Gujarat Exclusive > દેશ-વિદેશ > બ્રાઝીલ: જેલમાં જૂથ અથડામણમાં 57ના મોત, 16ના માથા ધડથી અલગ કરાયા

બ્રાઝીલ: જેલમાં જૂથ અથડામણમાં 57ના મોત, 16ના માથા ધડથી અલગ કરાયા

0
1216

બ્રાઝીલના ઉત્તર પ્રાંતના પારામાં એક જેલમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં 57 કેદીઓના મોત થયા હતા. વહીવટી તંત્રએ આ અંગે માહિતી આપી હતી કે, પ્રાંતની રાજધાની બેલેમથી આશરે 850 કિલોમીટર દૂર અલ્ટામીરાની જેલમાં લગભગ 5 કલાક સુધી હિંસક અથડામણ થઈ હતી. અંતે વિવિધ સરકારી એજન્સીઓના સંયુક્ત પ્રયાસો બાદ તેને કાબૂમાં કરી શકાઈ હતી.

મૃત્યુ પામેલા 16 કેદીઓના માથા તેમના ધડથી અલગ કરી દેવામા આવ્યા હતા. જ્યારે એક જૂથ દ્વારા એક સેલને આગને હવાલે કરવાના કારણે 41 લોકોનાં ગુગળામણમાં મોત થયા હતા. પ્રાંતીય જેલ તંત્રના પ્રમુખ જારબાસ વાસ્કોન્સેલોસે જણાવ્યું કે, બીજા જૂથનો સફાયો કરવા માટે સ્થાનિક જૂથ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો હુમલાખોરોએ પ્રવેશ કર્યો અને બેરેકને આગ લગાડી દીધી હતી.

જેલના વહિવટી અધિકારીએ જણાવ્યું કે, જેલના એક ભાગમાં કેદી નાસ્તો કરવા બેઠા હતા અને તરત જ બીજા સેલમાંથી હુમલો કરનારા આવ્યા અને દેશી હથિયારોથી હુમલો કર્યો હતો. આ હુમલા દરમિયાન બંધક બનાવેલા બે કર્મચારીઓને પછી સલામત રીતે છોડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

કેટલાક કેદીઓના પરિવારોએ અલ્ટામીરામાં પ્રદર્શન કરી રહેલા એક જૂથને ખસેડવા માંગ કરી હતી, જેથી વિવાદ ખાળી શકાય.

‘હમ તો ફકીર આદમી હૈ…! PM મોદીના અવાજમાં અમદાવાદના પોલીસનો TikTok વીડિયો વાયરલ