Gujarat Exclusive > દેશ-વિદેશ > Covid-19 In India: બ્રાઝીલને પછાડીને બીજા નંબર પર પહોંચ્યું ભારત

Covid-19 In India: બ્રાઝીલને પછાડીને બીજા નંબર પર પહોંચ્યું ભારત

0
71
  • દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 41 લાખની નજીક પહોંચી

  • કોરોનાનો સૌથી વધુ પ્રકોપ મહારાષ્ટ્રમાં

  • મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા

મુંબઈ: ભારત સહિત સમગ્ર વિશ્વમાં જીવલેણ કોરોના વાઈરસ (Corona Virus) હાહાકાર મચાવી રહ્યો છે. કોરોના સંક્રમણને ફેલાતુ રોકવા માટે લેવાયેલા આક્રામક પગલા છતાં જોઈએ, તેટલી સફળતા નથી મળી રહી. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા (Corona Positive Case)માં દિન-પ્રતિદિન સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.

દેશમાં કોરોનાના રેકોર્ડબ્રેક કેસો સામે આવી રહ્યા છે. દરરોજ 80 હજારથી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે, તો સામે 1 હજારથી વધુ લોકો મોતને ભેટી રહ્યાં છે. આજ કારણે ભારત હવે કોરોના સંક્રમિતોની સંખ્યાના મામલે વિશ્વમાં બીજા નંબર પર પહોંચી ગયું છે. ભારતે બ્રાઝીલને પાછળ છોડી દીધુ છે અને હવે એકમાત્ર અમેરિકા જ તેનાથી આગળ છે.

આ પણ વાંચો: PUBG પર પ્રતિબંધ બાદ અક્ષય કુમાર લાવ્યો દેશી ગેમ FAU-G, પોસ્ટર રિલીઝ

દેશમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 40,96,690ની પાર પહોંચી ચૂક્યો છે. જ્યારે કોરોનાના કારણે 70,500થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બ્રાઝીલની વાત કરીએ તો, અહીં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 40,91,801 પર પહોંચી છે, જ્યારે 1,25,500થી વધુ લોકોના મરણ થયા છે.

આજ રીતે વિશ્વના સૌથી વધુ શક્તિશાળી દેશ અમેરિકા પણ કોરોના સામે લાચાર જોવા મળી રહ્યું છે. અમેરિકા કોરોના દર્દીઓના આંકડાની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ ક્રમે છે. અમેરિકામાં કોરોનાના 62 લાખથી વધુ કેસો છે. જ્યારે અત્યાર સુધીમાં અહીં 1,88,000થી વધુ લોકોના મોત થઈ ચૂક્યાં છે.

ભારતમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ 860134 છે. જો કે રાહતની વાત એ છે કે, સ્વસ્થ થઈ જનારા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. અત્યાર સુધી 31,72,000થી વધુ દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ ચૂક્યાં છે. શનિવારે 67,000થી વધુ દર્દીઓએ કોરોનાને માત આપી છે.

મહારાષ્ટ્રમાં સ્થિતિ સૌથી વધુ ખરાબ
આમ તો દેશના મોટાભાગના તમામ રાજ્યોમાં કોરોનાની અસર જોવા મળી રહી છે. જો કે મહારાષ્ટ્રમાં જીવલેણ વાઈરસનો સૌથી વધુ પ્રકોપ છે. અહીં શનિવારે એક જ દિવસમાં કોરોનાના 20,801 નવા કેસ સામે આવ્યા છે. જે અત્યાર સુધી કોઈ એક દિવસનો સૌથી મોટો આંકડો છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 312 લોકોના મરણ નોંધાયા છે.

આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 8,83,862 પર પહોંચી ચૂકી છે. જ્યારે કુલ મૃત્યુઆંક વધીને 26,276 થઈ ગયો છે.

મહારાષ્ટ્રમાં સતત ચોથા દિવસે સૌથી વધુ કોરોનાના કેસ સામે આવ્યા છે. શુક્રવારે 19,218 કેસ નોંધાયા હતા. જો કે શનિવારે 10,801 લોકો કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. હાલ મહારાષ્ટ્રમાં કુલ 2,20,661 કોરોના દર્દીઓની સારવાર ચાલી રહી છે.

24 કલાકમાં મુંબઈમાં જ 1,737 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 33ના મરણ નોંધાયા છે. આ સાથે જ શહેરમાં અત્યાર સુધી 1,53,712 કોરોના કેસો સામે આવી ચૂક્યાં છે. જ્યારે શહેરમાં મૃતકોની સંખ્યા વધીને 7832 પર પહોંચી ચૂકી છે.