Gujarat Exclusive > દેશ-વિદેશ > ચીન સાથે પાંચ સૂત્રીય સંમતિ પછી પણ સરહદી વિવાદનો ઉકેલ નહી, તનાવ યથાવત્

ચીન સાથે પાંચ સૂત્રીય સંમતિ પછી પણ સરહદી વિવાદનો ઉકેલ નહી, તનાવ યથાવત્

0
66

નવી દિલ્હીઃ ભારત (India)અને ચીન (China)ના વિદેશ મંત્રી (Foreign minister)ઓ વચ્ચે મોસ્કોમાં પાંચ સૂત્રીય સહમતી પછી પણ તનાવ ઘટવાનું નામ લઈ રહ્યો નથી. કૂટનીતિક (Political) અને લશ્કરી (Army)સ્તરે ટોચના સ્તરે વાતચીત પછી પણ સમાધાન નીકળતુ દેખાઈ રહ્યું નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ ભારત અને ચીનનું લશ્કર એલએસી પર રોકાયેલું છે. ભારતીય લશ્કર ચીનની દરેક હરકત પર નજર રાખી રહ્યુ છે. હવે જ્યાં સુધી કોઈ સમાધાન નીકળતુ નથી ત્યાં સુધી લશ્કર સરહદી સુરક્ષામાં કોઈ ઢીલ આપવા માંગતું નથી.

આ પણ વાંચોઃ ચીનના જૂઠ્ઠાણાનો પર્દાફાશ, વુહાનની સરકારી લેબમાં જ બન્યો કોરોના વાઈરસ!

કોર કમાન્ડર સ્તરની વાતચીત પછી પણ ઉકેલ નહીં

વાસ્તવમાં સેનાઓના કોર કમાન્ડર સ્તરની વાતચીત પછી પણ સીમા વિવાદનો ઉકેલ મળી રહ્યો નથી. માનવામાં આવે છે કે આગામી કેટલાક દિવસો સુધી આ વાતચીત જારી રહેશે. પાંચ સૂત્રી સહમતી હેઠળ લશ્કરે ઝડપથી પરત ફરવુ, સેનાઓ વચ્ચે નિશ્ચિત અંતર જાળવી રાખવુ, વાતચીત જારી રાખવી અને સરહદી વ્યવસ્થાના બધા પ્રોટોકોલ અને સમજૂતીઓનું પાલન કરવાનું હતું.

બંને દેશો ટૂંકમાં મુશ્કેલીનો ઉકેલ લાવશેઃ ચીની રાજદૂત

ભારતમાં ચીનના રાજદૂત સુન વીડોંગે જણાવ્યું હતું કે બંને દેશના વિદેશ મંત્રીઓની વચ્ચે બેઠકમાં પાંચ સૂત્રીય સહમતી એકદમ પ્રાસંગિક છે. ફ્રન્ટ લાઇન ફોર્સને તરત જ ઝડપથી હટાવવામાં આવે. બંને દેશોની રાજકીય ઇચ્છાશક્તિ પણ આ પ્રકારની તરફેણ કરે છે. અમને તમારા ભરોસાની જરૂર છે, શંકાની નહી. તેમણે જણાવ્યું હતું કે મારું માનવું છે કે બંને પક્ષ ઝડપથી વર્તમાન સમસ્યાઓનો ઉકેલ લાવશે. ચીનનો પક્ષ પણ ઇચ્છે છે કે બંને તરફથી અગ્રિમ મોરચા પર હાજર સૈનિકો વચ્ચે પારસ્પરિક સંવાદ થાય, જેથી વિશેષ મામલાઓને ઉકેલી શકાય. બંને પક્ષો સીમાના ક્ષેત્રોમાં શાંતિ અને સદભાવ વધારવા માટે નવા વિશ્વાસની બહાલીના ઉપાયો અજમાવવા જોઈએ.

આ પણ વાંચોઃ ભારતની અર્થ વ્યવસ્થા પર ચીનની નજર, હવે સ્ટાર્ટઅપ્સ અને પેમેન્ટ-ડિલીવરી એપ્સની જાસૂસી

15 જુનના રોજ ગલવાન ખીણ સંઘર્ષથી સ્થિતિ બગડી

ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન વચ્ચે 15 જુનના રોજ ગલવાન ખીણમાં થયેલા સંઘર્ષ પછી તનાવની સ્થિતિ છે. તેના પછી ચીને પેગોંગ સરોવરને સંપૂર્ણપણે તેના કબ્જામાં લેવાનો પ્રયત્ન કરતા ભારતે તેને નિષ્ફળ બનાવ્યો હતો. તેના પછી ભારતે પેંગોગના નજીકના પહાડોમાં સરસાઈભરી પોઝિશન મેળવી લેતા ચીન હતપ્રભ થઈ ગયું હતું. આજે આ મોરચે ભારત ચીન કરતા સારી સ્થિતિમાં છે અને ચીનના સૈનિકો ઊંચાઈએ લડવા માટે તેટલા સક્ષમ નથી તે પણ પુરવાર થયું છે. તેથી હાલમાં ચીન પોતાની કિરકિરી થતી રોકવા માટે હવાતિયા મારી રહ્યું છે.