ચીને અરૂણાચલ પ્રદેશ પર કરલા દાવાને ધ્યાનમાં રાખતા ત્યાં અને ડોકલામ વિવાદ થયો હતો ત્યાં પણ પોતાની સ્થિતિને વધારે મજબૂત બનાવી છે. ભારત હવે લગભગ ચીનની દરેક પોસ્ટની સામે પોતાનું સૈન્ય મૂકી દીધુ છે. તેની સાથે તેણે મોટાપાયા પર લશ્કરની હાજરી ગોઠવી છે. આ સિવાય બિપિન રાવતે પણ કહ્યું હતું કે ભારતે હવે ભવિષ્યમાં ચીન-પાકિસ્તાનના સંયુક્ત આક્રમણને ધ્યાનમાં રાખીને તૈયારી કરવી જોઈએ.