Gujarat Exclusive > દેશ-વિદેશ > ચીનની દાનત ખોરીઃ જંગ જેવી તૈયારી સાથે બોમ્બર, એર ડિફેન્સ સિસ્ટમ ગોઠવી

ચીનની દાનત ખોરીઃ જંગ જેવી તૈયારી સાથે બોમ્બર, એર ડિફેન્સ સિસ્ટમ ગોઠવી

0
43
  • લાઇવ ફાયર ડ્રીલ સાથે શસ્ત્રો-બળોની તહેનાતી ઘણા સપ્તાહથી ચાલુ
  • HJ-10 એન્ટી ટેન્ક મિસાઇલ સિસ્ટમ  ગોબી રણ ક્ષેત્રમાં ખસેડી

બેઇજિંગ/ નવી દિલ્હીઃ ભારત-ચીન સરહદે તનાવ (India-China Border Tension)ની સ્થિતિ વધી ગઇ છે. ચીની સૈનાએ 45 વર્ષમાં પહેલી વાર ગોળીબાર કર્યા બાદ ગુરુવારે પીપલ્સ લિબ્રેશન આર્મી (PLA)એ બોમ્બર, એર ડિફેન્સ સિસ્ટમ, સૈનિકો સહિતના શસ્ત્રો તહેનાત કરી દીધા છે. ગ્લોબ્લ ટાઇમ્સે દાવો કર્યો છે કે બંને દેશો વચ્ચે જંગની સ્થિતિ સર્જાઇ છે.

આ પણ વાંચોઃ લશ્કર માટે લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર વિકસાવતું હિંદુસ્તાન એરોનોટિક્સ

ભારત-ચીન વચ્ચે મે મહિનામાં પૂર્વ લદ્દાખ વચ્ચે શરુ થયેલો તનાવપૂર્ણ વિવાદ હવે ગંભીર સ્વરુપે લઇ રહ્યું છે. રિપોર્ટ મુજબ ગલવાન ખીણમાં હિંસા, પેંગોન્ગ સરોવર પરની અથડામણ બાદ ચીન ભારત પર ગોળીબાર કરવાનો આરોપ મૂકી રહ્યો છે. સાથે તેની પીપલ્સ લિબ્રેશન આર્મી સરહદે ભારે સૈન્ય સહિત શસ્ત્રો તહેનાત કરી રહી છે.

ચીનના વિવિધ ભાગોમાંથી સેના બોલાવી રહ્યું છે

ચીનના અખબાર ગ્લોબલ ટાઇમ્સે સંરક્ષણ નિષ્ણાતોને ટાંકીને દાવો કર્યો છે કે,

“ચીનની PLAએ સુરક્ષાબળોની સંખ્યા વધારવાની સાથે યુદ્ધઅભ્યાસ પણ શરુ કરી દીધો છે. અખબારે લખ્યું છે કે એર ડિફેન્સ સિસ્ટમ, સશસ્ત્ર વાહનો, પેરાટ્રૂપર્સ, સ્પેશિયલ ફોર્સ અને ઇન્ફન્ટ્રીને ચીનના ખૂણે ખૂણેથી બોલાવી ભારત સાથેની સરહદે ગોઠવવામાં આવી રહ્યા છે. ઉપરાંત PLAના સેન્ટ્રલ થિયેટર કમાન્ડ એરફોર્સના H-6 બોમ્બર અને Y-20 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટર ટ્રેનિંગ મિશન માટે તહેનાત કરી દીધા છે.

આ પણ વાંચોઃ સંરક્ષણ ક્ષેત્રમાં 74 ટકા FDIને મંજૂરી, મોનસૂન સત્રમાં બિલ આવવાની સંભાવના

સઘન યુદ્ધઅભ્યાસ કરી રહ્યું છે

ગ્લોબલ ટાઇમ્સે મીડિયા રિપોર્ટ્સને ટાંકીનો દાવો કર્યો કે લાંબા અંતરના ઓપરેશન્સ, લાઇવ ફાયર ડ્રીલ સાથે શસ્ત્રો-બળોની તહેનાતી ઘણા સપ્તાહથી ચાલુ છે. આ કાર્યવાહી ઉત્તર-પશ્ચિમ ચીનના રણ પ્રદેશ અને દક્ષિણ-પશ્ચિમ ચીનના તિબેટ ક્ષેત્રમાં કરવામાં આવી રહી છે. ચીનના સેન્ટ્રલ ટીવી (CCTV)એ ગત સપ્તાહે દાવો કર્યો હતો કે PLAની 71મી ગ્રૂપ સેનાની HJ-10 એન્ટી ટેન્ક મિસાઇલ સિસ્ટમ પૂર્વ ચીનના જિયાંગ્સુ પ્રાંતથી ગોબી રણ ક્ષેત્રમાં પહોંચાડાઇ છે.

ભારત પર ગોળીબાર કર્યાનો આરોપ

ચીનની પબ્લિક લિબ્રેશન આર્મી તિબેટ મિલિટરી કમાન્ડે 4500 મીટરની ઊંચાઇએ સંયુક્ત બ્રિગેડ સ્ટ્રાઇક એક્સરસાઇઝ કરી છે. પીએલએની 72મી ગ્રૂપ સેના પણ ઉત્તર પશ્ચિમ ચીનમાં પહોંચી ગઇ છે. અહીં તેની એર ડિફેન્સ બ્રિગેડે પણ લાઇવ ફાયર ડ્રીલ કરી હતી. જેમાં એન્ટી એરક્રાફ્ટ ગન અને મિસાઇલ અભ્યાસ સામેલ છે. પરંતુ સામે ચીનના પશ્ચિમ થિયેટર કમાન્ડે આરોપ મૂક્યો કે 7 સપ્ટેમ્બરે તેના સૈનિકો વાતચીત માટે ગયા ત્યારે ભારતીય સેનાએ તેમના પર ગોળીબાર કર્યો હતો.

આ પણ વાંચોઃ ગલવાન જેવી હિંસક ઘટનાનું પુનરાવર્તન કરવા માંગતું હતું ચીન, તસ્વીર આવી સામે

ભારતનો વળતો પ્રહાર

બીજી બાજુ ભારતીય રિપોર્ટ મુજબ ચીનના સૈનિકો મુખપારી શિખર પર કબજા માટે ગલવાન જેવી હિંસા કરવા માગતા હતા. તેથી ભારતીય સૈનિકોએ બચાવમાં હવામાં ગોળીબાર કર્યો હતો. ત્યારે સશસ્ત્ર ચીની સૈનિકો શેનાપાઓ/ ગોડ પાઓ પર્વત તરફ આગળ વધી રહ્યા હતા. આ ચોટી થાકુંગ અને સ્પાંગુર ગેપ વચ્ચે છે. ભારતીય સેનાએ ચીનની નાપાક હરકતોનો જવાબ આપવા માટે 29-30 ઓગસ્ટે આ ક્ષેત્રમાં જડબાતોડ કાર્યવાહી કરી તમામ મુખ્ય ચોટીઓ પર કબજો કરી લીધો હતો. ત્યારથી ચીની ડ્રેગન છંછેડાયેલું છે.