Gujarat Exclusive > દેશ-વિદેશ > હવે ચીન સાથે આરપારની લડાઇ, ભારતે LAC પર બોફોર્સ તોપ ખડકી

હવે ચીન સાથે આરપારની લડાઇ, ભારતે LAC પર બોફોર્સ તોપ ખડકી

0
44

ચીનની દરેક ચાલનો જવાબ આપવાની તૈયારી, તનાવ વચ્ચે ભારતે LAC પર બોફોર્સ તોપ ખડકી

નવી દિલ્હી: મોસ્કોમાં ભારત અને ચીનના વિદેશ મંત્રીઓ વચ્ચે બેઠક થઇ છે. એક તરફ ચીન ભારત સાથે વાતચીત કરી રહ્યું છે, તો બીજી તરફ તેની સેના પેંગોન્ગ વિસ્તારોમાં પોતાની તાકત વધારી રહી છે. લાઇન ઓફ એક્ચ્યુલ કન્ટ્રોલ (LAC) પર ચીનની હરકતને જોતા ભારતીય સેનાએ હવે 155 મિમિની હોવિત્જર તોપ ખડકવાનું શરૂ કર્યુ છે.

LAC પર બોફોર્સ તોપ તૈનાત કરવી ભારતીય સેનાનું મોટું પગલું છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે, જ્યારે ચીન ઘુસણખોરીના તેના પ્રયાસો સતત ચાલુ રાખ્યા છે. LAC પર હાલના દિવસોમાં લગભગ 40 હજાર ભારતીય જવાન તૈનાત છે. વાયુસેના પણ સ્ટેન્ડબાય છે અને હવે હોવિત્જર તોપ પણ સરહદ પર મોકલી દેવાઇ છે. ચીને નાનામાં નાની ભૂલ પણ કરી તો તેને તેની કિંમત ચુકવવી પડશે.

આ પણ વાંચો: LAC પર તનાવ વચ્ચે મૉસ્કોમાં ભારત અને ચીનના વિદેશ મંત્રીઓ વચ્ચે બેઠક

ભારતીય જવાનોની હવે ફિંગર-4 સુધી પહોંચી ગઈ છે. સામરિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ ઉંચાઈ વાળો વિસ્તા પર જવાનોનો દબદબો થઇ ચુક્યો છે. તનાવ વચ્ચે LAC પર સ્થિતિ બદલી રહી છે. ભારતના જવાનોએ પૂર્વી લદ્દાખના જુદા-જુદા વિસ્તારોમાં પોતાની પકડ મજબૂત કરી છે. માઉન્ટેન વૉરફેયરના ઉત્કૃષ્ટ જવાન ચીનને પાઠ ભણાવવા માટે તૈયાર છે.

પેંગોંગ લેકના ઉત્તર અને દક્ષિણ વિસ્તારોમાં ચીન પરેશાન થઈ ગયુ છે. ચીન ભલે તેના જવાન, ગાડીઓ અને હથિયારો ખડકી ચૂક્યો હોય, પણ આ વિસ્તારોમાં ઊંચાઈ પર ભારતની પકડ મજબૂત થવાથી તેના પરસેવો છૂટી રહ્યા છે. ભારતીય જવાન ઊંચાઇ પર તૈનાત છે અને તેઓ ચીની સેનાની હરકત પર નજર રાખી રહ્યા છે.

આ પણ વાંચો: લોન EMIમાં રાહતનો કેસઃ સુપ્રીમ કોર્ટની લોનધારકોને 28 સપ્ટેમ્બર સુધી રાહત

આ વચ્ચે ચીનને રસ્તા પર લાવવા માટે હવે હિન્દુસ્તાન ઇન્ટીગ્રેટેડ રેસ્પોસની રણનીતિ અપનાવી રહ્યો છે. એટલે ચીન જે ભાષામાં સમજશે, તેને એ જ ભાષામાં સમજાવવાનો પ્રયાસ થશે. આ જ પ્રયાસો હેઠળ વિદેશ મંત્રી એસ. જયશંકરે ગુરુવારની રાત ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી. મોસ્કોમાં લગભગ 2 કલાક સુધી બંને વચ્ચે વાતચીત ચાલી.