Gujarat Exclusive > દેશ-વિદેશ > પાછલી કોંગ્રેસ સરકારોના કારણે ભારત બનશે 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા: પ્રણવ મુખર્જી

પાછલી કોંગ્રેસ સરકારોના કારણે ભારત બનશે 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા: પ્રણવ મુખર્જી

0
290

પૂર્વ રાષ્ટ્રપતિ ડો. પ્રણવ મુખર્જીએ કહ્યું છે કે, આધુનિક ભારતના પાયા તેવા સંસ્થાપકોએ નાંખ્યા છે, જેમનો યોજનાબદ્ધ અર્થવ્યવસ્થામાં મજબૂત ભરોસો હતો, જેવું આજકાલ નથી, જ્યારે યોજના આયોગને ખત્મ કરી દેવામાં આવ્યું છે.

રાજધાની દિલ્હીમાં માવલંકર હોલ સ્થિત કોન્સ્ટીટયૂશન ક્લબ ઈંડિયામાં આયોજિત એક કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યુ કે,”જે લોકો 55 વર્ષના કોંગ્રેસ શાસનકાળની નિંદા કરે છે, તેઓ ભૂલી જાય છે કે ભારત આઝાદી સમયે ક્યાં હતો, અને કોંગ્રેસ કેટલો આગળ લાવી ચુકી છે. તેમાં અન્ય લોકોનું પણ યોગદાન છે, પરંતુ આધુનિક ભારતનો પાયો એવા સંસ્થાપકોએ નાંખ્યો છે જેમને આયોજન રીતે અર્થવ્યવસ્થામાં પૂરતો ભરોસા હતો, જ્યારે હાલ એવુ નથી, હવે તો યોજના આયોગને પણ ખત્મ કરી નાંખવામાં આવી છે. “

ડો પ્રણવ મુખર્જીએ કહ્યુ કે,”જે લોકો 50-55 વર્ષના શાસનકાળની નિંદા કરે છે, તેઓ ભૂલી ગયા છે કે અમે ક્યાથી શરૂઆત કરી હતી અને ક્યા લઈને આવ્યા છીએ. જો ભારતની અર્થવ્યવસ્થા 5 ટ્રીલીયન ડૉલર સુધી લઈ જવી છે તો કોંગ્રેસે 1.8 ટ્રીલીયન ડોલરનો મજબૂત પાયો નાખ્યો છે, જે લગભગ શૂન્યથી શરૂ થયો હતો.”

ડો પ્રણવ મુખર્જીએ કહ્યુ કે, ભારતને ભવિષ્યમાં 5 ટ્રીલીયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવમાં મોટો હિસ્સો પાછલી સરકારોનો છે, જેમાં જવાહરલાલ નેહરૂ, ડો મનમોહન સિંહ અને પી.વી. નરસિમ્હા રાવની સરકારો શામેલ છે.

પૂર્વ રાષ્ટ્રપતિએ આગળ કહ્યુ કે, “નાણામંત્રીએ બજેટ રજૂ કરતા કહ્યું હતુ કે વર્ષ 2024 સુધી ભારતની અર્થવ્યવસ્થા 5 ટ્રીલીયન ડોલર સુધી પહોંચી જશે. પરંતુ આ બધુ આસમાનથી ઉતરીને નથી આવ્યુ. તે માટે મજબૂત પાયો નાખવામાં આવ્યો છે અને તે પાયો અંગ્રેજોએ નાખ્યો ન હતો, આઝાદી પછી ભારતવાસીઓએ નાખ્યો હતો.”

ડો પ્રણવ મુખર્જીએ કહ્યુ કે, “ભારતની ઝડપથી વધી રહેલી અર્થવ્યવસ્થાનો શ્રેય જવાહર લાલ નેહરૂ તથા અન્યને આપવુ જોઈએ કારણ કે તેમણે જ IIT, ISRO, IIM, બેન્કિંગ નેટવર્ક વગેરેની સ્થાપના કરી હતી. અર્થવ્યવસ્થાને ડો મનમોહન સિંહ અને નરસિમ્હા રાવ દ્વારા કરવામાં આવેલી ઉદારીકરણની નીતિથી પણ મદદ મળી હતી જેનાથી ભારતની આર્થિક સંભાવનાઓ ખૂબ જ વધી ગઈ હતી. તે પાયાને કારણે જ નાણામંત્રી આજે દાવાઓ કરી શકે છે કે ભારતની અર્થવ્યવસ્થા 2024 સુધી 5 ટ્રીલીયન ડોલરની બની જશે.”

ગુજ. યૂનિ. કુલપતિ હિમાંશુ પંડ્યા PM મોદીને પણ નથી ગાંઠતા, આપે છે બોગસ સંસ્થાઓને માન્યતા