Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > ફાઈનલમાં જિમ્મી નીશમે સુપર ઓવરમાં સિક્સ ફટકારી અને તે સમયે જ તેમના કોચે જીવ ગુમાવ્યો

ફાઈનલમાં જિમ્મી નીશમે સુપર ઓવરમાં સિક્સ ફટકારી અને તે સમયે જ તેમના કોચે જીવ ગુમાવ્યો

0
288

વર્લ્ડકપ 2019ની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડે શાનદાર રમતનું પ્રદર્શન કર્યું. નિર્ધારિત ઓવરો બાદ પણ બંને ટીમોનો સ્કોર બરાબરી પર રહ્યો હતો. જેના કારણે વર્લ્ડકપના ઈતિહાસમાં પ્રથમ વખત દુનિયાએ સુપર ઓવરની મજા માણી. ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતાં 15 રન બનાવ્યા. સુપર ઓવરમાં 16 રનના ટાર્ગેટનો પીછો કરવા માટે નીશમ અને ગુપ્ટિલને મેદાનમાં ઉતારવામાં આવ્યા. પ્રથમ બોલ વાઈડ.. ફરીથી બીજી બોલ નાંખવા આવેલ આર્ચરે યોર્કર માર્યો પરંતુ નીશમ બે રન લેવામાં સફળ રહ્યો. બીજા બોલને નીશમે પેવેલિયનમાં મોકલી દીધો… આમ બે બોલમાં જ ન્યૂઝીલેન્ડે આઠ રન બનાવી લીધા. ન્યૂઝીલેન્ડના લોકો ખુશીથી ઝૂમી રહ્યાં હતા, જ્યારે બીજી તરફ ન્યૂઝીલેન્ડમાં તે સિક્સના સમાચાર સાંભળીને નીશમના કોચ રહેલ ડેવ ગોર્ડને અંતિમ શ્વાસ લઈ લીધા… તેમને ફાઈનલથી થોડા સમય પહેલા જ હાર્ટ ફેલ થવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડેવે હાઈસ્કૂલના દિવસોમાં જિમ્મીને ક્રિકેટ શિખવાડ્યુ હતું.

જિમ્મી નીશમે ટ્વિટ કરીને કોચ માટે લખ્યું-

ડેવ ગોર્ડન, મારા હાઈસ્કૂલ ટીચર, કોચ અને દોસ્ત. આ ખેલ પ્રત્યે તમારો પ્રેમ લાજવાબ હતો. ખાસ કરીને તેમના માટે જેમને તમારી પાસેથી શિખવાની તક મળી. આશા છે કે, તમે તે મેચ દરમિયાન ગર્વ અનુભવી રહ્યાં હતા. દરેક ચીજ માટે આભાર. શ્રદ્ધાંજલી.

નીશમની ઈનિંગ ટીમને કામ આવી શકી નહીં. ન્યૂઝીલેન્ડની ટીમ સુપર ઓવરમાં પણ બરાબર સ્કોર કર્યા છતા મેચ હારી ગઈ. નીશમને બીજો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે મેચ બાદ તેમને પોતાના કોચના મોતના સમાચાર મળ્યા. ડેવની પુત્રી લિયોની ગોર્ડને પાછળથી પોતાના નિવેદનમાં જણાવ્યું કે, તેમના પિતા જિમ્મી સાથે હંમેશા વાત કરતાં હતા. જિમ્મીના પિતા અને ડેવ સારા દોસ્ત હતા. ડેવને જિમ્મી પર ગર્વ હતો. ડેવે ફાસ્ટ બોલર લૌકી ફર્ગ્યુશનને પણ કોચિંગ આપી હતી. વર્લ્ડકપ 2019માં ફર્ગ્યુશને 21 વિકેટ ઝડપી હતી.