Gujarat Exclusive > દેશ-વિદેશ > મહારાષ્ટ્ર: ‘જય શ્રી રામ’ન બોલવા પર મુસ્લિમ યુવકની ધોલાઈ, હિંદૂ દંપત્તિએ બચાવ્યો

મહારાષ્ટ્ર: ‘જય શ્રી રામ’ન બોલવા પર મુસ્લિમ યુવકની ધોલાઈ, હિંદૂ દંપત્તિએ બચાવ્યો

0
297

મહારાષ્ટ્રના ઓરંગાબાદ શહેરમાં શુક્રવારે કોઈ અજાણ્યા શખ્સોની ભીડે મુસ્લિમ યુવકને ઢોર માર માર્યો અને તેને ‘જય શ્રી રામ’ના સુત્રોચાર કરવા માટે મજબૂર કર્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.આ કેસની તપાસ કરી રહેલા પોલીસ કર્મચારીએ જણાવ્યું કે, એક ખાનગી હોટલના કર્મચારી ઈમરાન ઈસ્માઈલે પોલીસમાં પોતાની ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં તેણે જણાવ્યું કે, બેગમપુરા વિસ્તાર નજીક તે પસાર થઈ રહ્યો હતો, ત્યારે દસેક જેટલા અજાણ્યા શખ્સોએ તેને અટકાવ્યો હતો. આ લોકોએ ઈમરાન સાથે મારામારી કરી હતી અને જબરદસ્તીથી ‘જય શ્રી રામ’ના સુત્રોચાર કરવા જણાવ્યું હતું.

આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર, તે દરમિયાન ઈમરાનનો અવાજ સાંભળીને એક હિંદૂ દંપત્તિએ પોતાના ઘરની બહાર નીકળીને બચાવ્યો હતો. આ દરમિયાન હિંદૂ દંપત્તિએ હુમલાખોરો પાસેથી ઈમરાનના બાઈકની ચાવી લઈને તેને સુરક્ષિત ઘરે મોકલી દીધો હતો. રિપોર્ટો અનુસાર, દંપતિએ ડરના પગલે આ મામલે કોઈ પ્રતિક્રિયા આપવાનો ઈન્કાર કર્યો હતો.

આ મામલાની તપાસ કરી રહેલ પોલીસ ઇન્સ્પેક્ટર મધુકર સાંવતે જણાવ્યું કે, હાલ આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને ફરિયાદની પુષ્ટી કરવામાં આવી રહી છે. આ સાથે IPCની કલમ 153-A અને 144ની હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે

શિલા દિક્ષિતનું નિધન, 81 વર્ષની વયે પૂર્વ મુખ્યમંત્રીએ દુનિયામાંથી લીધી વિદાય