શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેવા માટે ચીનના સંરક્ષણ મંત્રી લી ઝિંગફુ ભારત આવશે.
Advertisement
Advertisement
આ બેઠક ગોવામાં યોજાશે. ચીનના સત્તાવાર મીડિયા ‘ગ્લોબલ ટાઈમ્સ’એ ચીનના સંરક્ષણ મંત્રાલયને ટાંકીને આ માહિતી આપી છે.
લી ઝિંગફૂ ઉપરાંત રશિયાના રક્ષા મંત્રી સર્ગેઈ શોઇગુના પણ ભારત આવવાના સમાચાર છે. ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ SCO સંરક્ષણ પ્રધાનોની બેઠકની અધ્યક્ષતા કરશે.
ચીનના રક્ષા મંત્રીની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ગલવાન ઘાટીમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચેના સંઘર્ષ બાદ LAC પર વધેલા તણાવને ઘટાડવાના પ્રયાસો થઈ રહ્યા છે.
LACમાં શાંતિ સ્થાપવા માટે બંને દેશોના સૈન્ય કમાન્ડરો વચ્ચે રવિવારે 18માં રાઉન્ડની વાતચીત થઈ. બેઠક બાદ બંને દેશો દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વાતચીત ખૂબ જ ખુલ્લી અને વિગતવાર હતી.
આનાથી બંને દેશોને સંબંધો વધુ સુધરવામાં મદદ મળશે. હજુ પણ LACમાં ભારત અને ચીનના 60 હજારથી વધુ સૈનિકો તૈનાત છે.
Advertisement