Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > નીલ આર્મસ્ટ્રોગમાં દુનિયાએ કોઇ અમેરિકન નહી પણ એક ધરતીવાસીને જોયો હતો

નીલ આર્મસ્ટ્રોગમાં દુનિયાએ કોઇ અમેરિકન નહી પણ એક ધરતીવાસીને જોયો હતો

0
289

ભૂતપૂર્વ સોવિયત સંઘે 12 એપ્રિલ 1961ના રોજ વિશ્વને સ્તબ્ધ કરી દીધુ હતુ. તેણે માનવ ઇતિહાસમાં પ્રથમવાર પોતાના એક એરફોર્સના પાયલટ યૂરી ગાગરિનને અવકાશમાં મોકલ્યો હતો. સંસારમાં સૌથી અમીર દેશ અમેરિકા ત્યાં સુધી આ કારનામું કરી શક્યો નહોતો. સોવિયત સંઘથી પાછળ રહી જવાના કારણે અમેરિકાએ નક્કી કર્યું કે, ચંદ્રમા પર સૌ પ્રથમ તે કોઇ નાગરિકને મોકલશે. ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોવાના કારણે તે હંમેશાથી કુતૂહલનો વિષય રહ્યો છે. અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જોન એફ કેનેડીએ ગાગરિનની અંતરિક્ષયાત્રાના એક મહિના બાદ 25મે 1961ના રોજ અમેરિકન કોગ્રેસને સંબોધિત કરતા કહ્યું કે, હવે સમય આવી ગયો છે એક લાંબી છલાંગનો એક મોટા અમેરિકન કાર્યનો, હું સમજું છું કે, આપણા દેશે આ દાયકો પુરો થયા અગાઉ જ ચંદ્ર પર માણસને ઉતારવા અને તેને પૃથ્વી પર પાછો લાવવાનું લક્ષ્ય પ્રાપ્ત કરવું જોઇએ. બાદમાં અમેરિકાએ તૈયારીઓ શરૂકરી અને અપોલો નામના નવા અવકાશયાન દ્ધારા ચંદ્ર સુધી પહોંચવાની નવી યોજના બની.

અપોલો અવકાશયાન ચંદ્ર પાસે પહોંચીને તેની પરિક્રમા કરીને અવકાશયાત્રીઓ ચંદ્રની સપાટી પર ઉતરી તેની માટી પોતાની સાથે લઇ આવે છે. અપોલો ચંદ્રયાનનું પ્રક્ષેપણ કરવા માટે દ્ધિતીય વિશ્વયુદ્ધના સમયના સૌથી વધારે જર્મન એન્જિનિયરો અને ટેકનિશિયનોની સહાયતાથી સૈટર્ન-5 નામના મહાશક્તિશાળી રોકેટોની એક નવી શ્રેણી વિકસિત કરવામાં આવી. બીજા વિશ્વયુદ્ધ બાદ વેર્નહેર ફોન બ્રાઉન અને આર્થર રૂડોલ્ફ જેવા 100થી વધુ જર્મન વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને અમેરિકા પોતાની સાથે લઇ ગયુ હતુ. આ વૈજ્ઞાનિકો હિટલર માટે ગુપ્ત રીતે રોકેટ યોજના માટે કામ કરી રહ્યા હતા.

અપોલો 11 અભિયાનના ચંદ્રની પરિક્રમા કરનાર અવકાશયાન કોલંબિયાના ચાલક માઇક કોલિંગના મતે શરૂઆતમાં અંતરિક્ષયાનની બનાવટને કોઇ કેકની જેમ પરસ્પર વહેંચી દીધી હતી. અમને ખ્યાલ હતો કે અમે કેવો ખતરાનો સામનો કરી રહ્યા છે. અપોલો 10 અને 17માંથીઉડાણ ભરી ચૂકેલા યુજીન સેર્નનું કહેવું હતું કે આ પરીક્ષણ ઉડાણ સમયે આયોજીત નહોતી. અમે અથવા નાસામાંથી કોઇએ આ અંગે વિચાર્યું નહોતું.100 ટકા શુદ્ધ ઓક્સિજનના 1.1 બાર દબાણવાળા વિસ્તારમાં ક્યાંકથી કોઇ ચિનગારી આવી ગઇ તો શું થશે.

27 જાન્યુઆરી 1967ની સાંજે આવી જ એક દુર્ઘટના બની ગઇ જેમાં અપોલો યાનના કમાન્ડો કૈપ્સૂલની સાથે જમીન પર જ એક પરીક્ષણ દરમિયાન તેમાં આગ લાગી ગઇ. કૈપ્સુલમાં સામાન્ય હવાના સ્થાને ઓક્સિજન ભર્યો હતો અને તેનું દબાણ સામાન્ય કરતા વધારે હતું. કૈપ્સૂલની અંદર વિજળીની સ્પાર્ક થઇ અને આગ લાગી ગઇ હતી. તેમાં બેસેલા ત્રણેય અવકાશયાત્રીઓ એક મિનિટની અંદર બળીને ભસ્મ થઇ ગયા હતા. અપોલો આઠ અને દસ યાત્રીઓ સાથે ચંદ્રમાની પરિક્રમા કરીને પાછા આવી ગયા હતા પરંતુ અપોલો 11 મારફતે ત્રણેય અવકાશયાત્રીઓ પ્રથમવાર ચંદ્ર પર પહોચ્યા હતા.

ભાગ્યની વિડંબણા એ હતી કે ચંદ્ર પર પહોંચવાના અપોલો કાર્યક્રમમા પ્રણેતા રાષ્ટ્રપતિ કેનેડી પોતાનું સ્વપ્ન સાકાર થતું જોવા માટે જીવિત રહી શક્યા નહોતા. 22 નવેમ્બર 1963ના રોજ તેમની હત્યા કરી દેવામાં આવી. અપોલો 10 અને 17ના યુઝીન સેર્નને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, અમે સીઆઇએથી સાંભળ્યુ હતું કે, રશિયન ચંદ્રની પરિક્રમા કરવા માટે સમાનવ યાન મોકલનારા છે જેથી અમે નંબર બે પર રહી જઇશું. અપોલો 14ના એડગર મિચેલના શબ્દોમાં કહીએ તો અમે અપોલો 8ની પોતાની યોજના બદલી દીધી. પૃથ્વીની પરિક્રમાના બદલે હવે અમે સીધા ચંદ્ર પર જવા માંગતા હતા. અપોલો 11ની ઉડાણના એક દિવસ અગાઉ 15 જૂલાઇ 1969ના રોજ નીલ આર્મસ્ટ્રોગે પોતાના એક સાથીઓને કહ્યુ હતું કે, અપોલો 11ના ક્રૂ મેમ્બર્સને કોઇ માનવીને બીજા ગ્રહ પણ પહોંચાડવાના અમેરિકાના પ્રથમ પ્રયાસનું પ્રતિનિધિત્વ કરવાનું સૌભાગ્ય મળશે.

તે સમયે અમેરિકાના સૌથી વજનદાર રોકેટ 2940 રન વજન ધરાવતા સેન્ટર્ન 5 અપોલો 11ને લઇને 16 જૂલાઇ 1969ના રોજ જ્યારે ઉડાણ ભરી ત્યારે ભારતમાં સાંજે સાત વાગ્યાને બે મિનિટ થઇ હશે. ઉડાણ અગાઉના સમયને યાદ કરતા એડવિન બજ એલ્ડ્રિનનું કહેવું છે કે ત્રણ સપ્તાહ અગાઉ સિગારેટ મેં છોડી દીધી હતી. ત્રણ દિવસ અગાઉ મેં અંતિમ ડ્રિંક પીધી હતી. ઉડાણ અગાઉ અમે સારી રીતે સૂઇ શક્યા નહોતા. અમે વિચારતા હતા કે અમારી સામે જે કામ છે તેને સારી રીતે કરી શકીએ. અપોલો 11માં એલ્ડ્રિનના સાથી માઇક કોલિંસે કહ્યું કે, ઉડાણના દિવસો અન્ય દિવસોથી અલગ જ હોય છે. મને લાગતું હતુ કે આખી દુનિયા અમારી સામે જોઇ રહી છે. એવું નહોતું કે અમારાથી ભૂલ નથી થઇ શકતી.

ઉડાણ ભરતાની સાથે અમારા કૈપ્સૂલમાં અનેક આંકડાઓ જોવા મળી રહ્યા હતા. અવાજો સંભળાઇ રહી હતી. વાયરલેસ સેટ પર અમને કહેવામાં આવતું કે અમે ઉડી ચૂક્યા છીએ. અમે નીચે રોકેટના એન્જિનોની પ્રચંક શક્તિનો અનુભવ કરી શકતા હતા. અમે એક વખત પૃથ્વીની પરિક્રમા કરી કારણ કે અમે ઇચ્છતા હતા તે ચંદ્રની દિશામાં જતા અગાઉ બધુ યોગ્ય રીતે કામ કરે. જ્યારે ત્રીજા ચરણમાં એન્જિન ચાલુ કરવાનો આદેશ મળ્યો તો તેનો અર્થ હતો કે હવે સીધા ચંદ્ર તરફ જવાનું છે. હવે તમને કોઇ રોકી શકતું નથી. ત્રીજા ચરણમાં એન્જિન ચાલુ થતાની સાથે અવકાશયાનની ઝડપ 35 હજાર ફૂટ પ્રતિ સેકન્ડ થઇ ગઇ.

અપોલો 11ના તમામ ત્રણેય અવકાશયાત્રીઓ ત્રણ લાખ 84 હજાર 403 કિલોમીટરનું અંતર કાપીને 76 કલાક બાદ ચંદ્રની પરિક્રમા કક્ષામાં પહોંચી ગયા હતા. ભારતીય સમય અનુસાર 20 અને 21 જૂલાઇ વચ્ચે મધ્યરાત્રીએ નીલ આર્મસ્ટ્રોંગ એડવિનલ એલ્ડ્રિનને લઇને ચંદ્ર પર ઉતર્યા હતા. તેમના ત્રીજા સાથી માઇક કોલિંસ કોલંબિયામાં જ બેસી રહ્યા તેમને પૃથ્વી અને ચંદ્ર વચ્ચે રેડિયો સંપર્ક બનાવી રાખવાનો હતો.

મુસ્લિમોને પાકિસ્તાન નહી જવાની સજા મળી રહી છે: આજમ ખાન