Gujarat Exclusive > દેશ-વિદેશ > ચીનને વધુ એક ઝાટકો ભારતે ક્યાં આપ્યો તે જાણો

ચીનને વધુ એક ઝાટકો ભારતે ક્યાં આપ્યો તે જાણો

0
123

વોશિંગ્ટનઃ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતે ચીનને પછાડતા ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ (ECOSOC) સાથે જોડાયેલા પંચમાં જગ્યા બનાવી લીધી છે. આ પંચ મહિલાઓની પરિસ્થિતિ પર કામ કરે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ આ જાણકારી આપી.

તિરુમૂર્તિએ જણાવ્યું હતું કે ભારતે આ પ્રતિષ્ઠિત એકમ ECOSOCમાં બેઠક મેળવી છે. ભારતને મહિલાઓની સ્થિતિ પરના આ પંચના સભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યું છે.

આના પરથી દેખાઈ આવે છે કે મહિલાઓને લઈને અમારી પ્રતિબદ્ધતા કઈ રીતની છે અને મહિલા સશક્તીકરણની દિશામાં અમે કેટલું કામ કરી રહ્યા છીએ. અમે આ માટે બધા સભ્યોનો આભાર વ્યક્ત કરીએ છીએ.

આ પણ વાંચોઃ ચીનના જૂઠ્ઠાણાનો પર્દાફાશ, વુહાનની સરકારી લેબમાં જ બન્યો કોરોના વાઈરસ!

અહીં ઉલ્લેખનીય છે કે આ વર્ષે પ્રસિદ્ધ બૈજિંગ વર્લ્ડ કોન્ફરન્સની 25મું વર્ષ છે અને આ જ દરમિયાન ચીનને આ ઝાટકો લાગ્યો છે. ભારત હવે આગામી ચાર વર્ષ સુધી આ પંચનું સભ્ય હશે.

આ પંચમાં બેઠક મેળવવા માટે ભારત, ચીન અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલા હતા. ભારત અને અફઘાનિસ્તાનને 54થી વધારે સભ્યોનું સમર્થન મળ્યુ, જ્યારે ચીનને નિરાશા સાંપડી. તેના લીધે છેવટે આ બેઠક ભારતને મળી.

તેમણે જણાવ્યું હતું કે ભારતે છેલ્લા કેટલાય વર્ષોમાં મહિલા સશક્તીકરણની દિશામાં નોંધપાત્ર કામ કર્યુ છે. તેના લીધે મહિલાઓ તેની સાથે પોતાનું અને કુટુંબનું સામાજિક સ્તર ઉપર લાવી છે. ભારતના આ પ્રયાસોની સંયુક્ત રાષ્ટ્ર સંઘે પણ નોંધ લીધી છે.

આ પણ વાંચોઃ દેશના રાષ્ટ્રપતિ, PM, વિપક્ષી નેતા, CM, ચીફ જસ્ટિસની પણ જાસૂસી કરે છે ચીન

ચીન માટે તાજેતરમાં આ બહુ મોટો ઝાટકો છે. આ બાબત તે દર્શાવે છે કે ચીનને હવે પહેલા જેવું વૈશ્વિક સમર્થન મળી રહ્યુ નથી. ચીન ધીમે-ધીમે વિશ્વમાં પાકિસ્તાનની જેવો અળખામણો દેશ બની રહ્યો છે. તેની કંપનીઓ પર બીજા દેશમાં સરકાર વતી જાસૂસી કરવાના આરોપ લાગી રહ્યા છે.

આટલું ઓછું હોય તેમ ચીને ભારત સરહદે કરેલું સાહસ પણ ભારતીય સૈનિકોના લીધે નિષ્ફળ પુરવાર થતા બૈજિંગની સમગ્ર વિશ્વમાં કિરકિરી થઈ ગઈ છે. પોતાને અમેરિકા જેવી મહાસત્તા બનાવવાના તોરમાં રાચતા ચીને ભારત સામે હાર સહન કરવી પડી છે અને તેના આ પરાજયની નોંધ સમગ્ર વિશ્વના અખબારોએ લીધી છે.

આ બતાવે છે કે ચીનનું લશ્કર માનવામાં આવે છે તેટલું મજબૂત નથી, ચીન પાસે આર્થિક તાકાત છે, પરંતુ જે લશ્કરી તાકાતના તે દાવા કરે છે તેવી લશ્કરી તાકાત વાસ્તવમાં તેની પાસે છે નહી.