Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ચાર બંગડીથી ફેમસ થયેલી કિંજલ દવેની ભાજપમાં એન્ટ્રી, જીતું વાઘાણીએ પહેરાવ્યો ખેસ

ચાર બંગડીથી ફેમસ થયેલી કિંજલ દવેની ભાજપમાં એન્ટ્રી, જીતું વાઘાણીએ પહેરાવ્યો ખેસ

0
1387

ગાંધીનગર: ગુજરાતની લોક ગાયિકા અને ચાર-ચાર બંગડી ગીતથી ફેમસ થયેલી કિંજલ દવે ભાજપમાં જોડાઈ છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતું વાધાણીએ કિંજલને ભાજપનો ખેસ પહેરાવીને BJPમાં લાવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરમાં આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં કિંજલ દવે પહોંચ્યા હતા. જ્યાં ભરત પંડ્યા અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને મળી હતી. કિંજલ દવેને પ્રદેશ પ્રમુક જીતુ વાઘાણીએ ભાજપનો ખેસ પહેરાવ્યો હતો અને ભાજપાના અનેક દિગ્ગજોની હાજરીમાં તેમનો ઉમેરકાભેર ભાજપમાં સ્વાગત કરવામાં આવ્યો હતો.

તે ઉપરાંત જીતુ વાઘાણીએ કિંજલ દવેને અભિનંદન પણ પાઠવ્યા હતા. આ પ્રસંગે ભાજપ પ્રવક્તા ભરત પંડ્યા સહિતના ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા.

મેવાણીની CMને વિનંતી, દલિત સમાજના હિતમાં ‘એક ગામ એક સ્મશાન’ની નીતિ બનાવો