Gujarat Exclusive > દેશ-વિદેશ > ભારત આ આંતરરાષ્ટ્રીય સમૂહ સાથે જોડાશે તો સરળતાથી મળશે કોરોના વેક્સીન

ભારત આ આંતરરાષ્ટ્રીય સમૂહ સાથે જોડાશે તો સરળતાથી મળશે કોરોના વેક્સીન

0
63
  • કોરોનાને મીટાવવામાં ભારત એક મોટું સહયોગી બનીને સામે આવ્યું : બ્રૂસ આયલવાર્ડ
  • ભારત વેક્સીનની ફાળવણીના આંતરરાષ્ટ્રીય પ્લાન ‘COVAX ફેસિલિટી’ નો ભાગ બની શકે : WHO
  • આ વર્ષનાં અંત સુધીમાં ભારતમાં કોવિડ-19 વિરૂદ્ધ પ્રથમ રસી આવી જશે : ડૉ. હર્ષવર્ધન

નવી દિલ્હીઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (World Health Organization) WHOએ જણાવ્યું કે, “ભારત વેક્સીનની ફાળવણીના આંતરરાષ્ટ્રીય પ્લાન ‘COVAX ફેસિલિટી’ (COVAX Facility corona vaccine news) નો ભાગ બની શકે છે. ભારત આ સ્કીમનો ભાગ બનવાને લાયક છે. WHO આની વિશે સતત ભારત સરકાર સાથે વાતચીત કરી રહ્યું છે.” WHOનાં સિનિયર એડ્વાઇઝર બ્રૂસ આયલવાર્ડે જેનેવામાં એક પ્રેસ બ્રીફિંગ દરમ્યાન આ વાત કહી. બ્રૂસે જણાવ્યું કે, “કોરોનાને મીટાવવામાં ભારત એક મોટું સહયોગી બનીને સામે આવ્યું છે.”

COVAX ફેસિલિટી (COVAX Facility corona vaccine news) નું નેતૃત્વ WHO અને GAVI અલાયન્સ મળીને કરી રહ્યાં છે. ગાવી (ગ્લોબલ અલાયન્સ ફોર વેક્સીન્સ એન્ડ ઇમ્યુનાઇઝેશન) અલાયન્સ અનેક દેશોની સરકારો, WHO અને બિલ-મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશને એક સાથે મળીને બનાવ્યાં છે. આનો ઉદ્દેશ એ છે કે વિશ્વભરમાં કોરોનાની વેક્સીન ખરીદી તેને જરૂરિયાતમંદો સુધી વહેંચવામાં મદદ કરવી.

આ પણ વાંચોઃ WHO પ્રમુખની ચેતવણી : વિશ્વ બીજી મહામારી માટે તૈયાર રહે

સરકારને વિશ્વાસ છે કે વર્ષના અંત સુધીમાં નાગરિકોને કોરોનાની રસી મળવાનું શરૂ થઈ જશે

જો કે, અમેરિકા સહિત અનેક દેશોએ વેક્સીન બનાવનારી દવાની કંપનીઓ સાથે સીધો જ દ્વિપક્ષીય કરાર કર્યો છે. જેથી તેઓ પોતાના દેશ માટે દવાઓનો પુરવઠો સુરક્ષિત કરી શકે. ગયા મહિને ભારતનાં સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું હતું કે, “આ વર્ષનાં અંત સુધીમાં ભારતમાં કોવિડ-19 વિરૂદ્ધ પ્રથમ રસી આવી જશે.”

ડૉ. હર્ષવર્ધને કહ્યું હતું કે, “ભારતમાં ચાલી રહેલા કોરોના વાયરસના વેક્સીનના ટ્રાયલ ચાલી રહ્યાં છે. જેમાંથી એક ક્લિનિકલ ટ્રાયલનાં ત્રીજા તબક્કામાં છે. સ્વાસ્થ્ય મંત્રીએ ખાતરી આપી હતી કે, તેમને અને સરકારને વિશ્વાસ છે કે વર્ષના અંત સુધીમાં દેશના નાગરિકોને કોરોના વાયરસની રસી મળવાનું શરૂ થઈ જશે.

કોવેક્સ સુવિધા એ આંતરરાષ્ટ્રીય કરાર છે. તેનો ઉદ્દેશ વેક્સીનનું ડેવલપમેન્ટ, પ્રોડક્શન અને તેને દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાનો છે. GAVI આ સુવિધાને લીડ કરી રહી છે. આ એપિડેમિક પ્રિપેયર્ડનેસ ઇનોવેશન અને WHOનું સંયુક્ત સાહસ છે. આ યોજના હેઠળ ઘણાં બધા દેશો અને વેક્સીન બનાવનારી કંપનીઓને એક સાથે એક મંચ પર એક સાથે લાવવાનો ઉદ્દેશ છે.

આ પણ વાંચોઃ Covid-19: દેશમાં સૌથી વધુ 1133 લોકોના મોત, 24 કલાકમાં 75,809 નવા કેસ