Gujarat Exclusive > દેશ-વિદેશ > Corona updates : દેશમાં કુલ કેસ 43 લાખને પાર, મૃતકોની કુલ સંખ્યા 73 હજારને પાર

Corona updates : દેશમાં કુલ કેસ 43 લાખને પાર, મૃતકોની કુલ સંખ્યા 73 હજારને પાર

0
56
  • એક વાર ફરીથી દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઉછાળો
  • છેલ્લાં 24 કલાકમાં દેશમાં નવા કેસ 89 હજારને પાર
  • સમગ્ર દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 43 લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિત કેસો (India Corona Updates news) માં એક વાર ફરીથી ઉછાળો થતો જોવા મળી રહ્યો છે. મંગળવારના રોજ સંક્રમણના કેસોમાં થોડો ઘટાડો આવ્યાં બાદ બુધવારના રોજ ફરી 89,706 નવા કેસ સામે આવ્યાં છે. આ નવા કેસોની સાથે દેશમાં કોવિડ-19ના દર્દીઓની સંખ્યા વધીને 43 લાખ 70 હજારથી પણ વધારે થઇ ગઇ છે. પરંતુ રાહતની વાત તો એ છે કે બીમારીથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યામાં પણ નફો થયો છે. મળતી જાણકારી અનુસાર, અત્યાર સુધીમાં અંદાજે 34 લાખ લોકો સાજા થઇ ચૂક્યાં છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડાઓ અનુસાર છેલ્લાં 24 કલાકમાં 1,115 લોકોના મોત થતા મૃતકોની સંખ્યા વધીને 73,890 થઇ ગઇ છે. દેશમાં સંક્રમણના કેસો (India Corona Updates news) વધીને 43,70,129 થઇ ગઇ છે. જેમાંથી 8,97,394 લોકોની સારવાર ચાલી રહી છે અને 33,98,845 લોકો સારવાર બાદ આ બીમારીથી બહાર એટલે કે કોરોનાને મ્હાત આપી ચૂક્યાં છે. સંક્રમણના કુલ કેસોમાં વિદેશી નાગરિક પણ શામેલ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર, દર્દીઓના સ્વસ્થ થવાનો દર વધીને 77.77 ટકા થઇ ગયો છે જ્યારે મૃત્યુદરમાં ઘટાડો આવ્યો છે અને આ ઘટાડો 1.69 ટકા છે. જ્યાં 20.53 દર્દીઓની હજી સારવાર ચાલી રહી છે. દેશમાં કોરોનાનો મૃત્યુદર વૈશ્વિક સરેરાશથી પણ ઓછી છે.

આ પણ વાંચોઃ ભગવાન શ્રી રામના નામ પર હશે અયોધ્યા એરપોર્ટ, આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસાવવાની પહેલ

છેલ્લાં 24 કલાકમાં સાડા 11 લાખ નમૂનાઓની તપાસ

ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) તરફથી રજૂ કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, દેશભરમાં આઠ સપ્ટેમ્બર સુધી કુલ 5,18,04,677 નમૂનાઓની તપાસ કરવામાં આવી. જેમાં મંગળવારના રોજ એક દિવસમાં 11,54,549 નમૂનાઓની તપાસ કરવામાં આવી.

ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 3000ને પાર

ગુજરાતમાં કોરોના વાયરસના કેસો (Gujarat Corona Update) માં સતત વૃદ્ધિ થઇ રહી છે. જો કે રિકવરી રેટમાં પણ વધારો થયો છે. રાજ્યમાં (Gujarat Corona Update) આજે તેરસો નજીક કોરોના કેસ નોંધાયા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન કોરોનાએ 12 દર્દીઓનો ભોગ લીધો છે. જ્યારે આજે સૌથી વધુ 1400થી વધુ લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ગુજરાતમાં (Gujarat Corona Update) છેલ્લાં 24 કલાકમાં 1295 કોરોનાના કેસ નોંધાયા છે, તેની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 1,06,966એ પહોંચી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 13 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. તેની સાથે કુલ મૃત્યુઆંક 3136એ પહોંચ્યો છે.

આજે મહાનગરો સુરતમાં 265, અમદાવાદમાં 170 કેસ, વડોદરામાં 123, રાજકોટમાં 134 બાદ સૌથી વધુ જામનગર જિલ્લામાં 99 કેસ નોંધાયા છે. આજે સમગ્ર રાજ્યમાં સૌથી ઓછા કેસ પોરબંદર અને ડાંગ જિલ્લામાં નોંધાયા છે.

આ પણ વાંચોઃ રાહત: છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ દર્દીઓએ આપી કોરોનાને મ્હાત