Gujarat Exclusive > દેશ-વિદેશ > ભારતમાં કોરોનાએ ચિંતા વધારી! 24 કલાકમાં તોડ્યા આજ સુધીના તમામ રેકોર્ડ

ભારતમાં કોરોનાએ ચિંતા વધારી! 24 કલાકમાં તોડ્યા આજ સુધીના તમામ રેકોર્ડ

0
107
  • એક જ દિવસમાં નોંધાયા નવા 96,551 કોરોના કેસ, 1,209 મોત

  • દેશમાં કોરોના સંક્રમિતોનું કુલ આંક 45 લાખ પાર

નવી દિલ્હી: દેશમાં કોરોના વાઈરસ (India Corona Update)ના સંક્રમિતોની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. આ મહામારી રોજ નવો રેકોર્ડ બનાવી રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 96 હજાર (India Corona Update)થી વધુ નવા કેસ સામે આવ્યા છે. તેની સાથે જ કોરોના કેસોનો કુલ આંકડો 45 લાખ પાર પહોંચી ગયો છે. જ્યારે આ વાઇરસના કારણે 76 હજારથી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડ બ્રેક 96,551 નવા કેસ (India Corona Update) મળી આવ્યાં છે. જે અત્યાર સુધી એક દિવસમાં મળી આવેલ પોઝિટિવ કેસોનો સૌથી મોટો આંકડો છે. અગાઉ 10 સપ્ટેમ્બરે સૌથી વધુ 95,723 નવા કેસો નોંધાયા હતા.

આ પણ વાંચો: ICMRના પ્રથમ નેશનલ SERO સર્વેનું ચોંકાવનારું પરિણામ સામે આવ્યું

આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 45,62,415 પર પહોંચી ચૂકી છે. જ્યારે 24 કલાકમાં સૌથી વધુ 1,209 (Corona Virus Update) લોકોના મરણ સાથે દેશમાં કોરોનાના કારણે મોતને ભેટેલા લોકોની સંખ્યા વધીને 76,271 પર પહોંચી ચૂકી છે.

જો કે ભારત માટે રાહતની વાત એ છે કે, તે હવે વિશ્વનો એવો બીજો દેશ બની ગયો છે. જ્યાં સૌથી વધુ દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અપડેટ પ્રમાણે, અહીં અત્યાર સુધીમાં 35,42,664 લોકો કોરોનાને માત આપી ચૂક્યાં છે. એટલે કે આટલા લોકો સારવાર બાદ સ્વસ્થ થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

આ પણ વાંચો: કોરોના વિરુદ્ધ જંગમાં ભારતને મોટો આંચકો, સિરમ ઇન્સ્ટિટ્યૂટે ટ્રાયલ અટકાવ્યું

આમ કોરોનાના રિકવરી મામલે ભારત બીજા ક્રમે અને બ્રાઝીલ ત્રીજા નંબરે પહોંચી ગયું છે. દેશમાં હાલ 9,43,480 કોરોનાના એક્ટિવ કેસો છે.

મહારાષ્ટ્રમાં ગુરુવારે 23,446 નવા કોરોનાના કેસો સામે આવ્યા છે અને વધુ 448 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આમ રાજ્યમાં અત્યાર સુધી 9,90,795 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યાં છે. જેમાંથી 28,282 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

દેશની રાજધાની દિલ્હીમાં બુધવારે રેકોર્ડ બ્રેક 4,308 નવા કેસ સામે આવ્યા છે. આમ અહીં કોરોના સંક્રમિતોની સંખ્યા પણ 2.5 લાખને પાર પહોંચી ચૂકી છે.

ભારત સિવાય વિશ્વના અન્ય દેશોમાં પણ કોરોના વાઇરસનો કહેર યથાવત છે. વિશ્વમાં લગભગ 2.81 કરોડ કરોડથી વધુ લોકો સંક્રમિત થઇ ચુક્યા છે. જ્યારે આ વાઇરસના કારણે 9.8 લાખથી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે.

સૌથી મોતના મામલામાં અમેરિકા સૌથી ઉપર છે. અત્યાર સુધી અમેરિકામાં 1.91 લાખ લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. જ્યારે બ્રાઝિલ 1.29 લાખ મૃત્યુ સાથે બીજા નંબરે છે. આ મામલામાં ભારત ત્રીજા સ્થાને છે જ્યા આ મહામારીથી અત્યાર સુધી 76,271 લોકો મૃત્યુ પામ્યા છે.