Gujarat Exclusive > દેશ-વિદેશ > દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 50 લાખ પાર, 82 હજારથી વધુ મોત

દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 50 લાખ પાર, 82 હજારથી વધુ મોત

0
92

નવી દિલ્હી: દેશમાં કોરોનાના કેસો અનિયંત્રિત રફ્તાર સાથે આગળ વધી રહ્યા છે. આ ખતરનાક મહામારીની ઝપટમાં અત્યાર સુધી 50 લાખથી (India Corona Update) વધુ લોકો આવી ચુક્યા છે. જ્યારે 82 હજારથી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે.

જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 50,08,878 (India Corona Update)  થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં 81,964 નવા કેસો નોંધાયા છે. જ્યારે કોરોનાના કારણે અત્યાર સુધી 82,038 લોકોના (India Corona Update)  મોત થઇ ચુક્યા છે. હાલ દેશમાં કોરોનાના 9,93,075 એક્ટિવ કેસ છે, જ્યારે 39,31,356 લોકો સાજા થઇ ચુક્યા છે. મંગળવારે સૌથી વધુ કોરોનાના કેસો મહારાષ્ટ્ર (20,432)માં નોંધાયા.

India Corona Update

રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્ર પછી આન્ધ્ર પ્રદેશ (8846), કર્ણાટક (7576), ઉત્તર પ્રદેશ (6841), તમિલનાડુ (5697) અને દિલ્હીમાં 4263 નવા કેસો સામે આવ્યા છે. જૂનના અંત સુધી ભારતના મહત્વપૂર્ણ શહેરોમાંના એક બેંગ્લુરુ શહેર કોરોના વાયરસથી સૌથી ઓછો પ્રભાવિત હતો, હવે આ દેશમાં સૌથી વધુ કોવિડ કેસો વાળો શહેર બની ગયો છે. (India Corona Update) 

આ પણ વાંચો: સોલાના ગોતા હાઉસિંગમાંથી ગૂમ 7 વર્ષની બાળકી ખુશીની હત્યા કરેલી લાશ મળી

કોરોનાના સતત વધી રહેલા કેસો વચ્ચે સારા સમાચાર એ છે કે દેશમાં અત્યાર સુધી 39 લાખથી વધુ લોકો સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધી લગભગ 6 કરોડ કોરોના સેમ્પલ ટેસ્ટ થઇ ચુક્યા છે. ગત અઠવાડિયે 76 લાખ સેમ્પલ ટેસ્ટ માટે લેવામાં આવ્યા હતા.

દેશના 18 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 5 હજારથી લઇને 50 હજાર વચ્ચે છે. માત્ર રાજ્ય રાજ્ય જ એવા છે જ્યાં એક્ટિવ કેસની સંખ્યા 50 હજારથી વધુ છે. સૌથી વધુ એક્ટિવ કેસના મામલે મહારાષ્ટ્ર (2,91,747) નંબર એક પર છે.